નિષ્ણાંતો દ્વારા સુચવવામાં આવેલા પ્રોજેકટ્સનું પ્રાથમિક તબકકે અમલીકરણ કરવા પણ તૈયારી: હાઉસીંગ ફોર ઓલ યોજનાને સાકાર કરવા લોકોના અભિપ્રાયો પણ જાણવામાં આવશે

સ્માર્ટ સિટીના પડકારને પહોંચી વળવા માટે હેકેથોનના આયોજનો કરવામાં આવ્યા છે જેમાં હરીફાઈના માધ્યમથી સ્માર્ટ સિટીને લગતા નવા વિચારો અને પ્રોજેકટોને બહાર લાવવા માટેના પ્રયાસો થયા હતા. તેવી જ રીતે હવે દરેકને સારા અને સસ્તા ઘરના ઘર મળી રહે તે માટે સરકાર હેકેથોન યોજવાની છે. આ પ્રોગ્રામને હાઉસીંગ ચેલેન્જ નામ આપવામાં આવશે. જેમાં તમામ રાજયોમાંથી નિષ્ણાંતોના હાઉસીંગ પ્રોજેકટ બાબતના વિચારો, મોડેલો મગાવવામાં આવશે અને તેના ઉપરથી હાઉસીંગ ચેલેન્જને પાર પાડવાના પ્રયાસો થશે.

સરકાર અર્ફોડેબલ હાઉસીંગ બાબતે ગંભીરતાથી કામગીરી કરી રહી છે. ૨૦૧૯ સુધીમાં તમામ લોકો પાસે ઘરના ઘર હોય તેવું સ્વપ્ન સાકાર કરવા માટે સરકાર દ્વારા એક પછી એક મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. ઘરના ઘરની યોજના નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેકટ હોવાથી સરકાર દ્વારા મહત્વના નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. હોમ લોન ઉપર સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે છે. આ ઉપરાંત બીજી પણ રાહતો જાહેર કરવામાં આવી છે.

નેશનલ બિલ્ડીંગ ક્ધટ્રકશન કોર્પોરેશન હવે રાજયોમાં અફોર્ડેબલ હાઉસીંગના વર્કીંગ મોડેલ ઉપર કામગીરી કરશે જેમાં હાઉસીંગ પ્રોજેકટના પડકારોને દૂર કરવા માટે હેકેથોન જેવો પ્રોગ્રામ શ‚ થશે. ત્યારબાદ ૨૫ શહેરોમાં પ્રાથમિક તબકકે નવું માળખુ લાગુ કરવામાં આવશે.

સરકાર ૨૦૧૯ પહેલા ઘરના ઘરની યોજનાને સાકાર કરવાની દિશામાં તમામ પ્રયત્નો કરી રહી છે. ત્યારે હાઉસીંગ ચેલેન્જ અફોર્ડેબલ હાઉસીંગના પ્રોજેકટમાં ખુબ મહત્વની બની રહે તેવી શકયતા દેખાઈ રહી છે. અગાઉ પણ આ દિશામાં કેન્દ્ર સરકાર દ્વારા મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે. તેવી જ રીતે હવે આગામી બે વર્ષમાં વધુ અસરકારક નિર્ણયો લેવામાં આવશે. તેમજ અફોર્ડેબલ હાઉસીંગ યોજના ઝડપથી પૂરી થાય અને અસરકારક રીતે તેનું અમલીકરણ થાય તે દિશામાં લોકોના અભિપ્રાયો અને નિષ્ણાંતોના સુચનો લેવાનું શરૂ કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.