ગુડસ એન્ડ સર્વિસીસ ટેકસ (જીએસટી) હેઠળ જે નાણાંકીય પ્રોત્સાહનો આપવામાં આવે છે તે સુવ્યવસ્થિત કરવા માટે ગુજરાત સરકારે ગુરુવારે એક નવો ઠરાવ પસાર કર્યો છે જે યોજનાની જાહેરાત કરે છે. જેના દ્વારા તે રાજય ગુડસ એન્ડ સર્વિસીસ ટેકસ તથા વેલ્યુ એડેડ ટેકસ હેઠળ અગાઉ કરેલા ઓપ્સનાં બદલામાં ચુકવણી કરી હતી.

સરકાર દ્વારા કાળજીપૂર્વક વિચારણા કર્યા પછી સરકાર એસ.જીએસટીની ભરપાઈની જાહેરાત કરી છે અને નેટ એસજીએસટીની ભરપાઈના રૂપમાં પ્રોત્સાહનો માટે પઘ્ધતિઓ, વેટ/ સીજીએસટીની ભરપાઈની જગ્યાએ આવરી લેવાયેલી. એકમોનાં સંદર્ભમાં ઔધોગિક નીતિ માટે ગુજરાત સરકારે જીઆર બહાર પાડયો છે.

વળતર માટે નેટ જીએસટીને ધ્યાનમાં લેવાનો અર્થ એ છે કે એકમ માત્ર ઉત્પાદનો વેચવા પર એસજીએસટીની આઉટપુટની જવાબદારી સામે રોકડ ખાતાધારક દ્વારા ચુકવવામાં આવેલી એસજીએસટીની ભરપાઈ માટે પાત્ર હશે. યોગ્ય એકમોએ સૌ પ્રથમ તેના ખાતામાં ઉપલબ્ધ તમામ લાયક આઈટીસીનો ઉપયોગ કરવો પડશે તેમ જીઆરમાં જણાવવામાં આવ્યું છે.

ઉધોગો અને ખાણો વિભાગનાં સુત્રોએ જણાવ્યું હતું કે, ગુરુવારે જાહેર કરાયેલા જીઆર દ્વારા એસજીએસટીમાં ટકાવારીનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જે જુનનાં બદલામાં ભરપાઈ કરવામાં આવશે. જયારે એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં વિભાગ એસજીએસટીની ભરપાઈની વિગત દર્શાવતી ટેબલ સાથે બહાર આવશે તેમ સુત્ર પ્રમાણે જણાવવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, રાજયનાં ઉધોગ અને વેપારીઓને પડકારોનો સામનો કરવો પડયો હતો. કારણકે રાજય સરકારે લગભગ એક વર્ષથી વેટ શાસન હેઠળ આપવામાં આવેલા તમામ નાણાકીય પ્રોત્સાહનોને બંધ કરી દીધા હતા. ઉધોગોનાં ખેલાડીઓએ ઉધોગ અને પ્રોત્સાહનો તરીકે ચુકવેલા એસજીએસટી સામે લઘુતમ ૫ ટકા વળતરની માંગ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.