લોકોની ખરીદ શકિત અને માંગમાં વધારો કરવા સરકાર પ્રયત્નશીલ : ઈન્ફ્રાસ્ટ્રકચર સહિત અનેકવિધ ક્ષેત્ર કરતા રીટેલ ક્ષેત્ર સરકાર માટે મહત્વ૫ૂર્ણ
કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે પાંચ ટ્રિલીયન ડોલર ઈકોનોમીનું સ્વપ્ન સેવવામાં આવ્યું છે તેને ચરિતાર્થ અને પુરુ કરવા માટે હાલ કેન્દ્ર સરકાર દ્વારા અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. દેશને પાંચ ટ્રિલીયન ડોલર ઈકોનોમી અને ૮ ટકા જીડીપી ગ્રોથ પર પહોંચાડવું હોય તો બજારમાં તરલતા લાવી અત્યંત જરૂરી બની છે. મંદ પડેલા તમામ ક્ષેત્રોને ફરીથી બેઠા કરવા માટે સરકાર દ્વારા અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. હાલનાં તબકકે લોકોની જે ખરીદ શકિતમાં ઘટાડો થયો છે તેનાથી માંગ ઘટતા ઉત્પાદનમાં પણ મહદઅંશે ઘટાડો જોવા મળ્યો છે જેની સીધી અસર દેશના અર્થતંત્ર ઉપર પડી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓને ઝડપભેર અમલી બનાવવા અને તેનો લાભ લોકો સુધી નિયમિત અંતરાળે પહોંચતો રહે તે દિશામાં પણ પગલા લેવામાં આવી રહ્યા છે.
કેન્દ્ર સરકાર દ્વારા હાલ દેશનાં અર્થતંત્રને ઝડપભેર આગળ વધારવા અને અર્થતંત્રને મજબુતી આપવા માટે રીટેલ ક્ષેત્રને ધમધમતું કરવા માટેના પ્રયત્નો હાલ હાથ ધરવામાં આવી રહ્યા છે. લોકોની જો ખરીદ શકિતમાં વધારો થશે તો સામે માંગમાં પણ વધારો જોવા મળશે જેની સીધી અસર ઉત્પાદન ઉપર પડશે. આ તમામ મુદ્દે જો ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો જેમ-જેમ તમામ ક્ષેત્રો કે જે મંદ પડી ગયા છે તે ક્ષેત્રમાં જો ઉત્પાદનમાં વધારો થાય તો આ તમામ સમસ્યા અને પ્રશ્ર્નનું નિરાકરણ ત્વરીત થઈ શકે તેમ છે ત્યારે સરકાર આ તમામ ક્ષેત્રો પર મુખ્યત્વે ધ્યાન કેન્દ્રિત કરી રહી છે જેની સાથો સાથ મધ્યમ વર્ગીય લોકો કે જેની રોજબરોજની જરીયાતોને પુરી પાડવા માટે સરકાર રીટેલ ક્ષેત્રને વેગવંતુ બનાવવા માટે અનેકવિધ પ્રયત્નો હાથધરી રહ્યું છે. કેન્દ્ર સરકારનો સાથ આપવા રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પણ ડગલેને પગલે સરકારનો સાથ આપી રહી છે અને લોકો કેશલેશ ઈકોનોમી તરફ આગળ વધે તે દિશામાં પણ પ્રયત્નો કરી રહી છે. બીજી તરફ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ૧૦,૦૦૦ કરોડ પિયાનું ભંડોળ દર ૩ મહિને લોકોમાં વેચવા માટેની યોજના પણ ઘડી કાઢી છે જેનાથી નાના ઉધોગકારો, વેપારીઓ અને જરીયાતવાળા લોકોને આર્થિક લાભ મળતો રહે અને બજારમાં તરલતા પણ પ્રવર્તીત થાય. દેશ જયારે પાંચ ટ્રિલીયન ડોલર ઈકોનોમી અને ૮ ટકા જીડીપી ગ્રોથને પહોંચી વળવા માટે જે પ્રયત્નો કરી રહ્યું છે ત્યારે દુરંદેશી સ્વપ્ન જાણે સાકાર થતું હોય તેમ યુ.કે. સ્થિત સેન્ટર ફોર ઈકોનોમીકસ એન્ડ બિઝનેસ રીસર્ચ દ્વારા રીપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો.
