5 રૂપિયાના ટોકન દરે કામદારોને ભોજન મળી રહે તે માટે સરકારનું વધુ એક હકારાત્મક પગલું

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કામદારોને ટોકન દરે ભોજન મળી રહે તે માટે અન્નપૂર્ણા યોજના નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સમગ્ર રાજ્યમાં આ સંખ્યા 125 છે જેને આવનારા દિવસોમાં વધુ ડબલ કરી 250 કરી દેવામાં આવશે આ અંગેની માહિતી રાજ્યના ઔદ્યોગિક મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવી હતી. રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર હાલ 125 કેન્દ્રો ઉપર ભોજન આપવામાં આવે છે. એટલું જ નહીં વધુ કામદારોને આ યોજનાનો લાભ મળી રહે તે માટે આ યોજના વધુ વિસ્તૃત કરવામાં આવશે.

અડાલજ ખાતે અન્નપૂર્ણા ટ્રસ્ટમાં ઉપસ્થિત રહેલા ઔદ્યોગિક મંત્રીએ જણાવ્યું હતું ને કહ્યું હતું કે આ ટ્રસ્ટ દ્વારા માત્ર રૂપિયા પાંચ શાહી ખીચડી આપવાનો નિર્ણય કર્યો છે જે પોષણયુક્ત ખોરાક કામદારોને મળી રહેશે. અન્નપૂર્ણા ટ્રસ્ટના પ્રેસિડેન્ટ નરહરી અમીને જણાવ્યું હતું કે તેમનું ટ્રસ્ટ દરેક વ્યક્તિને પોષણયુક્ત ખોરાક આપવા માટે કટિબદ્ધ છે

જેમાં તેઓ બપોરના સમયે માત્ર ₹20 માં ભોજન આપે છે અને સાંજના સમયે રૂપિયા પાંચમા શાહી ખીચડી છે અને આ યોજનાનો લાભ આશરે 600 થી વધુ લોકો પ્રતિ દિવસ લઈ રહ્યા છે. તમામ સ્થિતિને ધ્યાને લઈ રાજ્ય સરકારે પણ અન્નપૂર્ણા યોજના ના જે કેન્દ્રો છે તેની સંખ્યામાં ડબલ વધારો કરવાનો નિર્ણય કર્યો છે જેની અમલવારી આવનારા દિવસોમાં કરાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.