દેશમાં કોરોના મહામારીની અર્થવ્યવસ્થા ઉપર મોટી અસર પડી છે. કેન્દ્ર સરકારે ગુરુવારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય કર્મચારીને મળનાર મોંઘવારી ભથ્થાને જુલાઈ 2021 સુધી અટકાવી દીધું છે.
નાણામંત્રી દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ મુજબ કોરોના વાઈરસના સંકટના કારણે 1 જાન્યુઆરી 2020 પછીના કેન્દ્રીય કર્મચારી કે પેન્શનધારકોને મળનાર મોંઘવારી ભથ્થું આપવામાં આવશે નહીં.
1 જુલાઈથી જે વધારાનું ભથ્થું મળવાનું હતું તે પણ આપવામાં નહીં આવે.આ લોકોને આગળ મોંધવારી ભથ્થું ક્યારે અપાશે તેનો નિર્ણય 1 જુલાઈ 2021ના રોજ કરાશે.