મીડિયા હાઉસ દ્વારા પોઝીટીવ-નેગેટીવ અને તટસ્થ અહેવાલો પર બારીક નજર રાખવા સરકારનું પગલું
કેન્દ્ર સરકારે ફુક ન્યુઝ પ્રસિઘ્ધ કરી સરકારને બદનામ કરતા પત્રકારિત્વ પર અંકુશ મેળવવા સમગ્ર દેશનાં ૭૧૬ જીલ્લાઓમાં સ્થાનીક છાપા,ચેનલો અને એફ.એમ. રેડીયો સ્ટેશન સહીત સોશ્યલ મિડિયા પર નજર રાખવા એકઝયુકીટીવ મોનીયોની નિમણુંક કરી અપની દુકાન ખોલવા નકકી કર્યુ છે.
કેન્દ્ર સરકારના ઇન્ફોર્મેશન અને બ્રોડ કાસ્ટીંગ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છેે. જેમાં તમામ જીલ્લામાં પ્રસિઘ્ધ થતા છાપાઓ, સ્થાનીક ન્યુઝ ચેનલ, એફ.એમ. રેડીયો સ્ટેશન અને અન્ય સોશ્યલ મિડીયા સરકાર પ્રત્યે કેવો અભિગમ ધરાવે છે અને કયા મીડીયા હાઉસ નેગેટીવ, પોઝીટીવ કે તપસ્થ પત્રકારિત્વ કરે છે તેના પર નજર રાખવા એકઝયુકીટીવ મોનીટર્સને જવાબદારી સોંપી જીણામાં જીણી બાબત પર નજર રાખશે.
વધુમાં કેન્દ્ર સરકારનાં મોનીટર્સ દ્વારા તમામ અખબારો, ચેનલો એફ.એમ. રેડીયો ના ૩૬૦ ડીગ્રી એન્ગલ એટલે કે તેમના દ્વારા પ્રસિઘ્ધ થતા સમાચારોની પ્રત્યેક હિલચાલ પર નજર રાખવામાં આવશે અને ફેક ન્યુઝ પર ખાસ નજર રાખી દૈનિક છ રીપોર્ટ કેન્દ્ર સરકારને મોકલશે સાથો સાથ વેબસાઇટ, બ્લોગ અને અન્ય સોશ્યલ મિડિયા પર પર બારીકાઇથી નજર રાખશે.
ઉલ્લેખનીયએ કે કેન્દ્ર સરકારના આઇએન્ડબી ડિપાર્ટમેન્ટ દ્વારા હાલમાં આ દિશામાં નકકર કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. અને પ્રારંભીક તબકકે સરકારે સ્થાનીક, છાપા, ટીવી ચેનલ, સોશ્યલ મિડીયા અને એમ.એફ. રેડીયો પર નજર રાખવા રૂ ૨૦ કરોડનું ભંડોળ પણ ફાળવી દીધું હોવાનું સુત્રોએ અંતમાં જણાવ્યું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com