ગામડામાં છત વિહોણા લોકોને કુલ બે તબકકામાં એક કરોડ ઘર આપવા સરકાર કટીબધ્ધ

સરકાર દેશના ગામડાઓમાં માર્ચ ૨૦૧૮થી આશરે ૫૦ લાખ ઘરો નિર્માણ કરવાનું શરૂ કરશે. નરેન્દ્ર મોદી સરકારની સૌને ઘરનું ઘર યોજના અંતર્ગત ગામડાઓમાં લોકોને છત પુરી પડાશે.

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ માર્ચ ૨૦૧૮થી ૫૦ લાખ ઘરો નિર્માણ કરાશે. આ ટાર્ગેટ છેક એક કરોડ ઘરને આંબશે. ૩૧ માર્ચ ૨૦૧૯થી બીજા ૫૦ લાખ ઘરો બનાવવામાં આવશે. જેમાં નિર્ધારીત સમયગાળા દરમિયાન કુલ ૧ કરોડ ઘરો ગામડાના લોકોને સોંપવામાં આવશે.

આ સીવાય કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત છેવાડાના ગામડાના લોકોને પાયાની અન્ય સુવિધાઓ જેવી કે, પાણી, લાઈટ, દવા શિક્ષણ વિગેરે પૂરું પાડવા માટે પણ કટીબધ્ધ છે.

અત્યારે ગુજરાતની વિધાનસભાની ચૂંટણી ઢુકડી છે ત્યારે કેન્દ્ર સરકાર કે રાજય સરકાર કોઈપણ ઘોષણા કરે તો તેને ચૂંટણીલક્ષી કહેવામાં આવે છે. આજથી બે તબકકામાં ગામડાના લોકોને ૫૦-૫૦ લાખ ઘર આપવાની યોજનાને પણ ચૂંટણી સાથે જોડાય તો નવાઈ નહીં, કેમ કે, વિરોધ પક્ષો લાગ જોઈને બેઠા હોય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવીદિલ્હી ખાતે આ યોજનાની જાહેરાત કરી હતી. જેમાં કહ્યું હતું કે, રૂરલ ડેવલોપમેન્ટ મીનીસ્ટ્રી અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બે તબબકામાં કુલ એક કરોડ ઘર ગામડામાં બાંધવામાં આવશે જે ખૂબજ ઓછી કિંમતે લોકોને સુપ્રત કરવામાં આવશે. જો કે, લાભાર્થીઓની પુરેપુરી ચકાસણી કરવામાં આવશે. એક સરકારી અહેવાલ અનુસાર ગામડામાં મોટી સંખ્યામાં લોકો ખોરડુ એટલે કે ઘર વિહીન હોવાનું સરકારની ધ્યાને આવ્યું છે. આથી કેન્દ્ર સરકારનું ગ્રામીણ આવાસ મંત્રાલય વિકાસ મંત્રાલય તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના સાથે મળીને લોકોને છત પુરી પાડવા માટે કટીબધ્ધ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.