લોકોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરાવવા તરફ સરકારનું વધુ એક પગલું

શહેરી વિસ્તારમાં સ્લમ રીહેબીલીયેશન, પીપીપી યોજના અને ટ્રાન્સફરેબલ ડેવલોપમેન્ટ સર્ટીફીકેટ (ટીડીઆર)વધુ અસરકારક

સરકાર દ્વારા હાઉસીંગ ફોર ઓલ એટલે કે લોકોને તેમના ઘરના ઘરનું સ્વપ્ન પુરૂ થાય તે માટે ગુજરાત સરકાર નજીકના સમયમાં નવી હાઉસીંગ પોલીસી લાગુ કરે તેવી શકયતા જોવાઈ રહી છે. કારણ કે મોદી સરકાર દ્વારા આગામી ૨૦૨૨ સુધીમાં ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થાય તે લક્ષ્ય પણ રાખવામાં આવ્યો છે. નવી હાઉસીંગ પોલીસી અંતર્ગત જયારે વાત કરવામાં આવે તો રીયાલીટી સાથે સંકળાયેલા લોકોને અનેકવિધ ઈન્સેન્ટીવો આપવામાં આવશે જેથી તેઓ એર્ફોડેબલ હાઉસીંગ સ્કિમમાં રોકાણ કરી શકે.

આ તકે વિગતો સામે આવી રહી છે કે જે કોઈ ખરીદનાર ૧ લાખ એર્ફોડેબલ હાઉસીંગ મકાનોની ખરીદી કરશે તો તેઓને અનેકવિધ લાભો પણ અપાશે. સુત્રોનાં જણાવ્યા અનુસાર સમગ્ર દેશમાં ગુજરાત રાજય એકમાત્ર એવું રાજય છે કે જે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નવા મકાનો બનાવી રહ્યું છે. સરકાર દ્વારા ઘણી ખરી એવી યોજનાઓ રીયલ એસ્ટેટ ક્ષેત્રને અસરકર્તા બની રહે તે જોતા પણ બનાવવામાં આવશે તેવું લાગી રહ્યું છે. લોકો કે જેઓ આવાસ યોજનાનો લાભ લેવા માંગે છે તેઓને શહેરી વિસ્તારમાં જ એર્ફોડેબલ હાઉસીંગ યોજનાનો લાભ મળે તેમાં સૌથી વધુ રસ છે ત્યારે હાલના તબકકે આ તમામ પ્રકારની આવાસ યોજનાઓ શહેરથી દુર બનતી નજરે પડે છે ત્યારે ઘણા ખરા એવા ઉપાયો પણ આપવામાં આવ્યા છે જેથી આવાસ યોજના શહેરથી દુર નહીં પણ શહેરની અંદર જ બને. જેના માટે શહેરી વિસ્તારોમાં જે એન્ક્રોચમેન્ટ જોવા મળી રહ્યા છે તેના પર સરકાર જો ધ્યાન કેન્દ્રિત કરે અને સ્લમ રીહેબીલીયેશન યોજનાને અમલી બનાવે તો જે પ્રશ્ર્ન એર્ફોડેબલ હાઉસીંગને લઈ ઉદભવિત થઈ રહ્યો છે તેનું પણ નિરાકરણ ત્વરીત થઈ શકે.

7537d2f3

શહેરી વિસ્તારોમાં સરકારી જગ્યાઓ પર અને ખાનગી જગ્યાઓ પર ઘણાખરા દબાણો જોવા મળી રહ્યા છે. આવાસ યોજના માટે પીપીપી યોજના પણ એટલી જ અસરકારક સાબિત થઈ શકે તેવું લાગી રહ્યું છે. સરકાર જો બિલ્ડરોને એફએસઆઈમાં મદદરૂપ થાય તો ઘણા ખરા મુદાઓ અને પ્રશ્ર્નોના અંત આવી શકે છે. ફલોટીંગએફએસઆઈ પર જો ધ્યાનકેન્દ્રિત કરવામાં આવેતો ફલોટીંગ એફએસઆઈ એટલે કે જે કોઈ બિલ્ડરજે-તે જગ્યા પર ચણતર કરીર હ્યાહોય અને તેમાં જો એફએસઆઈ વધેતોતે અન્યપ્રો જેકટમાં તે એફએસઆઈનો ઉપયોગ કરી શકે છે જેથી શહેરી વિસ્તારોમાં પણ મોટા હાઈરાઈઝ બિલ્ડીંગો બની શકે. એફએસઆઈ એટલે કે ફલોટીંગ ફલોર સ્પેસ ઈન્ડેકસ. એવી જ રીતે ટીડીઆર યોજના પણ રીયલ એસ્ટેટ સાથે સંકળાયેલા બિલ્ડરો માટે એટલી જ ઉપયોગી સાબિત થશે. ટીડીઆર (ટ્રાન્સફોલેબર ડેવલોપમેન્ટ રાઈટસ)નો ઉપયોગ મુખ્યત્વે રોડની પહોળાઈ, પ્લે ગ્રાઉન્ડ સ્કુલ, ઈતિયાદી બનાવવા માટે  કરવામાં આવતો હોય છે. લેન ઈકવીઝીશન કરવા માટે ઘણો ખરો સમય લાગતો હોય છે ત્યારે જો ટીડીઆર મળવાપાત્ર હોય તો સમયમાં પણ બચત થાય છે અને કામ ઝડપભેર પૂર્ણ થઈ શકે છે. ટીડીઆર સર્ટીફીકેટ કોઈપણ બિલ્ડર વહેંચી શકે છે.

