પ્રથમ ચરણમાં નવ રાજ્યોના પાંચ કરોડ ખેડૂતોને મળશે લાભ

વૈશ્ર્વિક સ્તર પર હાલ જે સ્થિતિનુઁ નિર્માણ થવા પામ્યું છે તેનાથી ઉગાળવા માટે સરકાર અનેક વિધ વિકાસ લક્ષી યોજનાઓને અમલી બનાવવામાં આવી છે. ભારત ખેતી પ્રધાન દેશ હોવા છતાં ખેતીને લઇ જે વ્યાપ અને વિકાસ થવો જોઇએ તે થઇ શકતો નથી. ત્યારે હાલ કેન્દ્ર સરકાર દ્વારા વૈશ્ર્વિક મહામારી બાદ ખેતી અને ખેડુતો ઉપર વિશેષ ઘ્યાન આપી રહ્યું છે. અત્યાર સુધી ખેતીને ઉઘોગનો દરજજો મળ્યો નથી. પરંતુ હાલ જે પગલા સરકાર દ્વારા લેવામાં આવી રહ્યા છે તેનાથી ખેડુતો અને ખેતીને વિશેષ ફાયદો પહોચશે તેવું લાગી રહ્યું છે.

આ તમામ મુદ્દાઓને લઇ કેન્દ્ર સરકારે ખેતી લક્ષી તમામ યોજનાઓ, અને ખેડુતોને અપાતા ટેકાના ભાવ સિધાજ ખેડુતોને તેમના ખાતામાં મળી રહે તે માટે આધારનો સહારો લઇ ખેડુતોનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે. બીજી તરફ ડીઝિટલાઇઝેશન થતા ખેડુત, કેટલી ખેતી ધરાવે છે તેનો પણ આંકડો સરકાર રાખશે. ડીજિટલાઇઝેશનની પ્રક્રિયા આગામી એક દિવસમાં જ પૂર્ણ થઇ જશે એટલે ૩૦ જુન ૨૦૨૦ના રોજ પ્રથમ ચરણમાં ૯ રાજયોનાં પ કરોડ ખેડુતોને આ યોજનાનો લાભ લેવડાવવામાં આવશે.

ડીઝિટલાઇઝેશનની પ્રક્રિયા મુજબ ખેડુતોની ખેતીની જમીન માટે સ્ટેલાઇટ પિકચર પણ લેવાશે જેના માઘ્યમથી ખેતીના તજજ્ઞો ખેડુતોને ઉધુ ઉત્પાદન કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તે દિશામાં તેઓને માર્ગદર્શન પણ અપાશે, તેમ ડીઝીટલ એગ્રેકલ્ચર ડીવીઝનના સચિન વિવેક અગરવાલે જણાવ્યું હતું સરકાર ખેતી ક્ષેત્રેને પ્રાધાન્ય આપી નવી ટેકનોલોજીનાં સહારે ખેતીને વિકસીત કરવામાં માટે કારગત નીવડશે આધાર ડેટાબેઝના કારણે ખેડુતોને જે ભાવ મળવો જોઇએ તેમાં ઘણી વિસગતતા જોવા મળતી હતી. ત્યારે આ ડેટા બેઝના કારણે સરકાર નોંધાયેલા ખેડુતોના ખાતામાં રકમ પણ ચૂકવી શકશે. આ તમામ પ્રયત્નોથી એ વાત સ્પષ્ટ થાય છે. કે સરકાર હાલ ખેતીને જે પ્રાધાન્ય આપી રહ્યું છે. તેનાથી માત્ર ખેડુતો જ નહિ પરંતુ દેશમાં પણ વિકાસ શકય બનશે અને દેશની અર્થવ્યવસ્થા પણ મજબુત થશે.

ખેતીમાં ઘણી એવી ઉપજો છે જે નાશ્વંત છે કારણ માત્ર એ છે કે જે ટેકનોલોજીનો વિકાસ થવો જોઇએ તે થઇ શકયો નથી. બીજી તરફ ટેકનોલોજીનાં અભાવે ૩૩ ટકા ચીજવસ્તુઓ નાશ્વંત થઇ જતી હોય છે.

ખેતીને સરકાર જો ઉદ્યોગને દરજજો આપે તો ખેતીની સાથોસાથ ખેડૂતોનો વિકાસ થઇ શકે છે. અન્ય દેશોની સરખામણીમાં ભારત ૮૦ ટકા ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલો દેશ છે પરંતુ તેનું જે યોગ્ય પરિણામ આવવું જોઇએ તે આવી શકતું નથી જેનુ મુખ્ય કારણ એ છે કે હાલ ખેતીમાં ટેકનોલોજીનો અભાવ જોવા મળી રહ્યો છે. આ તકે સરકાર હાલ જે ડિજિટલાઇઝેશનની કામગીરી હાથ ધરી છે અને ખેડુતોનો ડેટા બેઝ એકત્રીત કરવા માટેનો પ્રયાસ હાથ ધર્યો છે તેનાથી ઘણો ફાયદો દેશના અર્થતંત્રને, ખેડૂતોને અને ખેતીને પહોંચશે. ખેડૂતોની આવકમાં પણ અનેક ગણો વધારો જોવા મળશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.