સંસદીય સમિતિની ભલામણ: તમામ ૮૮ મંત્રાલયો અને વિભાગોને અપાયા આદેશો
દેશના ૮૮ મંત્રાલયો અને વિભાગો દ્વારા પ્રસંગોપાત માધ્યમોને જાહેર ખબરો આપવામાં આવતી હોય છે. આ જાહેર ખબરો અંગ્રેજી અને સ્થાનિક ભાષામાં હોય છે. હવેથી આવી જાહેરાતોનું હિન્દી વર્ઝન પણ આપવાનો આદેશ કેન્દ્ર સરકારે આપ્યો છે.
માર્ચથી હિન્દીને સત્તાવાર ભાષા જાહેર કરવા માટે રાષ્ટ્રપતિની પરવાનગી આવશ્યક છે. હાલ માહિતી અને પ્રસારણ મંત્રાલયને પ્રિન્ટ મીડિયા એડવર્ટાઈઝમેન્ટ પોલીસી હેઠળ એડવર્ટાઈઝમેન્ટનું ૩૦ ટકા બજેટ ઈંગ્લીશ વર્તમાનપત્રો, ૩૫ ટકા હિન્દી વર્તમાનપત્રો તેમજ ૩૫ ટકા સ્થાનિક અથવા અન્ય ભાષાના વર્તમાન પત્રો માટે અલગ રાખવામાં આવે છે.
સંસદીય સમીતીએ તમામ મંત્રાલયોને તેમની ૫૦ ટકા જાહેરાતો હિન્દી ભાષામાં આપવાની ભલામણ કરી છે. હાલની તકે ૩૧ માર્ચની નોટિફીકેશન હેઠળ ઈંગ્લીશ કે, સ્થાનિક ભાષામાં આપવાની થતી જાહેરાતોનું હિન્દી વર્ઝન પણ જાહેર કરવું આવશ્યક બની જાય છે. આ માટે કેન્દ્ર સરકારે ૮૮ કેન્દ્રીય મંત્રાલયો તેમજ વિભાગોને નોટિફીકેશન પાઠવી દીધી છે.