૨૦૨૪ સુધીમાં સમગ્ર દેશમાં ગેસગ્રીડ ઉભી કરીને ઔદ્યોગીક ક્ષેત્રે વિકાસ તરફ દોડાવશે
ભારતમાં ઔદ્યોગીક અને વ્યાપારી ધોરણે ઈંધણ તરીકે ગેસનો વપરાશ વધારવા અને ગ્રીન હાઉસ ભેસ અને કોલસા અને પેટ્રોલીયમ ઈંધણનો વપરાશ ઘટાડીને વાતાવરણમાં ફેલાતી ઉર્જા નિયંત્રરમાં લેવા માટે સરકાર સંઘષૅ કરી રહી છે. હજુ મોટાભાગના ઉદ્યોગો અને ઉપનગરો ગેસની પાઈપલાઈનથી જોડાયા નથી ગ્રીનગેસ ઉર્જા ઘટાડવા માટે કોલસા અને પેટ્રોલડિઝલના વપરાશને બદલે ગેસના વપરાશ અનિવાર્ય બન્યો છે ત્યારે દેશભરમાં વધુને વધુ ગેસ પાઈપલાઈનનું નેટવર્ક ઉભુ થાય તે માટે સરકારે ૨૦૨૦ સુધીમાં ઉર્જા ગંગા પરિયોજના પૂરી કરવા માટે કમર કસી છે. અને સમગ્ર ભારતમાં ગેસગ્રીડ ઉભી કરવા માટે ૨૦૨૪ સુધીમાં ૬૦ બિલીયન ડોલર ખર્ચ કરવામાં આવશે.
ભારત સરકાર ૬૦ બીલીયન અમેરિકન ડોલરનો ખર્ચ કરીને નેશનલ ગેસ ગ્રીનનું માળખું ઉભું કરવા અને દરમીનલની આયાત માટે ૨૦૨૪ સુધીમાં કાર્બન એમિશન અને પેટ્રોલીયમ પેદાશોનું ઉપયોગ ઘટાડશે ભારત સમગ્ર વિશ્ર્વમાં સૌથી મોટા તેલ અને કોલસાના ખરીદદાર છે.
ભારત દેશનો વપરાશ વધારવા માટે અને કોલસા અને પેટ્રોલીયમ દ્વારા ઉભા થતા ગ્રીનગેસની ગરબીની સમસ્યા ઘટાડવા માટે પ્રયત્નશીલ છે. દેશમાં હજુ ઘણા બધા નગરો મહાનગરો અને ઉપનગરો ગેસ પાઈપલાઈનથી જોડાયા નથી અત્યારે ગેસના વપરાશ અને અછતનો રેસીયો ૨૦૧૦ સુધી ૧૧૨૦ હતો પરંતુ ૨૦૧૮-૧૯ સુધી સ્થિતિ સુધારી ૨૫% વધારી છે. પેટ્રોલીયમ મંત્રી શ્રી પ્રધાને જણાવ્યું હતુ કે ઊજા મંચ દ્વારા બનાવવામાં આવેલા પ્રોજકેટો અંતર્ગત ૨૦૨૪ સુધીમાં સમગ્ર દેશમાં ગેસગ્રીડ કરવા અને આયાતી વ્યવસ્થા સાથે તમામને ૨૦૨૪ સુધીમાં ગેસગ્રીડ સાથે જોડી દેવાશે.
ઉર્જા ગંગા પરિયોજના ૨૦૨૦ સુધીમાં પૂર્ણ થશે આ નવી ગ્રેસગ્રીડ ઉભી થવાથી ૧૬૬બીલીયન સ્ટાંડર્ડ કયુબીકમીટરની ખાધ સરભર થઈ જશે. ઉત્તર પૂર્વની આ ગેસ ગ્રીડ ૨૦૨૩ સુધીમાં કાર્યરત થઈ જશે. મંત્રી શ્રી પ્રધાને જણાવ્યું હતુ કે કેન્દ્રની વર્તમાન સરકારનું આ સત્ર પૂ થાય તે પહેલા ઉર્જા ક્ષેત્રે ભારત આદર્શ રાષ્ટ્ર બની જશે.