ડુંગળીની ગુણવત્તા વધારવા સરકાર હરકતમાં : 2.5 લાખનો બફર સ્ટોકનો સંગ્રહ
સમગ્ર ભારતમાં ડુંગળીના ભાવ જે રીતે વધી રહ્યા છે તેને લઈ રાજ્ય સરકારને ઘણી માઠી અસરનો સામનો કરવો પડે છે ત્યારે કેન્દ્ર સરકાર પાસે રહેલા બફર સ્ટોક માંથી સરકાર 50 હજાર ટનનો જથ્થો ઉપાડશે અને જે રાજ્યોને ડુંગળીની તાથી જરૂરિયાત હશે તેને આપવામાં આવશે હાલ ગોહાટી અને દિલ્હીમાં દેશના અન્ય રાજ્યની સરખામણીમાં ડુંગળીનો ભાવ થોડો વધુ જોવા મળી રહ્યો છે પરિણામે સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. બીજી તરફ ડુંગળીની ગુણવત્તા ઉપર પણ ઘણા ખરા પ્રશ્નો ઉભા થયા છે. કારણ કે જ્યાં સુધી યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં નહીં આવે ત્યાં સુધી ડુંગળીની લાઇફ ને ઘણા પ્રશ્નો ઊભા થશે. હાલ સરકાર આ મુદ્દે ગંભીરતાપૂર્વક વિચારી રહી છે.
કેન્દ્ર સરકાર પાસે હાલ અઢી લાખ ટન ડુંગળીનો જથ્થો પડ્યો છે જેમાંથી પ્રાથમિક ધોરણે સરકાર 50 હજાર ટન ડુંગળીનો સ્ટોક ઉપાડશે અને જરૂરિયાત મુજબ રાજ્યોને તેની પૂર્તિ પણ કરશે સામે સરકારે અન્ય રાજ્યોને પણ જણાવ્યું છે કે તેમને પણ જો ડુંગળીની જરૂરિયાત હોય તો તેઓ પણ આ અંગે પત્ર લખે. ડુંગળી બગડવા પાછળના ઘણા કારણો સામે આવ્યા છે જેમાં ભેજનું પ્રમાણ ઘટવું, ફંગલ ઇન્ફેક્શન સહિતના અન્ય . બીજી તરફ જે રીતની સ્ટોરેજ ફેસીલીટી ઊભી કરવામાં આવી જોઈએ તે પણ ન કરાતા ડુંગળીની લાઈફને ઘણા પ્રશ્નો ઉભા થયા છે.
ડુંગળીમાં આવનારા સમયમાં કોઈ પ્રશ્ન ઊભા ન થાય તે માટે સરકારે રિસર્ચ ઇન્સ્ટિટયૂટ ને અથવા તો સ્ટાર્ટઅપ ને આ અંગે તાકીદ કરતા જણાવ્યું છે કે તેઓ ગંભીરતાપૂર્વક આ મુદ્દે રિસર્ચ કરે અને યોગ્ય ઉકેલ લાવવામાં મદદરૂપ સાબિત થાય. કારણ કે દેશના દરેક લોકો માટે ડુંગળી આવશ્યક ચીજ વસ્તુઓ માની એક છે ત્યારે તેના વધતા ભાવના પગલે ઘણા પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે.