“ડેટા ઇઝ ધ કિંગ”
લોકોના ખાનગી ડેટા બહાર જતા અટકાવવા સરકારનું ડેટા પ્રોટેકશન બીલ કવચ બનશે
સરકાર ડેટા પ્રોટેકશન બીલી ભારતની બહાર જતાં પર્શનલ ડેટાને રોકવાનો પ્રયત્ન કરી રહી છે. ફેસબુક, ગુગલ, વોટ્સએપ અને ટીકટોક સહિતની કંપનીઓ દર વર્ષે કરોડો રૂપિયાની કમાણી કરે છે. આ કમાણી પાછળ લોકોના ડેટા સૌથી મહત્વનો ભાગ છે. લોકોના ડેટા થકી મોટી કંપનીઓ ધોમ કમાણી કરી રહી છે. એક રીતે એમ કહી શકાય કે, જેટલા લોકો સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરે છે તે પગાર વગરના કર્મચારી સમાન છે. તમામને મફત આપીને અબજોનો વેપલો કરવાની કરી સોશ્યલ મીડિયા જાયન્ટને માફક આવી ગઈ છે. આવી સ્થિતિમાં સરકાર હવે લોકોના નાણાકીય, હેલ્, સેક્યુઅલ, જેનેટીક સહિતના ડેટાને બહાર જતાં અટકાવશે.
ભારતમાં ડેટાના એકત્રીકરણ અને તેના ઉપયોગ અંગે અત્યાર સુધી યોગ્ય જાગૃતિનો અભાવ જોવા મળતો હતો. લોકોના પર્સનલ ડેટા ચોરીને વેબસાઈટ પર વેંચવા મુકાયા હોવાની ઘટનાઓ વારંવાર સામે આવતી હતી. દરમિયાન અમેરિકા અને બ્રિટનમાં ફેસબુક જેવા સોશ્યલ જાયન્ટ સામે સરકાર દ્વારા લેવાયેલા પગલા બાદ ભારત સરકાર પણ સફાઈ જાગી છે. ‘રિઝનેબલ પર્પોઝ’ના હોય તો ડેટાનો ઉપયોગ કઈ રીતે અને ક્યાં થઈ શકે તે માટે ધારા ધોરણો ઘડવામાં આવ્યા છે. લોકોના ક્રેડીટ સ્કોર, ડેપ્ટ રિકવરી સહિતની વિગતો ફાયનાન્સીયલ ઈન્સ્ટિટયુટ પાસે પહોંચી જાય છે.
લોકોની વ્યક્તિગત વિગતો કંપની પાસે પહોંચી જતી હોય તેવા કિસ્સામાં સરકાર હવે ગંભીર બની છે અને ડેટા પ્રોટેકશન બીલ તૈયાર કર્યું છે. જેમાં લોકોની વિગતો તેમની જાણ બહાર કોઈ પાસે પહોંચે નહીં તે અંગેના કાયદા ઘડવામાં આવ્યા છે. જો લોકોના વ્યક્તિગત ડેટાનો ખોટો ઉપયોગ કર્યો છે તેવું સામે આવશે તો કંપનીને રૂપિયા .૧૫ કરોડ જેટલો દંડ અવા તેના ગ્લોબલ ટર્નઓવરના ૪ ટકા જેટલી રકમનો દંડ ફટકારવામાં આવશે. સરકારે વ્યક્તિગત ડેટા લીક બાબતે દંડને વધુ કડક બનાવ્યો છે.
વધુમાં મળતી વિગતો મુજબ લોકોના ફાયનાન્સીયલ, હેલ્, સેક્સ્યુઅલ, બાયોમેટ્રિક અને જેનેટીક તેમજ ટ્રાન્સજેન્ડર સ્ટેટસ સહિતના ડેટા વિદેશમાં પહોંચી જાય છે. આ ઉપરાંત લોકો ક્યાં ધર્મમાં માને છે અવા ક્યાં રાજકીય પક્ષને અનુસરે છે તેવી વિગતો પણ વિદેશમાં પહોંચી જતી હોય છે. આવા કિસ્સામાં ભારતીય નાગરિકોના ડેટા જળવાઈ રહે તે માટે સરકારે ધારા-ધોરણો ઘડયા છે. આવા ડેટા ભારતમાં જ સચવાઈ રહે તે સરકાર સુનિશ્ર્ચિત કરશે તેવું જાણવા મળી રહ્યું છે.