દેશનું ૮૫ ટકા હુંડિયામણ ક્રુડ ઓઈલની ખરીદીમાં જ ખર્ચાઈ છે ત્યારે ક્રુડનું સ્ટોરેજ દેશને આર્થિક રીતે અત્યંત ફાયદાકારક સાબિત થશે
વિશ્વ બજારમાં ખુબ જ સસ્તા ભાવે ભારત દેશે ક્રુડ ઓઈલની ખરીદી કરી છે અને તેને અનેકવિધ ઠેકાણે સ્ટોર પણ કરી હોવાનું સામે આવ્યું છે ત્યારે બીજી તરફ પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનાં જણાવ્યા મુજબ દેશ તેના રીઝર્વ ઓઈલનો જથ્થો અમેરિકામાં સ્ટોર કરશે તે અંગે શકયતા પણ સેવાઈ રહી છે. બીજી તરફ ભારત દેશ તેની સ્ટોરેજ કેપેસીટી વધારવા વધુ ૬.૫ મિલીયન ટનની કેપેસીટીમાં વધારો કરશે. ભારત દેશે ક્રુડ ઓઈલનાં સ્ટોરેજ પૂર્વે ૮૫ ટકાનું હુંડિયામણ ક્રુડ ઓઈલની ખરીદીમાંથી ખર્ચાતું હતું પરંતુ હવે ક્રુડ ઓઈલનું સ્ટોરેજ થતાની સાથે જ હુંડિયામણની બચત થશે જે આર્થિક રીતે દેશની અર્થવ્યવસ્થાને મજબુત બનાવવા માટે અસરકારક સાબિત થાય તેવું પણ માનવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા આ વર્ષનું જે બજેટ રજુ કરવામાં આવ્યું તે મુખ્યત્વે ફિસકલ ડેફીસીટ ઉપર આધારીત રહેલું છે ત્યારે સરકારનું ક્રુડ ઓઈલ મારફતે લેવામાં આવેલું પગલું દેશની અર્થવ્યવસ્થા માટે અત્યંત લાભદાયી નિવડશે.
હાલ અમેરિકા પાસેથી સસ્તા ભાવે મળી રહેલા બળતણને સંગ્રહ કરવા માટે વ્યૂહાત્મક નીતિ અપનાવશે સરકાર બળતણ વિદેશમાં અલગ અલગ જગ્યાએ બળતણની સંગ્રહ ક્ષમતા વધારી ૬૫ કરોડ ટન બળતણ સંગ્રહ કરશે તેમ પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતુ. અમેરિકામાં તેલનાં વ્યૂહાત્મક ભંડારો પૈકીનો અમુક જથ્થો સંધરાયેલો છે તે ભારત ઓછા ભાવે ખરીદ કરશે. એક માસ અગાઉ ઓસ્ટ્રેલીયાએ આવી રીતે બળતણનો જથ્થો સંગ્રહ કર્યો હતો. તેવી જરીતે ભારત પણ આવી નીતિ અપનાવી સસ્તા ભાવના બળતણને ખરીદી વિદેશમાં અલગ અલગ જગ્યાએ સંગ્રહ કરશે.
કેન્દ્રીય પેટ્રોલીયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતુ કે ભારત અમેરિકામાં સસ્તા ભાવે મળી રહેલું તેલ વિદેશમાં જ સંગ્રહ કરવા ઈચ્છે છે સરકાર વ્યૂહાત્મક રીતે અપનાવી વિદેશમાં તેલ સંગ્રહ કરશે તેમણે વધુમાં જણાવ્યું હતુ કે તેલનાં ભાવ ૪૦ ટકા જેટલા ઘટી ગયા છે. પણ છેલ્લા એક અઠવાડીયાથી ઓપેકના દેશો તથા સહયોગીઓએ તેલ ઉત્પાદન ઘટાડતા ભાવ વધી રહ્યા છે. ભારત દૂનિયાનો ત્રીજો મોયો તોલ વપરાશકાર અને આયાતકાર દેશ છે. આપણી પાસે વ્યૂહાત્મક સંગ્રહ ક્ષમતામાં ૫૩ કરોડ ટન તેલ ભરાઈ ગયું છે. અને ૮૫-૯૦ કરોડ ટન બળતણ વિશ્વના અલગ અલગ વિસ્તારોમાં તેલ ટેન્ક્રોમાં રાખ્યુ છે તેમાં પણ મોટાભાગનો તેલનો જથ્થો અખાતમાં છે. ભારતીય રીફાઈનરીઓએ પણ પોતાની ધંધાદારી ટાકાઓ તથા પાઈપલાઈનમાં મોટા જથ્થામાં તેલ સંગ્રહ કરી લીધું છે. ભારતને પોતાની જરૂરીયાતના ૮૦ ટકા તેલનો જથ્થો વિદેશથી આયાત કરવો પડે છે. હાલ આપણે આપણી જરૂરીયાતનો ૨૦ ટકા તેલ તથા તેલ ઉત્પાદનનો જથ્થો સંગ્રહ કરીલીધો છે. ભારત વિદેશમાં નવુ ૬૫ કરોડ ટન તેલ સંગ્રહ કરી શકાય તેવી કાર્યવાહી કરી રહ્યું છષ. આના માટે ભારત વિદેશી રોકાણકારોની પણ મદદ લેશે તેમ પ્રધાને જણાવ્યું હતુ.