વૈશ્ર્વિક ઘટનાઓ પર ભારતના મંતવ્યો અને દેખાવ રજુ કરવા સરકાર ૭૫ કરોડના ખર્ચે એક હાઇ એન્ડ ડીજીટલ પ્લેટફોર્મ વિકસાવશે
વૈશ્ર્વિક ઘટનાઓ પર ભારતની વર્તુણક અને દેખાવ રજુ કરવા માટે મોદી સરકાર એક હાઇ એન્ડ ડિજીટલ પ્લેટફોર્મ લોન્ચ કરશે. આ ડીજીટલ ચેનલ લોન્ચ કરી મોદી સરકાર એક કાંકરે અનેક પક્ષીઓ મારશે. આ ઉપર લગભગ ૭૫ કરોડનો ખર્ચ થવાનો અનુમાન છે.
પ્રસાર ભારતીના ચેરમેન એ સૂર્ય પ્રકાશની આગેવાની વાળી એક કમિટીને આ ડીજીટલ ચેનલ વિકસાવવાના વિચાર પર ચર્ચા કરી હતી અને પ્રસાર ભારતી બોર્ડે તાજેતરમાં તેને મંજુરી આપી છે. તેના કોન્સેપ્ટ નોટની અનુસાર આ ડીજીટલ ચેનલ તેના તાકતવર કાર્યક્રમો અને ચર્ચાઓ દ્વારા વિદેશી મિડીયામાં ભારતની વિરુઘ્ધ ના મંતવ્યોને ચેતવણી આપશે. આ દ્વારા વૈશ્ર્વિક ઘટનાઓ પર ભારતના મંતવ્યને પણ રજુ કરાશે. કમિટિના સદસ્યોમાં પ્રસાર ભારતી બોર્ડના સભ્યો સુનીલ અલધ, સ્વરાજય મેગેજીનના એડિટોરિયલ ડાયરેકટર આર. જગન્નાથ, યુનિવર્સીટી ઓફ સેન ફ્રાન્સિકોના પ્રોફેસર વાનસી જુલુરીનો સમાવેશ કરાયો છે. સુર્ય પ્રકાશે જણાવ્યું કે, આ ડીજીટલ પ્લેટફોર્મ વૈશ્ર્વિક મંતવ્યો બનાવનારા વૈશ્ર્વિક પ્રભાવ રાખનારી મિડીયા, ભારત પર ફોકસ કરનારા સંશોધકો, વૈશ્ર્વિક શિક્ષાવિદો અને ગ્લોબલ થિંક-ટેક માટે ભારતનું મંતવ્ય જાણવા તરીકે કામ કરશે. તેમણે કહ્યું કે, પ્રસાર ભારતી બોર્ડના સદસ્ય શશિ શેખર વેમ્પતિએ સૌ પ્રથમ આ કોન્સેપ્ટ રજુ કર્યો હતો.
યુપીએની પાછલી સરકારે એક ગ્લોબલ ન્યુઝ ચેનલ શ‚ કરવાનો વિચાર કર્યો હતો. પરંતુ આ પર કામ થયું નથી. પ્રસાર ભારતી કમિટીના રિપોર્ટમાં એ વિનંતી કરાઇ હતી કે, પ્રપોઝર્ડ ડીજીટલ પ્લેટફોર્મ કંપની એકટ ૨૦૧૩ હેઠળ એક ઉપયુકત કોર્પોરેટ સ્ટ્રકચર હેઠળ બનાવવામાં આવે જે ફાઇનાન્શિયલ ઓટોનોમીની સાથે વૈશ્ર્વિક કોમ્પ્પીરીટીવનેસને પણ સુનિશ્ર્ચિત કરે આ માટે ત્રણ વર્ષના સમય ગાળામાં દર મહિને ૧ થી ૧૦ કરોડ પેઝ છે.૧૦ લાખ મોબાઇલ એપ ડાઉનલોન અને ૧૦ લાખ યુટયુબ સબસ્કાઇબર્સનો લક્ષ્યાંક રખાયો છે.