આગામી ત્રણ વર્ષમાં 2.7 કરોડથી વધુ મોતિયાની સર્જરી અને બેકલોગ દૂર કરવા સરકારની ઝુંબેશ
અંધત્વના વ્યાપને ઘટાડવાના પગલે સરકાર અંધત્વ અને ગંભીર દૃષ્ટિની ક્ષતિ માટે લગભગ એક કરોડ મોતિયાની શસ્ત્રક્રિયાઓના બેકલોગને દૂર કરવા માટે એક વિશેષ ઝુંબેશનું આયોજન કરી રહી છે,જે કોવિડ-19 સમયગાળા દરમિયાન હાથ ધરવામાં આવી ન હતી, જે હાલ અમલીકરણ માટે વેગવન્તિ બની છે.
આરોગ્ય મંત્રાલયે રાજ્યોને કહ્યું છે કે આગામી ત્રણ વર્ષમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં વધારાની શસ્ત્રક્રિયાઓ હાથ ધરવામાં આવે જેથી કરીને નેશનલ પ્રોગ્રામ ફોર કંટ્રોલ ઓફ બ્લાઈન્ડનેસ એન્ડ વિઝ્યુઅલ ઈમ્પેરમેન્ટ હેઠળ બેકલોગ દૂર થાય.આગામી ત્રણ વર્ષમાં 2.7 કરોડથી વધુ મોતિયાની સર્જરી કરવાની યોજના છે.
આ વર્ષે જૂનથી દેશના દરેક બ્લોક અને જિલ્લામાં વિશેષ અભિયાન શરૂ કરશે અને યોજના અનુસાર, 2022-23 દરમિયાન લગભગ 75 લાખ મોતિયાની શસ્ત્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે, જ્યારે 2023-24 અને 2024-25 માટે અનુક્રમે 90 લાખ અને 105 લાખ સર્જરીઓનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અભિયાન માટે, રાષ્ટ્રીય આરોગ્ય મિશન હેઠળ રાજ્યોને જરૂરી ભંડોળ સહાય પૂરી પાડવામાં આવશે અને અભિયાનમાં જાહેર અને ખાનગી ક્ષેત્રની હોસ્પિટલો બંનેની ભાગીદારી જોવા મળશે.જેનો પૂરતો લાભ દેશ ના આંખથી પીડિત લોકો લઈ શકશે. તેમજ આંખોની સમસ્યાના નિવરણ થશે અને તત્કાલ સારવાર ની વ્યવસ્થા પણ ઉભી થઇ શકશે.