લોકોની પ્રાઇવસીને વધુ સુરક્ષિત બનાવવા માટે સરકાર દ્વારા લેવાયો આ નિર્ણય
લોકોના ડેટા ની જાળવણી યોગ્ય રીતે થઈ શકે તેના માટે ડેટા પ્રોટેક્શન બિલને લાગુ કરવામાં આવ્યું હતું પરંતુ અનેકવિધ ફેરફારો કરવામાં આવ્યા હોવા છતાં પણ જે રીતે લોકોના ડેટા સુરક્ષિત રાખવા જોઈએ તેમાં ક્યાંકને ક્યાંક અરજણ ઊભી થવાના ડરના કારણે સરકારે ડેટા પ્રોટેક્શન બીલ ને પાછું ખેંચી લીધું છે. આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે હવે સરકાર આ અંગે ગંભીરતાથી વિચાર વિમર્શ કરી લોકોના સુજાવો ને પણ એકત્રિત કરશે અને ત્યારબાદ જ ડેટા પ્રોટેક્શન બિલને ફરી સાંસદમાં રજૂ કરવામાં આવશે.
અત્યાર સુધી કોઈપણ કંપની અથવા તો કોઈ પણ વ્યક્તિના ડેટા ભારતમાં નહીં પરંતુ વિદેશમાં તેનો સંગ્રહ થતો હતો જેથી તેમના ડેટા સાથે કયા પ્રકારે છેતરપિંડી થાય તે જાણી ન શકાય જેના ભાગરૂપે સરકારે ખુદકી દુકાન એટલે કે ભારતમાં જ ડેટા બેન્ક એટલે ડેટા સ્ટોરેજ ઊભો કરવા માટે તૈયારી દાખવી હતી અને જેને લઇ ડેટા પ્રોટેકશન બિલને પણ અમલી બનાવવામાં આવ્યો હતો.
લોકસભામાં સરકારે કહ્યું કે, જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીએ બિલમાં 81 ફેરફાર અને 12 સૂચન આપ્યા હતા. જેસીપીના રિપોર્ટને ધ્યાનમાં રાખતા વ્યાપક કાયદાકીય માળખા પર કામ કરાઈ રહ્યું છે. એટલે બિલ પાછું લેવાનો નિર્ણય કરીને નવું બિલ લાવવાનો પ્રસ્તાવ કરાઈ રહ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ સરકાર હવે નવું બિલ લાવતા પહેલા વ્યાપક જાહેર ચર્ચાવિમર્શ કરશે. સરકાર હવે આ બિલને શિયાળુ સત્રમાં રજૂ કરી શકે છે. જેપીસીએ તેના રિપોર્ટમાં જણાવાયું હતું કે કાયદાનો વ્યાપ વધારવાની જરૂર છે. તેમાં પર્સનલની સાથોસાથ નોન-પર્સનલ ડેટા પ્રોટેક્શન પણ સામેલ કરવામાં આવે. જેને ધ્યાને લઇ હવે સરકાર સમગ્ર કાયદો લાવશે. જૂનો કાયદો માત્ર પર્સનલ ડેટા અને કોર્પોરેટ સેક્ટર આવરી લેતો હતો.
ભારતીયોનો ડેટા દેશમાં રહેશે તો ભારતવિરોધી દેશ આપણા ડેટાનો ઉપયોગ નહીં કરી શકે. ડેટાની પ્રાઈવસી સુનિશ્ચિત થશે.મોટાપાયે ડેટા કુલિંગ ટાવર બનશે. ડેટા સેન્ટર સંબંધિત નોકરીઓ નીકળશે. મુખ્યત્વે સરકારનો હેતુ એ જ છે કે કોઈપણ રીતે લોકોના જે ડેટા છે તેને સારી રીતે અને સાચી રીતે સાચવી શકાય જેથી તેમની અને તેમના ડેટાની સુરક્ષા અને સલામતી જળવાઈ રહે ભારતમાં ડેટા સેન્ટરો ઉભા કરવા બાદ રોજગારીની પણ ખૂબ મોટી તકો ઉદ્ભવિત થશે.