શુ દિવાલ ઉપર લખેલું સૂત્ર સરકાર વાંચી શકશે ?

સમય બાદ સ્વીકારવાના બદલે આ પ્રકારે ક્રિપટોને આવકારી લેવું જોઈએ, ઘણા રોકાણકારો ક્રિપટો સાથે જોડાયેલા છે.

દિનપ્રતિદિન ડિજિટલ કરન્સીને લઈ ઘણા પ્રશ્નો સામે આવી રહ્યા છે ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે સરકાર ક્રિપટોને સ્વીકારવામાં મોડું ન કરી લ્યે. એટલું જ નહીં તો દિવાલ ઉપર નું લખેલું સૂત્ર સરકાર વાંચી શકશે ખરા ? બીજી તરફ સૌથી મોટી વાત તો એ પણ છે કે ઘણા રોકાણકારો આ ડિજિટલ કરન્સીમા રોકાણ કરી રહ્યા છે ત્યારે જો ડિજિટલ કરન્સી ક્રિપટોને સ્વીકારવામાં સરકાર મોડું કરી દેશે તો ઘણું ખરું ગુમાવવું પણ પણ છે અને કદાચ દેશમાં અંધાધૂંધી પણ ફેલાય શકે છે. સમગ્ર વિશ્વમાં ક્રિપટોમા રોકાણ કરનારાઓની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે ત્યારે યોગ્ય નીતિ નિયમો સાથે જો સરકાર તેને નહીં અપનાવે તો ઘણા અંશે સરકારને રેવન્યુલોસ પણ થઈ શકે છે. અરે આ તમામ મુદ્દાને ધ્યાને લઇ સરકાર દ્વારા યોગ્ય નીતિ નિયમોને અમલી બનાવવા પડશે તને સંસદમાં તે અંગે બિલ પણ રજુ કરવું પડશે.

બીજી તરફ બીજો સૌથી મોટો પ્રશ્ન એ પણ છે કે જો ક્રિપટોએ સરકાર માન્યતા આપે છે તો તેના પર નિયંત્રણ કેવી રીતે રાખી શકાય તે મુદ્દે પણ વિવિધ જવાબો સરકારે આપવા અનિવાર્ય છે. આ મુદ્દે સરકારી સૂત્રોમાંથી એ વાત પણ સ્પષ્ટ થઈ રહી છે કે ભારતમાં પ્રાઇવેટ ક્રિપટોને સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવશે અને સરકાર તેનું પોતાનું ક્રિપ્ટો કરન્સી લોકોને આપશે. હાલ ડિજિટલ કરન્સી ને લઇ સરકાર પર દબાણ પણ વધુ માત્રામાં જોવા મળી રહ્યું છે ત્યારે આ મુદ્દે યોગ્ય નીતિ નિયમોની અમલવારી થાય તે દિશામાં હાલ ચર્ચા અને વિચારણા કરવામાં આવે છે. સંસદમાં ક્રિપટો બિલને રજૂ કર્યા પહેલા સરકારે બ્લોક ચેઇન ટેકનોલોજી અંગે પણ વિગતવાર ચર્ચા કરવી પડશે અને તે દિશામાં કાર્ય હાથ ધરવા પડશે.

  • શુ ક્રિપ્ટોની ખરીદી અને વેચાણ સ્વતંત્ર રીતે કરી શકાશે.
  • ભારત અને અન્ય દેશોના ક્રિપ્ટોમાં જે ભાવ ફેર આવશે, તેને સંતુલિત રખાશે કે કેમ ?
  • ક્રિપટોકરન્સીના અસ્તિત્વ માટે ક્યાં દસ્તાવેજો માન્ય રાખવામાં આવશે.

બીજી તરફ એ વાતની પણ સ્પષ્ટતા થઇ રહી છે કે ક્રિપટો બેકડ ટેકનોલોજી ભવિષ્ય ની જરૂરિયાત છે ત્યારે આ જરૂરિયાતને સંપૂર્ણ રીતે પૂરી કરવા માટે સરકાર દ્વારા તેના પરનું નિયંત્રણ રાખવું એટલું જ અનિવાર્ય છે. સામે પાંચ એવા પણ પ્રશ્નો ઉભા થયા છે જેમાં ક્રિપટો એક્સચેન્જને લાઈ સરકારે જવાબ આપવા ખૂબ જરૂરી છે. તો દરેક મુદ્દા વો અને જે વાતચીતો હાલ સમગ્ર દેશમાં થઈ રહી છે તેનાથી એ વાત સ્પષ્ટ છે કે ભારતમાં પણ એક જ ક્રિપ્ટો કરન્સી હશે કે જે આરબીઆઇ દ્વારા રજૂ કરવામાં આવશે.

સંસદમાં આ બિલ રજૂ થયા બાદ તેને કાયદા માં રૂપાંતરિત થવા માં થોડા અંશે સમય પણ લાગશે પરંતુ સરકારે પ્રશ્ન વારંવાર પ્રભાવિત થઈ રહ્યા છે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જરૂરી છે. સાથોસાથ એ પ્રશ્નો પણ સામે આવી રહ્યા છે કે શું ટોનિક ખરીદી અને વેચાણ સ્વતંત્ર રીતે કરી શકાશે કે કેમ ? બીજી તરફ ભારત અને અન્ય દેશોના ક્રિપટોના ભાવમાં અનેક અંશે બદલાવ હોવાથી તું તેને સંતુલિત રખાશે? ક્રિપટોકરન્સી નું અસ્તિત્વ જો ઉદભવી થાય તો તેના માટે ક્યાંય દસ્તાવેજો હશે ? ન ઉપર સરકારે જવાબ દેવો ખૂબ જ જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.