મુખ્ય સચિવ જે.એન. સિંગની અધ્યક્ષતામાં ઉદ્યોગ, નાણા સહિતના વિભાગોનાં સચિવોની મળેલી બેઠકમાં નવી પોલીસી માટે સુચનો મંગાયા
રાજય સરકારે ઈન્ડસ્ટ્રીયલ કંપનીઓનો વિકાસ થાય તે માટે વિવિધ સરકારી યોજનાઓ બનાવી છે. પરંતુ આ યોજનાઓનો અનેક કંપનીઓ ગેરલાભ ઉઠાવતી હોવાની ફરિયાદો સમયાંતરે ઉઠતી રહે છે. જેથી સરકારી યોજનાઓનો ગેરલાભ ઉઠાવતી કંપનીઓને રોકવા રાજય સરકારે નવી ઈન્ડસ્ટ્રીયલ પોલીસી લાવવા માટે તજવીજ હાથ ધરી છે. આ પોલીસી અંગે આયોજન ઘડી કાઢવા રાજયના મુખ્ય સચિવ જે.એન.સિંહની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય બેઠક તાજેતરમાં ગાંધીનગર ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં ઉદ્યોગ, ખાણ, નાણાં અને અન્ય વિભાગોના સચિવોએ ભાગ લીધો હતો.
આ બેઠકમાં ગુજરાતમાં વધારે રોજગાર ઉત્પન્ન કરતા તથા તેમની ચીજ વસ્તુઓને સ્થાનિકમાં વેંચાણ કરતી કંપનીઓને પ્રોત્સાહન આપવા અંગે સૂચનો માંગવામાં આવ્યા હતા. આ નવી પોલીસી ઘડવા પાછળ સરકારનો ઉદેશ્ય એવો છે કે એક યોજનાનો લાભ મેળવતી કંપની બીજી યોજનાનો લાભ ન મેળવી શકે તે માટે નકકર આયોજન ઘડી કાઢવાનો હોવાનો એક વરિષ્ટ સરકારી અધિકારીએ જણાવ્યું હતુ.
આ અધિકારીએ ઉદાહરણ આપતા જણાવ્યું હતુ કે સરકારે સપ્ટેમ્બર ૨૦૧૮ની નવી ટેકસટાઈલ નીતિની જાહેરાત કરી છે. જેમાં કંપનીઓને પાવર સબસરડી અને વ્યાજમાં રીબેટ આપવામાં આવે છે. પરંતુ જીએસટી ભરપાઈ કરવામાં કોઈ મદદ કરવામાં આવતી નથી જો કે, ઘણા નવા ટેકસટાઈલ કંપનીઓ આ ટેકસટાઈલ નીતિનો લાભ લેવાને બદલે જનરલ ઈન્ડસ્ટ્રીયલ પોલીસી હેઠળ અપાતા લાભોને લેવાનું વધારે પસંદ કરે છે. કારણ કે, આ પોલીસીમાં જીએસટીમાં વળતર આપવામાં આવે છે તેજ રીતે લિથિઅમ આર્યન બેટરી બનાવતી કંપનીઓ કે જે ઓટો ક્ષેત્ર માટે પ્રોત્સાહિત કરે છે. આ પ્રકરની કંપનીઓ સુર્યોદય ક્ષેત્રોની પ્રોત્સાહક યોજનાઓનો લાભ લઈ રહ્યા છે.
પ્રવર્તમાન વિશાળ/ઈનોવેટિવ ઈન્સેન્ટિવ સ્ક્રીમ મોટાભાગે ઓટો ઉત્પાદકો માટે છે કારણ કે, ઓટોમોબાઈલની આંતરરાજય વેચાણ સરળતાથી આરટીઓ નોંધણીમાંથી ઓળખી શકાય છે. જોકે, આ યોજના ઓટો ઘટકોને પણ આવરી લે છે. જેમાં ટાયર પણ સામેલ છે અને ટાયરનો અંતિમ ઉપયોગ ગુજરાતની અંદર છે કે નહી તે ઓળખવા માટે કોઈ પધ્ધતિ નથી વધુમાં આ પોલીસી હેઠળ સબસીડીની વાર્ષિક મહત્તમ કેપ નથી વર્તમાન વિશાળ/ઈનોવેટીવ સ્ક્રીમ અંગેના સામાન્ય ઠરાવમાં એકમને આપવામાં આવેલા પ્રોત્સાહકોની પ્રકૃતિનો ઉલ્લેખ કરવામાં આવતો નથી અને પ્રોજેકટ ડેવલપકરનારાઓ સાથે વન ટુ વનચર્ચા પછી જ પ્રોત્સાહન આપવામાં આવે છે.
આથી આ યોજના અંતર્ગત આવતા તમામ એકમો માટે કોઈ જીએસટી વળતર આપવામાં આવશે નહી અને બિન જીએસટી પ્રકૃતિના પ્રોત્સાહનો આપવામાં આવશે તેમ એક અધિકારીએ જણાવ્યું હતુ. ઉત્પાદન શ‚ કરવા પહેલા રોકાણના હેતુની અભિવ્યકિત કોઈ પણ પ્રોત્સાહન યોજના હેઠળ આવતા એકમોમાંથી લેવામાં આવે છે. જેનાથી સરકાર ભવિષ્યમાં રાજય પર નાણાંકીય જવાબદારીનું મૂલ્યાંકન કરી શકશે અને તે જ રીતે પ્રારંભીક રીતે નીતિના નિર્ણયો લેશે. જો કે, જો કોઈ એકમએ કોઈ બાંધકામ શ‚ કર્યું નથી અથવા ઘણુ ઓછુ બાંધકામ કર્યું હોય તો તેને જીએસટી ભરપાઈ નહી પરંતુ અન્ય કોઈ પ્રકૃતિનો પ્રોત્સાહન મળે તેવી જ આ પ્રોત્સાહન નીતિઓમાં સુધારણા કરવામાં આવવાની સંભાવના છે.