આવતીકાલે ટેલીકોમ કમિશન અને ડીપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમના આલા દરજજાના અધિકારીઓની મહત્વની બેઠક
કેન્દ્ર સરકાર ટેલીકોમ સેકટરમાં ૧૦૦ ટકા એફ.ડી.આઇ. (ડાયરેકટર ફોરેન ઇન્વેસ્ટમેન્ટ- સીધા વિદેશી રોકાણ) ને મંજુરી આપે તેવી સંભાવના છે.
ટેલીકોમ કમિશને ટેલીકોમ સેકટરમાં ૧૦૦ ટકા સીધા વિદેશી રોકાણને (ડાયરેકટર રુટ થકી) મંજુરી આપવા અંગેની દરખાસ્ત ડી.ઓ.ટી. એટલે ડીપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમને મોકલી આપી છે. ટેલીકોમ સેકટરની ઉચ્ચ કક્ષાની ગવર્નમેન્ટ બોડીની મીટીંગમાં આવતીકાલે અંતિમ નિર્ણય લેવાશે.
અત્યારે ટેલીકોમ સેકટરમાં ૪૯ ટકા સીધું વિદેશી રોકાણને ડાયરેકટર રુટ થકી મંજુરી આપવામાં આવી છે. જે ૪૯ ટકા થીવધારી ૧૦૦ ટકા કરવાની દરખાસ્ત છે.
અત્યાર સુધી આર્થિક વ્યવહારોની સુરક્ષા મામલે સરકારે ૧૦૦ ટકા ડાયરેકટ રુટ થકી એફ.ડી.આઇ.ને મંજુરી આપી ન હતી.
આવતીકાલે ટેલીકોમ કમિશન અને ડીપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ ડીપાર્ટમેન્ટની મળનારી બેઠકમાં ટેલીકોમ સેકટરની કંપનીઓને રીલીફ પેકેજ આપવા મામલે પણ ચર્ચા-વિચારણા થશે. ગત સપ્ટેમ્બર માસમાં મળેલી એક મહત્વની બેઠકમાં ટેલીકોમ સેકટરને રીલીફ આપવા અંગે દરખાસ્ત કરવામાં આવી હતી. જેમાં સ્પેકટ્રમની હરાજી, તેના પેમેન્ટની મુદતમાં વધારો વિગેરે મુદ્દાઓ પણ સામેલ હતા. રીલાયન્સ જિઓને એડીશનલ સ્પેકટ્રમ ફાળવવા અંગે પણ ચર્ચા થશે.
ટૂંકમાં કેન્દ્ર સરકાર ટેલીકોમ સેકટરને થોડું રાહત પેકેજ આપીને દેશમાં પ જી ટેકનોલોજી લાવવા માગે છે સરકારની નીતી છે ગિવ એન્ડ ટેક.