બ્રીડિંગ કેન્દ્રો માટે ફ્રેમ વર્કની સાથો સાથ પ્રપોઝલ પણ ઉભા કરવા રજુઆત
ધોરાડના સંવર્ધન માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર વિશેષ તૈયારીઓ કરી રહી છે. ત્યારે વન્ય મંત્રી ભુપેન્દ્ર યાદવે નેશનલ બોર્ડ ફોર વાઈલ્ડલાઈફની સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં આ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને રાજ્ય સરકારને તાકીદ કરતા જણાવ્યું હતું કે, ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને કર્ણાટક સરકાર ધોરાડના સંવર્ધન માટે બ્રીડિંગ કેન્દ્રો ઉભા કરે માટે તેઓએ યોગ્ય પ્રપોઝલ અને યોગ્ય ફ્રેમવર્ક કરવું ખુબજ જરૂરી છે. પ્રાપ્ત માહિતી મુજબ જે કેન્દ્રો ઉભા કરવામાં આવશે તે રાજસ્થાનથી ભિન્ન હશે. બીજી તરફ પુરુષ ઘોરાડની જરૂરીયાત કોઈ રાજ્યોને પડે તો તેઓને આપવાના રહેશે સામે મહિલા ધોરાડને પણ રાજ્યો માંગી શકશે. જે માટેની એક યોગ્ય વ્યવસ્થા ઉભી કરાશે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાજસ્થાનમાં 28 ધોરાડ છે જેમાંથી એક ગુજરાતને મળી શકે છે. સરકાર દ્વારા આ પ્રોજેકટ વર્ષ 2017 માજ પૂર્ણ કરી દેવામાં આવ્યો હતો. કચ્છમાં બ્રીડિંગ કેન્દ્રો ઉભા થાય તે માટે પણ વન મંત્રાલય દ્વારા તખ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં માત્ર પરવાનગી અંગેજ રાહ જોવાઇ રહી છે. ત્યારે પરવાનગી મળતા જ સંપૂર્ણ કામ ઝડપી રીતે કરવામાં આવશે. આ પૂર્વે રાજસ્થાન અને ગુજરાત વચ્ચે ધોરાડ અંગે કરાર કરવામાં આવ્યા હતા. પરંતુ કોઈ પકન કારણોસર રાજસ્થાને પુરુષ ધોરાડ ગુજરાતને આપવા નનઇયો કર્યો હતો.
ગુજરાતે બ્રીડિંગ કેન્દ્રને શરૂ કરવા માટેની તમામ તૈયારીઓ કરી લીધેલી છે પરંતુ પુરુષ ઘોરાડ ન મળતા હજુ બ્રિટિંગ કેન્દ્રો શરૂ થઈ શક્યા નથી ત્યારે આવનારા દિવસોમાં ગુજરાતે વન મંત્ર લઈને એ વાતની કરાઈ કરાવવી પડશે અને અંડર ગ્રાઉન્ડ કેબલો રાખવા માટેની કામગીરીને ઝડપભેર પૂર્ણ કરવાની રહેશે તો જ ગુજરાત ગોરાડ માટે બ્રિડિંગ સેન્ટર શરૂ કરી શકશે. 2018 માં ઘોરાડ અંગે જે સર્વે કરવામાં આવ્યો હતો એ વાત સામે આવી કે ભારત પાસે 150 ઘોરાડ છે જેમાંથી 122 માત્રને માત્ર રાજસ્થાનમાં જ છે અને ચાર મહિલા ઘોરાડ ગુજરાતમાં છે. ગુજરાતમાં અંડર ગ્રાઉન્ડ કેબલ ન હોવાના કારણે ઘણા પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકાર અને વન મંત્રાલયે એ વાતની સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ગુજરાત જો અન્ડરવાયર કેબલિંગ કરે તો ને તો જ તેઓને બ્રિડિંગ સેન્ટર માટેની પરવાનગી આપવામાં આવશે