લોકડાઉનમાં પણ રમત-ગમત રહ્યું ‘અનલોક’
યોજના હેઠળ સોશિયલ મીડિયાના માધ્યમથી અપાય છે રમતવીરોને તાલીમ
હાલ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા ૧-૧૦-૨૦ના રોજ ગુજરાતના યુવા ધનને યોગ તથા શારિરિક સશકત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઇલ ટેકનોલોજીના વપરાશ સાથેના અભિગમથી ‘મોબાઇલ ટુ સ્પોર્ટસ’ના અભિયાનની નવતર પહેલ કરી છે. હાલના કોરોના (કોવિડ-૧૯)ની મહામારીના વિષય સંજોગોમા ફેસબુક, વ્હોટસ એપ, ઇન્સ્ટાગ્રામ તથા વીડીઓ ગેઇમ્સ જેવી પ્રવૃતીઓમાં અત્યંત કીમતી સમય વેડફાતા યુવાધનને હકારાત્મક રીતે ક્રિયા શીલ કરવા રમત ગમતની પ્રવૃતિઓ તરફ આકર્ષિત કરવાએ સમયની સાચી જરૂરીયાત છે. યુવાધનનો શારિરીક અને માનસિક વિકાસ ઉતમ રીતે થાય તે હેતુથી સરકારે વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન ‘મોબાઇલ ટુ સ્પોર્ટસ’ની નવી યોજના મંજુર કરેલ છે. આયોજને ફેસબુકપેજ, યુપ્યુબ ચેનલ, રેડિયો કવીઝ, ટેલિવિઝન તેમજ સોશિયલ મીડીયા સંબંધિત માધ્યમો દ્વારા ખ્યાતનામ ખેલાડીઓની વિગતો, ઓડિયો, વિડિયો કલીપ રજૂ કરી યુવાનોને રમત ગમતની પ્રવૃતિઓ માટે પ્રેરણા સદ આકર્ષિત કરવામાં આવે છે. હાલ ગુજરાત સરકારની ‘ઇન સ્કૂલ યોજના’ જેનમાં શાળામાં જે વિદ્યાર્થી રમત-ગમત ક્ષેત્રે પોતાની કારર્કીદી ઘડવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓના ઇન સ્કૂલ યોજના માં પ્રવેશ આપી વિદ્યાર્થીને જરૂરી માર્ગદર્શન આપી રમત ગમત ક્ષેત્રે આગળ વધારવામાં મદદરૂપ બને છે. વિદ્યાથીને શાળાકીય સેન્ટર પરથી રમત ગમત ક્ષેત્ર આગળ વધવા માટે કોઇ પણ પ્રકારનો નાણકીય ખર્ચ થાય છે તો તે તમામ ખર્ચ સરકાર ભોગવે છે. ત્યારે બીજા ક્ષેત્રે (ડિસ્ટ્રીક લેવલ ર્સ્પોટ સ્કુલ)ની સ્થાપના થઇ છે. જેમાં શાળાકિય ક્ષેત્ર રમગ ગમતના ઉત્સવ થાય છે. જેનો તમામ ખર્ચ પણ સરકાર દ્વારા આપવામાં આવે છે. તેમાં ઉર્તિણ થયેલા વિદ્યાર્થીઓ તાલુકા, જીલ્લા, કે રાજયકક્ષાએ જયારે રમવા જાય છે. ત્યાર તેનો તમામ ખર્ચ સરકાર દ્વારા ચૂકવામાં આવે છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરની વિડિયો કોન્ફરન્સ દ્વારા રમત ગમત, યુવાનો અને સાંસ્કૃતિક વિભાગના વિવિધ પ્રોજેકટસની ઇ-લોન્ચિંગ કરી હતી. આ વિકાસ કાર્યોમાં મોબાઇલની સ્પોર્ટસ પ્લેટ ફોર્મ, એથ્લેટ્સ માટે રોજગાર માર્ગદર્શન કેન્દ્રો અને ૫૦૦ ગામોમાં રમતનુ મેદાન વિકસાપવવા માટેનો પ્રોજેકટ સામેલ છે.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજયના ઉત્સાહી અને પ્રતિભાશાળીની રમતવીરોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સઘન તાલીમ આપવા અને તેમનો રોજગાર સૂનિશ્ર્વિત કરવા રાજય સરકારની પ્રતિબધતા વ્યકત કરી હતી. આ અંગે તેમણે જણાવ્યુ હતુ કે રાજયના યુવાનોએ રમત ગમતમા પોતાની કુશનતા બતાવી ગુજરાતનુ નામ રોશન કરવુ જોઇએ તેમણે આ નવી પહેલનુ ફેસબુક પેજપણ રમત ગમત રાજયમંત્રી ઇશ્ર્વરસિંહ પટેલની હાજરીમા શરૂ કર્યુ હતુ.
