ગુજરાત રોડ સેફટી ઓથોરીટી એકટ ૨૦૧૮ની કલમ ૩૩ અંતર્ગત રાજય સરકાર નાગરિકને એક કરતા વધારે વાહન ખરીદતા રોકી શકે છે
વીમા વગરના વાહનો પર પ્રતિબંધ સહિતના આકરા પગલા તોળાઇ રહ્યા છે
ગુજરાત સરકાર વન સિટીઝન, વન પોલીસી તરફ આગળ વધી રહી છે. ગુજરાતના શહેરોમાં ટ્રાફિક સમસ્યા વિકરાળ બનતી જાય છે. જેથી તેના ઉકેલ સ્વરૂપે વાહનોની સંખ્યાને નિયંત્રીત કરવા માટે એકી વધારે વાહનો ખરીદવા ઉપર પ્રતિબંધ મુકવાની વિચારણા હાથ ધરાઈ છે.ગુજરાત રોડ સેફટી ઓથોરીટી એકટ ૨૦૧૮ હેઠળ સરકાર રાજયના નાગરિકને એકી વધુ વાહન ખરીદતા રોકી શકે છે.
આ કલમને ધ્યાનમાં રાખીને ગુજરાત કમીશ્નર ઓફ ટ્રાન્સપોર્ટે તમામ જિલ્લા આરટીઓ ઓફિસર્સને એકી વધુ વાહનની માલીકી ધરાવનાર લોકોની વિગતો એકઠી કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત આ પ્રકારની પોલીસી અમલમાં મુકી શકાય કે કેમ તે અંગે પણ તમામ આરટીઓ અધિકારીઓનું સુચન માંગવામાં આવ્યું છે.
ટ્રાફિકની વધતી જતી સમસ્યાને અટકાવવા માટે ગુજરાત સરકાર એક નાગરિક, એક વાહનની પોલિસી અમલમાં મુકવાનો વિચાર કરી રહી છે, જેનાથી રાજ્યમાં પ્રદૂષણનું પ્રમાણ પણ ઘટાડી શકાય અને ટ્રાફિકની સમસ્યા પણ ઓછી થાય.
આ પોલિસી અંતર્ગત એક વ્યક્તિ પાસે એક જ વાહનની માલિકી હોઈ શકે. ટ્રાફિકની સમસ્યાઓના નિરાકરણ બાબતે ગુજરાત હાઈકોર્ટે સરકારને આપેલા આદેશ પછી આ પોલિસી પર વિચાર કરવામાં આવ્યો છે.
ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી એક્ટ, ૨૦૧૮ના સેક્શન ૩૩ અંતર્ગત રાજ્ય સરકાર કોઈ પણ નાગરિકને એક કરતા વધારે વાહન ખરીદવા પર પ્રતિબંધ મુકી શકે છે. નવા કાયદાના સેક્શન ૩૩નો ઉલ્લેખ કરીને ગુજરાતના કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટએ ઓફિસર્સ પાસેથી એક કરતા વધારે વાહનની માલિકી ધરાવતા લોકોની ડીટેલ્સ માંગી છે. તેમની પાસે આ પોલિસી લાગુ કરી શકાય કે નહીં તે બાબતે સલાહ પણ માંગી છે. આ સિવાય સર્ક્યુલરમાં પાસેથી ૧૫ વર્ષથી જૂના વાહનોની માહિતી પણ માંગી છે.
ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિયી એક્ટ, ૨૦૧૮ના સેક્શન ૩૩ અનુસાર, રોડ ટ્રાફિકને કંટ્રોલ અને રેગ્યુલેટ કરવા માટે, જાહેર રસ્તાઓ પર વાહનોની સંખ્યા ઘટાડવા માટે, માર્ક અસક્માત અટકાવવા માટે, રોડ સિસ્ટમને નષ્ટ થતી અટકાવવા માટે, સરકાર સત્તાવાર નોટિફિકેશન જાહેર કરીને બીજા વાહનની ખરીદી પર પ્રતિબંધ મુકી શકે છે, ૧૫ વર્ષી જૂના વાહનના ઉપયોગ પર પ્રતિબંધ મુકી શકે છે. અમુક વિસ્તારોમાં અમુક સમયે વાહનોના ઉપયોગ પર પ્રતિબંધ મુકી શકે છે. આ એક્ટ અંતર્ગત સરકાર પાસે નિયમનો ભંગ કરનાર પાસેથી દંડ વસુલવાની અને સજા આપવાની સત્તા છે.
કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ આર.એમ.જાદવ જણાવે છે કે, અમેને એક કરતા વધારે વાહનો જેની પાસે હોય તેમનો અને ૧૫ વર્ષથી જૂના વાહનો ધરાવતા હોય તેમનો એક ડેટાબેઝ તૈયાર કરવાનો આદેશ આપ્યો છે.અમા આ કાયદા બાબતે તેમની સલાહ પણ માંગી છે. અલગ અલગ પરિબળોનો અભ્યાસ કર્યા પછી સરકાર અંતિમ નિર્ણય લેશે.