- ભારત કુલ 1650 ટન ડુંગળીની કરશે ખરીદી : બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો થશે મજબૂત.
ઉદ્યોગના લોકોએ જણાવ્યું હતું કે સરકારની નિકાસ એજન્સી નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ લિમિટેડ બાંગ્લાદેશમાં નિકાસ કરવા માટે ખાનગી વેપારીઓ પાસેથી રૂ. 29 પ્રતિ કિલોના ભાવે 1,650 ટન ડુંગળી ખરીદશે.
8 ડિસેમ્બરથી 31 માર્ચ સુધી ભારતે તેની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો ત્યારથી ત્રણ મહિનામાં ભારતમાંથી કિચન સ્ટેપલની આ પ્રથમ સત્તાવાર નિકાસ હશે. માર્ચના પ્રથમ સપ્તાહમાં, કેન્દ્રએ એવા દેશોમાં 64,400 ટન ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપી હતી જ્યાંથી તે સમયે સરકારી અધિકારીઓએ કહ્યું હતું કે તેને રાજદ્વારી ચેનલો દ્વારા વિનંતીઓ મળી છે.
વધતી જતી સ્થાનિક કિંમતોને અંકુશમાં લેવાના હેતુથી ડુંગળીની નિકાસ પર ભારતે મૂકેલા પ્રતિબંધથી સ્થાનિક ભાવમાં ઘટાડો થયો છે. આને કારણે આંતરરાષ્ટ્રીય ભાવમાં પણ તીવ્ર વધારો થયો હતો કારણ કે ભારતીય ડુંગળીની અનુપલબ્ધતાને કારણે વૈશ્વિક અછત ઊભી થઈ હતી. ભારતના પરંપરાગત ખરીદદારો જેમ કે બાંગ્લાદેશ, મધ્ય પૂર્વના કેટલાક દેશો અને દક્ષિણ પૂર્વ એશિયાની વર્તમાન રમઝાન સિઝન દરમિયાન માંગ તેની ટોચ પર છે.
ડુંગળીના નિકાસકારોએ તાજેતરમાં જ કેન્દ્રને પત્ર લખીને દાવો કર્યો હતો કે નિકાસ પ્રતિબંધને પગલે દેશની બહાર મોટા પ્રમાણમાં ડુંગળી – સામાન્ય સમયમાં વેપારના 50% કરતા વધુ – દાણચોરી કરવામાં આવી હતી. હાલ મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં ડુંગળીનો ભાવ હોલસેલમાં રૂપિયા 7 કિલો થી 16 રૂપિયા કિલો સુધી મળે છે જ્યારે આવનારા દિવસોમાં આ ડુંગળીના ભાવમાં પણ ઘટાડો નોંધાશે. હાલ બાંગ્લાદેશમાં જે ડુંગળીનો નિકાસ કરવામાં આવે છે તેનો પ્રતિ કિલો નો ભાવ 80 રૂપિયાથી લઈ રૂપિયા 90 સુધી છે. જાન્યુઆરીથી માર્ચ મહિના સુધીમાં ભારતનું વૈશ્વિક બજાર ઉપર હાથ ઉપર રહ્યો છે જ્યારે વિશ્વમાં અને વૈશ્વિક સ્તર ઉપર ડુંગળીની અછત જોવા મળી ત્યારે ઇજિપ્ત અને તરકીમાં નવા ડુંગળી નું વેચાણ શરૂ થશે.
ખેડૂતો અને ખાનગી વ્યવસાયો ઊંચા આંતરરાષ્ટ્રીય ભાવોથી લાભ મેળવી શકતા નથી નાસિક સ્થિત ઉદ્યોગના એક પીઢ વ્યક્તિએ નામ ન આપવાની વિનંતી કરતાં જણાવ્યું હતું. હોર્ટિકલ્ચર એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન અજિત શાહે જણાવ્યું હતું કે, ભારત જાન્યુઆરીથી માર્ચ સુધી વૈશ્વિક બજારમાં પ્રભુત્વ ધરાવે છે. મે મહિનાથી ઇજિપ્ત અને તુર્કીમાંથી નવા પાકના આગમન સાથે ડુંગળીની વૈશ્વિક અછતનો અંત આવશે.