શેરડીમાં પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે શેરડીનાં નિકાસને અપાશે પ્રોત્સાહન
ભારતમાં દાયકામાં મોટાભાગના સમયગાળા દરમ્યાન શેરડી પકવતાં ખેડુતો માટે શેરડીના ભાવ અને ખેતીની ઉપજના ખરચના સાંધામેળ કરવામાં મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અનેક વાર શેરડી પકવતાં ખેડુતોની દયાજનક સ્થિતિ ખેડુતોની આત્મહત્યા સુધી વકરતી જોવા મળે છે. અલબત હવે ખેડુતો માટે મીઠા મોઠાં થાય તેવા અહેવાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે શેરડી પકવતા ખેડુતો માટે પોષકક્ષમ ભાવ મળી રહે તે માટે શેરડીની નિકાસ માટે પ્રોત્સાહન આપવા ૬૨૬૮ કરોડ રૂપિયાની ખાંડની નિકાસ માટેની સબસીડીની જાહેરાત કરી છે.
સરકારે બુધવાર લીધેલા એક નીતિ વિષયક નિર્ણયમાં આગામી નાણાંકીય વર્ષ માટે ૬ મીલીયન ટન ખાંડની નિકાસ માટે સરકારે ૬૨૬૮ કરોડ રૂપિયાની સબસીડીની જાહેરાત કરી છે આ યોજના ઓકટોબર થી લાગુ થશે જેનાથી ધરેલું સ્ટોકનો નિકાલ કરવા માટે સુગર મીલને રૂ. ૧૫૦૦૦ કરોડ રૂપિયાના વિશાળ એરીયસ બહાર આપી હતી.
માહીતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવેડકરે કેબીનેટની બેઠક બાદ પત્રકારોને માહીતી આપતા જણાવ્યું હતું કે શેરડી પકવતાં ખેડુતોના હિતમાં અમે મહત્વનો નિર્ણય લીધો છે. કેબીનેટએ ૨૦૧૯-૨૦ વર્ષ માટે ઓકટોમ્બરથી સપ્ટેમ્બર ગાળા દરમિયાન ૬ મીલીયન ટન ખાંડની નિકાસ કરવાનું નકકી કયુૃ છે. સરકારે ખાંડ પ્રતિ ટન દીઠ ૧૦,૪૪૮ રૂપિયાની નિકાસ સબ સીડી સુગર મીલને આગામી વર્ષ માટે આપવાનું નકકી કર્યુ છે. જે માટે સરકારે ૬૨૬૮ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ખાંડની નિકાસ પર સરકારની સબસીડીની આ યોજનાથી લાખો ખેડુતોને સીધો લાભ થશે આ લાભ સવિશેષ પણે યુ.પી., મહારાષ્ટ્ર અને કર્ણાટક સહીતના અન્ય રાજયના ખેડુતોને થશે.
કેન્દ્ર સરકાર પ્રતિ ટન દીઠ ૧૧૦૦૦ રૂ નિકાસ સહાય પ્રથમ પ મિલીયન ટનની ખાંડની નિકાસ પર આપવામાં આવશે. જો કે ભારતના આ નિર્ણય સામે વિશ્વ ના સૌથી મોટા ખાંડ ઉત્પાદક દેશો જેવા કે બ્રાઝિલ અને ઓસ્ટ્રેલીયા વિશ્વ વેપાર સંગઠન (ડબલ્યુટીઓ) માં ભારતના આ પગલા સામે પડકાર ઉભો કરે તેવી સંભાવના છે એક નિવેદનમાં સરકારે જણાવ્યું હતું કે જો કે, નિકાસ પર સબસીડી આપવાના સરકારના આ નિર્ણય ખેતી વિષયક સમજુતીના નિયમોનું પાલન કરીને જ લેવામાં આવ્યો છે.
બજાર કિંમત નીચી લાવવા અને આંતર રાષ્ટ્રીય બજારમાં ભારતના ખાંડ ઉત્૫ાદકો વ્યવસાયિક રીતે ટકી શકે તે માટે આંતર રાષ્ટ્રીય અને આંતરિક પરિવહન અને ફરેટ ચાર્જિસમાં આ સબસીડી ખાસ રાહત આપશે. સબસીડીના આ રકમ ખેડુતોના ખાતામાં સીધી જમા કરવામાં આવશે. ખાંડના ઉત્પાદકોને આપવામાં આવનારી આ સબસીડીનો લાભ ખેડુતોને મળી રહે તે માટે પારદર્શક વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. સરકારના આ નિર્ણય અંગે નેશનલ ફેડરેમાં ઓફ કોર્પોરેટીવ સુગર ફેકટરી લીમીટેડના મેનેજીંગ ડિરેકટર પ્રકાશ નાયકનવારે એ જણાવ્યું હતું સરકારનાં આ નિર્ણય ખુબ સારો અને યોગ્ય સમયે લેવાયો છે. જો નિકાસને પ્રોત્સાહન આપવામાં ન આવ્યું હોત તો ૪૩.૫ મીલીયન ટન નો જથ્થો દેશમાં ખાંડના ઉત્પાદકો માટે બોજરુપ બની ચુકયો હતો.
દેશમાં શેરડી પકવતાં ખેડુતો માટે આર્શીવાદરુપ બનનારા આ નિર્ણયથી ધરેલું ઉત્પાદકોની સાથે સાથે ખેડુતો માટે પણ આર્શીવાદરુપ બનશે. તેમણે જણાવ્યું હતું કે ચાલુ નાણાંકીય વર્ષમાં પ્રતિટન દીઠ ૧૧૦૦૦ રૂપિયાની સબસીડી અપાઇ રહી છે. સરકારે ૨૦૧૯-૨૦૨૦ માટે ૧૦,૪૪૮ પ્રતિટન દીઠ સબસીડી આપવાનું નકકી કર્યુ છે. ૧૮૦૦૦ કરોડ રૂપિયાના નેટવર્થ માટે સબસીડી પુરક બની રહેશે. સુગર મીલોને ભાવ નીચા ઉતારવા માટે અને આગામી વર્ષ માટે ૫ મિલિયન ટન ના લક્ષ્યની આ પુરતી માટે સરકાર નો આ નિર્ણય ખુબ જ અસરકારક બની રહેશે.
ભારત ખાંડના ઉત્૫ાદન અને શેરડીની ખેતીને લઇને કેટલીક વિપરીત પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. ભારતમાં ૩૨.૩ મીલીયન ટનની નિકાસ સામે ૩૩ મીલીયન ટનનું ઉત્પાદન વર્ષ ૨૦૧૭-૧૮ માં થયું હતું. સરકારે આ સ્ટોક સરભર કરવા માટે ખાંડની નિકાસને પ્રોત્સાહન આપવાનું નકકી કર્યુ છે. આ વર્ષે ૧૪.૨ મીલીયન ટનનું ઉત્પદાન પ મીલીયન ની જરુરીયાત માટે થશે. ભારતમાં વાર્ષિક ૨૬ મીલીયન ટન ખાંડ નું વપરાશ છે.