ર૧મી સદીના વિશ્વમાં હવે દિન પ્રતિદિન વધતા જતા ઇન્ટેરનેશનલના વ્યાપ વચ્ચે કેન્દ્ર સરકારે સૌ પ્રથમવાર ઇન્ટરનેટના દુરુપયોગનો કડક કાયદા ની કવાયત હાથ ધરી છે. કેન્દ્ર સરકારે આ અંગે સોમવારે સુપ્રિમ કોર્ટેને જણાવ્યું હતું કે એ જાન્યુઆરીના અંત સુધીમાં ઇન્ટનેટના દુરુપયોગની ચકાસણી અને તેના માટે નવી કાયદાકીય જોગવાઇનો મુસદ્દો તૈયાર કરી રહી છે જે લોકતંત્રને નુકશાનકારક પારદર્શક શ્રેણીઓ અંકુરમાં રાખવાનું કામ કરશે.
કેન્દ્ર સરકારે કોર્ટમાં એક સોગંદનામુ રજુ કરીને જણાવ્યું હતું કે ઇન્ટરનેટના ઉપયોગ સંલગ્ન માર્ગદર્શિકાનો એક નવો મુસદ્દો તૈયાર કરી રહી છે જે ઇન્ટરનેટ સેવા પ્રદાન કરી કંપનીઓ સર્ચ એન્જિન, અને સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ કે જે ઇન્ટરનેટ અને સોશ્યલ મિડિયાની સેવા આપે છે. તેમના માટે પોતાના કાર્યક્ષેત્રના મર્યાદા અને શું કરવું જોઇએ અને શું ન કરવું જોએ તેની વિસ્તૃત માર્ગદર્શિકા તૈયાર કરવી જોઇએ.
સરકાર દ્વારા રજુ કરવામાં આવેલા સોગંદનામામાં ઇલેકટ્રોનિક અને ઇર્ન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયને ઇન્ટરનેટ ના દુરુપયોગથી ઉભી થનારી કોઇપણ પરિસ્થિતિ પર ખાસ નજર રાખવાની તકેદારી અંગે જણાયું છે સરકાર માને છે કે ઇન્ટરનેટના યોગ્ય ઉપયોગ માટે નવા નિયમોની આવશ્કયતા છે જે રાષ્ટ્રની સુરક્ષાના હિતમાં વર્તમાન કે ભવિષ્યમાં ઇન્ટરનેટના દુરુપયોગ થી ઉભી થનારી કોઇપણ નકારાત્મક બાબતો અને મુળભુત અધિકારીઓની સુરક્ષા માટે કાયદાકીય કવચનું કામ કરી શકે છે. આ સોગંદનામામાં મંત્રાલયે જણાવ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી દિન પ્રતિદિન પ્રસિઘ્ધ કરી પ્રતિ મંતવ્ય મંગાવવાની કવાયત હાથ ધરી હતી. મંત્રાલયે અનેક વિથ સંબંધીત મંત્રાલય સાથે ઇન્ટરનેટ અને સોશ્યલ મીડીયા સંલગ્ન મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
સરકારે ચર્ચા વિચારણા અને દરેક મુદ્દાઓ પર ઉંડાણ પૂર્વકની ચર્ચા વિવિધ મુદ્દાઓ પર પરામર્શ કર્યા બાદ આ મુસદરને અંતિમ એતા આપવા માટે જરુરી ત્રણ મહીના સમયગાળા દરમિયાન ઇન્ટરનેટનો દુરુપયોગ પર અંકુશ મુદ્દાની કાયદાકીય વ્યવસ્થાની જોગવાઇના નવા મુસદ્દા પર અંતિમ તબકકાની કામગીરી શરુ કરી હતી.
કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટને એ વાત નિર્દેશ આપ્યો હતો. સરકાર આવતા વર્ષના જાન્યુઆરીના અંત સુધીમાં ઇન્ટરનેટના દુરુપયોગની ચકાસણી અને તેના નિયંત્રણ થકી નફરતનું રાજકારણ અને નિવેદનો ખોટા સમાચાર, જાહેર સુલહે શાંતિ ભંગ થાય તેવી પ્રવૃતિઓ, દેશ વિરોધી પ્રવૃતિઓ પર અંકુશ મુકવા માટે આ કાયદો અસરકારક શસ્ર તરીકે ઉપયોગી જશે.