તમારી લકઝરીયસ કાર, બંગલા, મોંઘીદાટ ઘડિયાળોના ફોટા ફેસબુક પર મુકવા પૂર્વે ચેતજો
ભ્રષ્ટાચારને નાબુદ કરવા માટે નોટબંધી, જીએસટી જેવા ઐતિહાસિક નિર્ણયો લઈ સરકાર કરચોરોને એક પછી એક ફટકા આપી રહી છે. જે ભારત માટે એક અગત્યનો મુદો છે. કારણકે મોટાભાગના ઉધોગપતિ આવક તો ધરાવે છે પરંતુ કર ચુકવતા નહીં તો સરકાર પણ મકકમ થઈ કરચોરોને સબક શિખાવવા અથાક પ્રયત્નો હાથધરી રહી છે. જેના ભાગ‚પે સોશિયલ મીડિયાને સાધન બનાવી તપાસ શ‚ કરશે માટે તમારા ફેસબુક એકાઉન્ટ પર મોંઘીડાટ ગાડીઓ, આલિશાન બંગલા તેમજ બ્રાન્ડેડ ઘડિયાલ જેવી વસ્તુઓના ફોટા મુકતા પહેલા વિચારજો કે શું તમારા એકાઉન્ટમાં દર્શાવેલી સુખ-સુવિધાઓ અને લકઝરીનો કર સરકારને ચુકવો છો. કારણકે હવે સરકારની બાઝ નજર તમારા સોશિયલ મીડિયા પર પણ રહેશે. જે તમારા ઘરના આંગણે ઈન્કમટેકસ ઓફિસરોને મહેમાન બનાવશે. તો આ નિયમ આવતા મહિનાથી લાગુ કરવામં આવશે. જેનું નામ ‘પ્રોજેકટ ઈનસાઈટ’ રાખવામાં આવ્યું છે. જે સોશિયલ મીડિયા એકાઉન્ટની માહિતીને આવકવેરા સાથે સરખાવશે. જેનું તારણ ટેકસ ડિપાર્ટમેન્ટ દ્વારા ખર્ચનારની શૈલીનો અભ્યાસ કરી કાળુનાણુ નાબુદ કરવા માટે પહેલ બનશે. ત્યારે સરકારે આધાર સાથે પાનકાર્ડ લીંક કરવું ફરજીયાત બનાવી દીધું છે. જે ૩૬૦ ડિગ્રીથી વ્યકિતની આવકમાં ડોકિયું કરી શકે છે તો કર મંત્રાલયે ગત વર્ષે ઈન્ફોટેક સાથે પ્રોજેકટ ઈનસાઈટ માટે કરાર કર્યા છે. આ પ્રોજેકટને કાળુનાણુ એકઠુ કરવા ટેકસ ડિપાર્ટમેન્ટના જોખમને ઘટાડવા માટે ખાસ ડિઝાઈન કરવામાં આવ્યું છે. જે પૈસાની પર ચાંપતી નજર રાખશે.
આ પ્રોજેકટનું લોન્ચીંગ સરકારના ઓપરેશન કલીન મનીનો એક હિસ્સો છે તો ડિજીટાઈઝેશન અને ટેકનોલોજીના સમન્વયથી ઈ-વેરીફીકેશન દ્વારા ઉપયોગમાં લેવામાં આવશે તો આ પ્રોજેકટ ઈનસાઈટ વેરીફીકેશન મેનેજમેન્ટનો સહકારથી સાબિત કરશે. મોદી સરકાર ડિજીટાઈજેશનને પ્રોત્સાહન આપવા માત્ર પુરતુ નહીં તેનો ઉપયોગ કરી નોટબંધી બાદના કાળાનાણા પર ચાપતી નજર રાખશે.