બ્લેક મનીને ઝડપી લેવા સરકારની કવાયત

તમારૂ નાણુ કયાં ફરી રહ્યું છે તેના પર સરકારની બાજ નજર છે. હકીકતમાં બજારમાં ફરતા બ્લેક મની ઝડપી લેવા સરકારની કવાયત છે. નોટબંધી પછી હજુ પણ ઘણી બધી બેનામી સંપતી અને બ્લેક મની બજારમાં ફરી રહ્યું હોવાના વાવડથી કેન્દ્ર સરકાર ચોંકી ઉઠી છે. આથી દેશના નાગરિકો પોતાનું નાણુ કયાં રોકી રહ્યાં છે અથવા તેમના પૈસા કયાં ફરી રહ્યાં છે તેના પર સરકારી તંત્રની બાજ નજર છે.

નોટબંધીના એક વર્ષ પછી સરકારી પેનલે એક રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં ઉપર મુજબ નિર્દેશ કરવામાં આવ્યો છે. તેના પરથી હવે સરકાર બેનામી સંપતી અને કાળુ નાણુ ઝડપી લેવા માટે વધુને વધુ કડક પગલા લેશે તેમાં બે મત નથી. ટૂંકમાં આવકવેરા વિભાગ વધુ જોરથી કાળા બજાર કરતા અને કાળુ નાણુ સંગ્રહનાર લોકો ઉપર ત્રાટકશે. તેમના પર સમયસર આવકવેરો ભરવા અંગે દબાણ લાવશે અને સિકંજો કસશે.

સૌપ્રથમ તો સરકારી તમામ નાણાકીય સંસ્થાઓ માટે આ આધાર ફરજીયાત કરી દીધો છે. દા.ત. બેંકો હવે આધાર કાર્ડ ન હોય તો જરાય ચલાવતી નથી. કેન્દ્ર સરકારના નાણામંત્રી અ‚ણ જેટલીએ ઈન્કમટેકસ એકટ ૧૯૬૧ (૧૩૯-એ)માં સુધારા-વધારા કર્યા છે.

આ સીવાય ઈન્કમટેકસ રિટર્ન ફાઈલ કરવાના નિયમોમાં નોંધપાત્ર ફેરફાર કર્યો છે. ટૂંકમાં સરકાર કરચોરી કરવાનો એકપણ મોકો આપશે નહીં. આ સિવાય સરકારે ભ્રષ્ટાચાર અને કાળુ નાણુના દુષણને ડામવા માટે કેશલેસ ટ્રાન્જેકશન એટલે કે, ડિજીટલ ટ્રાન્જેકશન ઉપર ભાર મુકયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.