સોશિયલ મીડીયા વાયરલની સાથે વાયરસ પણ બની રહ્યું છે. એમાં રાષ્ટ્રીય સુરક્ષા પર ખતરા સમાન સોશિયલ મીડીયા પ્લેટફોમો પર અંકુશ લાવવા જો જરૂર પડશે તો સરકારી વિવિધ મોબાઇલ કમ્યુનીકેશન અને સોશિયલ મીડીયા એપને બ્લોક કરવા અંગેની પણ વિચારણા કરી રહી છે.
જુલાઇમાં ટેલીફોન ડિપાર્ટમેન્ટે આ અંગે મોબાઇલ કંપનીઓ, ઇન્ટરનેટ પ્રોવાઇડરો સહિતના ટેલીકોપ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને પત્ર લખી તેમનો અભિપ્રાય મંગાવ્યો હતો. મોબાઇલ એપથી વાયરલ થતા ખોટા સમાચારોથી હત્યા, ટોળા હિંસા અને માનસીક ત્રાસની ઘટનાઓ વધી રહી છે.
જેને પગલે સરકાર ભારતમાં ફેસબુક, વોટસએપ, ઇન્ટાગ્રામ, ટેલીગ્રામ અને મેસેન્જર જેવી બેકાબુ એપની દુકાનો બંધ કરી શકે છે. ભારતીય આઇટી એકટની કલમ ૬૯ (એ) મુજબ સરકાર આ ફેંસલો લેશે જો કે હજુ તેઓ વિચારણા કરી રહ્યા છે. કોઇપણ પ્રકારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
પરંતુ ભુતકાળ સાક્ષી છે. જયારે ખોટા સમાચારો ફેલાવાથી હિંસા ફેલાતી હોય અને ઇન્ટરનેટ બંધ કરવું પડયું હોય, આઇટી એકટના નિયમ મુજબ સરકાર લોકો સુધી પહોચતી કોઇપણ કમ્પ્યુટર કે ઇન્ટરનેટ સોર્સ માહીતીને અટકાવીશકે છે. વોટસએપ સહીતની એપમાં ખોટા સમાચારોનું વલણ વઘ્યું છે. જેના પર કાબુ મેળવવા સરકારે વોટસએપને કહ્યું હતું ત્યારે હવે ફેક ન્યુઝને રોકવા વોટસએપે કમર કસી લીધી છે.
વોટસએપે સરકારને કહ્યું કે તેઓ ભારતમાં ફેક ન્યુઝ રોકવા તેઓ ન્યુઝ સકર્યુલેશન માટે લોકલ ટીમનું નિર્માણ કરી રહ્યા છે. ફેંક ન્યુઝ અંગે વોટસએપ પર અનેક પ્રહારો થયા છે જેને પટલે હવે વોટસએપ ભારતમાં થયેલા રોકાણની સુરક્ષા માટે ભારતની મદદ કરશે.
તો ટોળા દ્વારા થતી હિંસાને રોકવા માટે પણ સરકાર કાયદો બનાવશે માટે સરકાર પોતાની તરફથી શું થઇ શકે તે અંગે વિચાર કરી રહી છે. મોટાભાગની સોશિયલ મીડીયા કંપનીઓના સર્વર ભારતની બહાર હોવાથી સરકારનો તેમના પર પુરેપુરો કાબુ નથી. ફેસ બુકે ડેટા લીક તો વોટસએપ દ્વારા ફેક ન્યુઝની ભારતમાં હિંસા અને રાષ્ટ્રીય હાનીના બનાવો વધતા સરકાર નારાજ છે આ પ્રકારના દુષણોને અટકાવવા સરકારે સોશિયલ મીડીયા જાયન્ટને નોટીસ પણ ફટકારી હતી માટે જો હવે જરુર પડશે તો ઇન્સ્ટાગ્રામ, વોટસએપ, ફેસબુક મેસેન્જર, અને ટેલીગ્રામ જેવી એપ્લીકેશનોના ભારતમાં તાળા લાગી જવાની શકયતાઓ છે.