રાજ્ય સરકારે તબીબી કર્માચારીઓને વધુ એક મોટી દિવાળી ગિફ્ટ આપી છે, ત્યારે આજે રાજ્યના ભૂપેન્દ્ર પટેલ સરકારે તબીબી શિક્ષકોના પગાર ધોરણમાં નોંધપાત્ર વધારો કરવાનો નિર્ણય લીધો છે. હવેથી આ શિક્ષકોના પગારમાં 30 થી 55 % સુધીનો વધારો અમલમાં આવશે. તેમજ રાજ્યના પ્રત્યેક નાગરિકને શ્રેષ્ઠ આરોગ્ય સેવા અને મેડિકલ વિદ્યાર્થીને ગુણવત્તા શિક્ષણ મળી રહે તે સરકારની પ્રાથમિકતા છે.

રાજ્ય સરકારે વધુ એક મોટો હિતકારી નિર્ણય લઇને રાજ્યમાં તબીબી શિક્ષકોને દિવાળી પહેલા મોટી ગિફ્ટ આપી છે. હાલમાં સરકારે એક મોટો નિર્ણય લીધો છે, તે અંતર્ગત હવે રાજ્યમાં સરકારી મેડિકલ કૉલેજ સંલગ્ન હૉસ્પિટલ ખાતે સેવારત કરાર આધારિત તબીબી શિક્ષકોના માસિક વેતનમાં નોંધપાત્ર વધારાનો હિતકારી નિર્ણય લીધો છે. આ નિર્ણય બાદ હવેથી રાજ્યમાં તબીબી શિક્ષકોમાં કરાર આધારિત વર્ગ-1  અને વર્ગ-2 ના શિક્ષકોના પગારમાં વધારો થશે, એટલે કે હવેથી તેમના માસિક વેતનમાં 30% થી 55% સુધીનો વધારો મળશે. તેમજ રાજ્યના પ્રત્યેક નાગરિકને શ્રેષ્ઠ આરોગ્ય સેવા અને મેડિકલ વિદ્યાર્થીને ગુણવત્તા શિક્ષણ મળી રહે તે સરકારની પ્રાથમિકતા છે.

જેમાં વર્ગ 1 ના પ્રોફેસરનો પગાર 1,84,000 થી વધારીને 2,50,000 કરવામાં આવ્યો છે. વર્ગ 1 ના સહ પ્રાધ્યાપકનો પગાર 1,67,500 થી વધારીને 2,20,000 કરવામાં આવ્યો છે. વર્ગ-1 ના મદદનીશ પ્રાધ્યાપકનો પગાર 89,400 થી વધારીને 1,38,000 કરવામાં આવ્યો છે. આ સાથે જ વર્ગ-2 ના ટ્યુટરનું વેતન 69,300થી વધારીને 1,05,000 કરવામાં આવ્યું છે.

PATEL

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનના 3 વર્ષ, આ 11 મહત્વપૂર્ણ પોલિસી રહી ચર્ચામાં

-ગુજરાત આત્મનિર્ભર પોલિસી

-ગુજરાત બાયોટેક્નોલોજી પોલિસી

-નવી ગુજરાત IT/ITes પોલિસી

-ગુજરાત સ્પોર્ટ્સ પોલિસી

-ડ્રોન પોલિસી

-ગુજરાત સેમિકંડક્ટર પોલિસી

-ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી

-સિનેમેટિક ટુરિઝમ પોલિસી

-સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ્સ એન્ડ ઈનોવેશન પોલિસી 2.0

-ગુજરાત ખરીદ નીતિ

-ગુજરાત ગ્રીન હાઈડ્રોજન પોલિસી 2024

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.