વિદેશી ડિગ્નીટીઓના વિશ્રામ માટે ૧૦૦૦ સ્વીસ કોટેજો બનાવાશે

લોકસભા ૨૦૧૯ની ચુંટણીને હવે સમય ખુબજ ઓછો રહ્યો છે. ત્યારે રાજકીય પાર્ટીઓએ ચુંટણીલક્ષી ચક્રવ્યુહની શરુઆત કરી દીધી છે. જેના ભાગરુપે અલ્હાબાદમાં પુર્ણ કુંભના છ વર્ષ બાદ યોજતા અર્ધ કુંભનું ભવ્ય આયોજન કરવામાં આવશે. આ કુંભ મેળા માટે સરકાર ‚રૂ૧૨૦૦ કરોડ ખર્ચશે હાલ યુપીમાં પણ ભાજપ સરકાર છે અને મોટાભાગનાં હિન્દુઓને કારણે યુપીમાં ભાજપ સરકારનું નિમાર્ણ થયું હતું.

માટે હવે અર્ધ કુંભનું આયોજન સરકાર માટે મહત્વનો નિર્ણય છે. આ પૂર્વ ૨૦૧૭ માં કુંભના આયોજન માટેની માંગણી કરાઇ હતી પરંતુ તેને મંજુરી મળી ન હોવાથી હવે જાન્યુઆરીમાં અર્ધ કુંભ યોજાશે. ભવ્ય આયોજનમાં વિદેશી સહેલાણીઓ પણ મહેમાન બનશે. ૧૪માં નાણાકીય કમિશનની અમલવારી બાદથી યુપીમાં યોજાતા ધાર્મીક મેળાને વધુ ભંડોળ મળવા લાગ્યો છે.

સાધુ સંતોના સૌથી મોટા અને પવિત્ર કુંભ મેળામાં મોદી સરકાર વિવિધ દેશોમાંથી ડિગ્નીટીઓને પણ મહેમાન બનાવશે. વડાપ્રધાન મોદી સાથે વિદેશી મંત્રી સુષ્મા સ્વરાજ પણ હાજર રહેશે. આ ઉપરાંત વારારણીના કુંભ મેળામાં વિવિધ વિદેશી સહેલાણીઓને આકર્ષવા પ્રવાસી ભારતીય દિવસનું પણ આયોજન કરવામાં આવશે. યુપી સરકાર એરબમમાં વિદેશી મહેમાનો માટે મુલાકાત દરમ્યાન વિશ્રામ માટે ૧૦૦૦ સ્વીસ આધુનીક અને સુવિધાજનક કોટેજો બનાવશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.