મુખ્યપ્રઘાન વિજયભાઇએ સપષ્ટ કહ્યુ હતુ કે જેમ શરૂઆત ગુજરાત સેન્ડિંગમાં પ્રથમ ક્રમે છે, નવીનતામા, વિવિધ યુનિવસીંટીઓની સ્થાપનામાં હવે આપણે ભવિષ્યમાં રમત ગમતની પ્રવૃતિઓમા અગ્રેસર બનવુ પડશે. આ હેતુ માટે યુવાઓને રમત ગમત તરફ પ્રેરણા આપવા અને વિશ્ર્વના યુવાનો સામે પડકારોનો સામનો કરવા સજજ કરવા માટે સરકારે ગ્રામીણસ્તરે રમત ગમતના વિકાસ માટે ૫૦૦ ગામોમા રમત ગમતના વિકાસ માટે નવીન પહેલ કરી છે.
તેમણે ઉમેર્યુ હતુ કે, રાજય સરકારે રમત ગમત ઓથોરિટી ગુજરાત દ્વારા રમત ગમતના તાલીમનુ વિશાળ નેટવર્ક ઉભુ કર્યુ છે અને ઓલિમ્યિક રમતોના દરેક જિલ્લા રમત ગમત સંકુલ દ્વારા યુવાનોને સઘન તાલીમ આપવા માટે માળખાગત સુવિધા વિકાસવી છે. એટલુ જ નહી રમત-ગમત પ્રવૃતીઓના વિકાસ માટે ૫૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. ખેલમહાકુંભ અને કલા મહાકુંભ યુવાનો માટે તેમની કુશળતા ઉત્કર અને પ્રોત્સાહન દર્શાવવા માટેનુ એક મંચ છે. મુખ્યમંત્રીએ કોરોના રોગચાળામાં યુગમાં ઘરે યુવાનો અને રમત ગમત પ્રેમીઓને તાલીમ આપવા માટે મોબાઇલ ટુ સ્પોર્ટસની પહેલને આવકારી છે. જે તેમના મનપસંદ રમતમાં નિયુણ બનાવ માટે સમક્ષ બનાવે છે.
રમત ગમત રાજયમંત્રી ઇશ્ર્વરસીંદ પટેલે રાજયના યુવાનોમા રમત ગમત પ્રત્યે જાગૃતિ લાવવાના આ સૂચકાંકોની પ્રશંસા કરી હતી. તેમણે એમ પણ વ્યકત કર્યુ હતું કે મુખ્યમંત્રીના સ્વયના દ્રષ્ટા નેતૃત્વ હેઠળ, ગુજરાત રમત ગમત અને કળા ક્ષેત્રે પ્રતિભાઓ આપવાનુ સમર્થ છે અને કરશે.
રાજકોટના રમતવીરને મળ્યુ રૂ.૬૫ લાખનું ઇનામ
રાજકોટ ગતવર્ષે રમત ગમત ક્ષેત્રે સારી નામના મેળવી હતી આ વેળાએ વી.પી. જાડેજાનાને તૃત્વહેઠળ ૬૫ લાખ રૂપીયાનુ ઇનામ રમત વિશેને આપવામાં આવ્યા હતા. દરેક રમત વિશે હાલ કોરોના કાળમાં ઘરમાં ભરાઇ રહે છે ત્યારે તેની રમત પ્રત્યેની રૂચીને વધારવા માટે ‘મોબાઇલ ટુ સ્પોર્ટસ’નું નવીની કરણ કરવામાં આવ્યું છે.