સરકારે દેશભરમાં દવા બનાવતી કંપનીઓની ગુણવત્તા જાળવવા માટે ઈન્સ્પેકશન શરૂ કર્યું
ભારતીય કંપની દ્વારા નિર્મિત કફ સીરપથી ગામબિયામાં 60 બાળકોના મોત નિપજતા અરેરાટી વ્યાપી , સરકારી લેબોરેટરીમાં સેમ્પલ ‘પોઝિટિવ’ આવ્યા
સતત એ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરતી હોય છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ પણ પ્રકારે ચેડા ન થાય અને જે દવા બનાવવામાં આવે તે કોઈ નબળી ગુણવત્તાવાળી ન બને પરંતુ ગામબીયા ખાતે 60 બાળકોના મોત ભારતીય બનાવટની દવાના સેવનથી થતા અરેરાટી માંથી જવા પાની છે ત્યારે સરકારે સમગ્ર રાષ્ટ્રમાં દવા ઉત્પાદન કરતી કંપનીઓ ઉપર તપાસ હાથ ધરશે જેમાં અનેકવિધ મુદ્દાઓને ધ્યાને લેવામાં આવશે.
ભારતીય કંપની મેઇડન ફાર્માસ્યુટિકલ્સને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા ગામ્બિયામાં કથિત રીતે બાળકોની હત્યા કરતી દવાઓની નિકાસ માટે દોષિત ઠેરવવામાં આવ્યાના દિવસો બાદ સરકારનું આ પગલું આવ્યું છે.ભારતે દવાના ઉત્પાદનમાં આવતી સમસ્યાઓ – ટ્રેડમાર્ક ઉલ્લંઘન, બિલ વિના દવાઓનું વેચાણ, રસીદ વિના કાચો માલ ખરીદવો, ગુણવત્તા અનુપાલન મુદ્દાઓ અને બનાવટી દવાઓનું ઉત્પાદન અને ઘણી બધી સમસ્યાઓ શોધવા માટે વિશાળ ઝુંબેશ શરૂ કરી છે. આરોગ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, જોખમ આધારિત અભિગમ મુજબ ઓળખાયેલ દવા ઉત્પાદન એકમોમાં ઓડિટ અને દરોડા પાડવા માટે રાજ્ય ઔષધ નિયંત્રણ વહીવટીતંત્ર સાથે છ ટીમો બનાવવામાં આવી છે.
તપાસ, રિપોર્ટિંગ અને ફોલો-અપની પ્રક્રિયાની દેખરેખ રાખવા માટે સર્વોચ્ચ ડ્રગ રેગ્યુલેશન બોડી, સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) માં બે સંયુક્ત દવા નિયંત્રકોની એક સમિતિની રચના કરવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ.મનસુખ માંડવિયાના નેતૃત્વમાં ફાર્મા કંપનીઓ પર કડક કાર્યવાહી કરવાના હેતુથી આ પગલું લેવામાં આવ્યું છે. બાળકોના જે મોત થયા તે દવાના સેમ્પલને સરકારી લેબોરેટરીમાં પણ મોકલવામાં આવ્યા હતા જ્યાં તેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે હજુ એ વાતનો કોઈ સંદેશો લગાવવામાં આવ્યો નથી કે સરકાર દ્વારા કેટલા યુનિટોને આ અંગે જાહેર કરવામાં આવ્યા છે. એ વાત સ્પષ્ટ છે કે હવે જે પણ દવા ઉત્પાદન કરતી કંપનીઓ ગુણવત્તા સાથે શેરથાડ કરશે તો તેના ઉપર આખલા પગલા પણ લેવામાં આવશે.