પરંપરાગત હાઇડ્રોકાર્બન ઇંધણ પેટ્રોલ ડીઝલની અવેજીરૂપ ગ્રીન હાઈડ્રોજનનું ઇંધણ તબક્કાવાર વ્યાપક વપરાશમાં લાવી ઉર્જા ક્ષેત્રે દેશને આત્મ નિર્ભર બનાવવાનું સરકારનું મિશન હવે ‘સ્ટાર્ટ અપ’

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારત હવે આર્થિક મહાસત્તાક બનવા તરફ પગરણ માંડી ચૂક્યું છે ત્યારે ઉર્જા ક્ષેત્રે દેશને વધુમાં વધુ આત્મનિર્ભર બનાવવાની સાથે સાથે ઉદ્યોગિક ઉર્જામાં મૂળભૂત ઈંધણની જગ્યાએ હાઈડ્રો કાર્બન ઇંધણ વાપરી પેટ્રોલિયમ ક્ષેત્રે ખર્ચાતા વિદેશી હુડિયામણ ને બચાવી અર્થતંત્રને સધ્ધર બનાવવાની સાથે સાથે ઉર્જા અને ઉદ્યોગિક ક્ષેત્રે વધુમાં વધુ આત્મનિર્ભર બનવા તરફ દેશ મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે સરકારની વિકાસ અભિલાષા ને સહયોગ આપનાર ઉદ્યોગોએ સરકાર સમક્ષ ગ્રીન હાઈડ્રોજન ના ઇંધણ તરીકેના ઉપયોગ અંગે માંગણી મૂકી છે ત્યારે સરકારે પણ લઘુ નાના મધ્યમ ઉદ્યોગમાં પરંપરાગત ઈંધણના બદલે ગ્રીન હાઈડ્રોજન ના ઉપયોગ માટેની મંજૂરી અંગે કવાયત હાથ ધરી છે અને ટૂંક સમયમાં જ સરકાર ઉદ્યોગ માટે ગ્રીન હાઈડ્રોજન ના ઉપયોગની પરવાનગી આપે તેવા સંજોગો દેખાઈ રહ્યા છે

દેશના ઉદ્યોગ જગત ની માંગણીને લઈને ઉદ્યોગોમાં હાઇડ્રોજનના ઉપયોગ અંગેનો આદેશ ટૂંક સમયમાં કેબિનેટની મંજૂરી માટે મોકલવામા આવશે દેશના ઉર્જા અને પુન સર્જિત ઊર્જાના પ્રધાન, આર.કે. સિંહે જાહેરાત કરી છે કે ઉદ્યોગોમાં ગ્રીન હાઇડ્રોજનનો ઉપયોગ ફરજિયાત કરવાની દરખાસ્ત કેબિનેટની મંજૂરી માટે મોકલવામાં આવી છે.  સિંહે સરકારના એક મોટા અને ક્રાંતિકારી નિર્ણયના સંકેતો આપીને જણાવ્યું છે કે ઘણા ઉદ્યોગો ને ગ્રીન હાઈડ્રોજન ના વપરાશમાં રુચિ ઊભી થઈ છે ત્યારે ગ્રીન હાઈડ્રોજન ના વપરાશને તબક્કાવાર સમગ્ર દેશના ઉદ્યોગોમાં ફેલાવીને પર્યાવરણની સાથે સાથે અર્થતંત્રને પણ ખૂબ જ મોટો ફાયદો થશે

પાવર અને રિન્યુએબલ એનર્જી મિનિસ્ટર આરકે સિંહે ગુરુવારે જણાવ્યું હતું કે કેટલાક ઉદ્યોગો માટે ગ્રીન હાઇડ્રોજનનો ઉપયોગ ફરજિયાત કરવા અંગેનો પ્રસ્તાવ ટૂંક સમયમાં કેબિનેટની મંજૂરી માટે મોકલવામાં આવશે.

ઉર્જા ક્ષેત્રે ગ્રીન હાઈડ્રોજન ના ઉપયોગ થી આર્થિક અને ઔદ્યોગિક ક્ષેત્રે મોટી ક્રાંતિ સર્જાશે શરૂઆતમાં વૈકલ્પિક ઇંધણ ની મંજૂરી માટે ઉદ્યોગ સંલગ્ન અનેક નાના મોટા મંત્રાલયો કચવાટ અનુભવતા હતા પરંતુ હવે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીનું દેશના અર્થતંત્રને પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલર નું કદ આપવાનું સપનું સાકાર કરવાનું છે ત્યારે ગ્રીન હાઈડ્રોજન ના ઔદ્યોગિક વપરાશથી દેશના આર્થિક અને ઉદ્યોગિક વિકાસને જેટ ગતિ મળશે અને તેમાં ગ્રીન હાઈડ્રોજનનું ઇંધણ પુરવા સરકાર હવે મક્કમ બની છે

ગ્રીન હાઈડ્રોજન ના ઉપયોગથી પર્યાવરણ અને ખાસ કરીને ગ્લોબલ વોર્મિંગ માં ઘટાડો થશે વર્તમાન ક્રૂડ ઓઇલના સતત પણે વધતાં જતાં ભાવ ના કારણે હવે વિશ્વભરમાં વૈકલ્પિક ઉર્જા સ્ત્રોત અને ખાસ કરીને ઇલેક્ટ્રિકલ વાહનો ના વપરાશ માટે તૈયારીઓ થઈ રહી છે ત્યારે ભારતના ઉદ્યોગોને ગ્રીન હાઈડ્રોજન ના ઉપયોગની મંજૂરી આપીને સરકાર જેત ગતિના વિકાસમાં ખરા અર્થમાં ઇંધણ પુરવાનું કામ કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.