સરકાર દ્વારા જે સ્વપ્ન સેવવામાં આવ્યું છે તેને પરીપૂર્ણ કરવા માટે પ્રાઈવેટ બિલ્ડરો મદદગાર થાય તે હેતુસર તેઓને સરકારી યોજના સહિત અનેકવિધ લાભો મળતા રહે તે દિશામાં પગલાઓ લેવામાં આવી રહ્યા છે. દેશનાં અર્થતંત્રને વેગવંતુ બનાવવા માટે રીયલ એસ્ટેટ ક્ષેત્ર ખુબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ત્યારે આગામી ૨૦૨૨ સુધીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે લોકો માટે ઘરના ઘરનું સ્વપ્ન છે તેને પુરુ કરવા માટે ગુજરાત સરકાર નવી હાઉસીંગ પોલીસી અમલી બનાવશે જેમાં કયાંકને કયાંક બિલ્ડરોને પણ ફાયદો થતો હોય તેવુ લાગી રહ્યું છે.

સરકારી સુત્રોનાં જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘણાખરી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારી એકમો જેવા કે મ્યુનિસિપલ કોર્પોરેશન અને મ્યુનિસિપાલ્ટી કે જે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો બનાવી રહ્યું છે ત્યારે જમીન માટે પણ અનેકવિધ પ્રશ્ર્નો ઉદભવિત થઈ રહ્યા છે. અર્ફોડેબલ હાઉસીંગને લઈ જે મકાનો બનાવવામાં આવે છે તે શહેરી વિસ્તારથી અત્યંત દુર બનતા હોય છે જેનાથી અનેકવિધ તકલીફો અને સમસ્યાઓનો સામનો રહેવાસીઓએ કરવો પડે છે. હાલ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સરકાર ઈન્ટ્રેસ સબસીડી હાઉસીંગ લોન ઉપર આપી રહ્યું છે. હાલ સરકાર દ્વારા પ્રપોઝ પોલીસી બહાર પાડવામાં આવી છે તેમાં જે કોઈ આવાસ યોજનાના મકાનો પ્રાઈવેટ બિલ્ડરો દ્વારા બનાવવામાં આવશે તો તેમાં પણ સરકાર તેમને લાભાન્વિત કરશે. સરકારનું લક્ષ્ય છે કે આવાસ યોજના હેઠળ આવતા લોકોને મહતમ નાણાકિય ફાયદો અને તે અંગેના ઈન્સેટીવ મળતા રહે.

એર્ફોડેબલ હાઉસીંગમાં આવતા ખાનગી બિલ્ડરોને સરકાર તરફથી વધુ એફએસઆઈ અને અન્ય ઈન્સેન્ટીવો પણ આપવામાં આવશે જે હાલની સ્થિતિ કરતા વિશેષ મહત્વપૂર્ણ બની રહેશે. સરકારી આંકડા મુજબ શહેરી વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૫.૨૪ લાખ મકાનો બનાવવા માટેનું પ્લાનીંગ કરવામાં આવ્યું હતું જેમાંથી ૨.૭૦ લાખ મકાનો બની ગયેલા છે જયારે બાકી રહેતા ૨.૫૪ લાખ મકાનો પૂર્ણ થવાના આળે છે જે આગામી ૨૦૨૧ સુધીમાં પૂર્ણ થવાનો નિર્ધાર પણ કરવામાં આવી રહ્યો છે. કારણકે પ્રધાનમંત્રી આવાસ યોજના માટેની ડેડલાઈન ૨૦૨૨ રાખવામાં આવી છે. ગત બે વર્ષની સરખામણીમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ અને અર્બન લોકલ બોડીઝનાં સંયુકત ઉપક્રમે કુલ ૩૦,૦૦૦ એર્ફોડેબલ મકાનો બનાવવામાં આવ્યા છે જે ૧૧ લાખ અને ૧૯ લાખની કેટેગરીમાં તેનો સમાવેશ થઈ રહ્યો છે જયારે બાકી રહેતા અન્ય મકાનોનું કામકાજ હજુ પણ ચાલુ છે જે નજીકના સમયમાં પૂર્ણ થશે તેવું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.