કોરોના કહેર વચ્ચે સ્કૂલ ફી મુદ્દે વાલીઓ અને ખાનગી શાળાઓ આમનેસામેને છે ત્યારે ગઇ કાલે ગુજરાત હાઇકોર્ટે વાલીઓને રાહત આપી હતી પરંતું જ ખાનગી શાળા સંચાલકોનો મિટિંગ યોજાઇ હતી.ત્યાર બાદ ખાનગી શાળાના સંચાલકોએ નિર્ણય લીધો હતો કે છાત્રોને ઓનલાઈન ભણાવાનું બંધ કરવામાં આવશે.
ત્યાર બાદ આજે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ નિવેદન આપતા કહ્યું કે ટીવી, સોશિયલ મીડિયાના માધ્યમથી વિદ્યાર્થીને ભણાવાશે
ગઇ કાલે રાજકોટ ખાનગી શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખે જણાવ્યું હતું કે, રાજ્યમાં શાળાઓ ખુલે નહીં ત્યાં સુધી ફી નહીં ઉઘરાવવા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે ઠરાવ કર્યો છે.
આ સામે શાળા સંચાલકોને વાંધો છે. કારણ કે, ફી વિના શાળા સંચાલકો, શિક્ષકો, સ્ટાફની ફીથી માંડીને અન્ય ખર્ચા ઉઠાવી ન શકે. હવે સ્કૂલ ન ખુલે ત્યાં સુધી ફી ન ઉઘરાવવાની ન હોય તો વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવાનું બંધ કરવાનું નક્કી કરાયું છે.