દેશના અર્થતંત્રને ઝડપભેર આગળ વધારવા માટે જે ક્ષેત્રોમાં સરકાર કામ કરી રહી છે ત્યારે આગામી સમયમાં સરકાર ઈન્ફ્રાસ્ટ્રકચર સહિત અન્ય ક્ષેત્રોમાં વિકાસની સરખામણીમાં વધુ ધ્યાન રીટેલ ક્ષેત્ર ઉપર કેન્દ્રિત કરવામાં આવશે જેનું એકમાત્ર કારણ એ છે કે અન્ય ક્ષેત્રોમાં રોકાણ કર્યા બાદ લાંબાગાળે તેનું વળતર મળવાપાત્ર હોય છે. જયારે રીટેલ ક્ષેત્ર અને બજારમાં તરલતા હોવાથી લોકોની ખરીદ શકિત તથા માંગમાં પણ વધારો જોવા મળશે જે પરીણામ સ્વરૂપે ઉત્પાદનમાં પણ વધારો જોવા મળશે જેથી સરકારને પણ ઘણો ખરો આર્થિક લાભ પણ થતો જોવા મળશે તેવું લાગી રહ્યું છે જેના માટે આવનારા વર્ષમાં સરકારનું મુખ્ય ધ્યાન રીટેલ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવાનું રહેશે.
- ૨૦૨૬માં જર્મનીને પાછળ રાખી ભારત અર્થતંત્રમાં ચોથુ સ્થાન પ્રાપ્ત કરશે
આગામી ૨૦૨૬માં ભારત જર્મનીને પાછળ રાખી વિશ્ર્વનું ચોથુ મોટુ અર્થતંત્ર બનશે. આર્થિક સુસ્તીના સમયમાં ભારતીય અર્થવ્યવસ્થા અંગે આવેલો એક રિપોર્ટ આવનારા સમયમાં સારી તસવીર દર્શાવી રહ્યો છે. બ્રિટન બેઝ્ડ સેન્ટર ફોર ઈકોનોમિક્સ એન્ડ બિઝનેસ રિસર્ચના એક રિપોર્ટમાં કહેવાયું છે કે, ભારત ૨૦૨૬માં જર્મનીને પાછળ છોડીને ચૌથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. રિપોર્ટમાં એવી પણ આશા વ્યક્ત કરાઈ છે કે ભારત ૨૦૩૪માં જાપાનથી આગળ નીકળી જશે અને અમેરિકા,ચીન પછી ત્રીજા નંબરે હશે. સીએબીઆરએ એમ પણ કહ્યું છે કે, ભારતનો જીડીપી ૨૦૨૬ સુધીમાં ૫ ટ્રિલિયન ડોલર સુધી પહોંચી જશે. જોકે, મોદી સરકારે ૨૦૨૪ સુધીમાં આ મુકામે પહોંચવાનું લક્ષ્ય રાખ્યું છે, એટલે કે સરકાર બે વર્ષ મોડો આ લક્ષ્ય મેળવી શકશે. વર્લ્ડ ઈકોનોમિક લીગ ટેબલ ૨૦૨૦ શીર્ષકવાળા રિપોર્ટમાં કહેવાયું છે કે, ભારતે ૨૦૧૯માં ફ્રાંસ અને યુકેને પાછળ છોડી પાંચમા સ્થાન પર કબજો કરી લીધો. તે ૨૦૨૬ સુધીમાં જર્મનીને પાછળ છોડી ચોથા અને જાપાનને ૨૦૩૪માં પાચળ છોડી ત્રીજા નંબરે આવી શકે છે. સીએબીઆર મુજબ, આગામી ૧૫ વર્ષ સુધી ત્રીજા સ્થાન માટે જાપાન, જર્મની અને ભારત વચ્ચે સ્પર્ધા થશે. ૨૦૨૪ સુધીમાં ભારતને ૫ ટ્રિલિયન ડોલર ઈકોનોમી બનાવવાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નક્કી કરાયેલા લક્ષ્યનો ઉલ્લેખ કરતા રિપોર્ટમાં કહેવાયું છે કે, ભારત ૨૦૨૬ સુધીમાં આ લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે. જોકે તેમાં એમ પણ કહેવાયું છે કે, અર્થવ્યવસ્થા ઉપર છવાયેલા કાળા વાદળોને કારણે લક્ષ્યના સ્થાયિત્વ પર સવાલ ઉઠી રહ્યા છે. એવું નથી કે ડેટામાં ફેરફારને કારણે બારતે યુકે અને ફ્રાંસને પાછળ છોડ્યા, પરંતુ ૨૦૧૯માં ધીમી ઝડપથી અર્થવ્યવસ્થામાં સુધારા માટે દબાણ વધી ગયું છે. સીએબીઆરના સીનિયર અર્થશાસ્ત્રી પાબલો શાહે કહ્યું કે, ભારત અને ઈન્ડોનેશિયા જેવા દેશોના ઝડપી વિકાસ છતાં અમેરિકા અને ચીનના દબદબાવાળી વૈશ્વિક અર્થવ્યવસ્થા પર ઓછી અસર થવી ધ્યાન આકર્ષિક કરે છે. ભારતને હાલના સમયમાં દુનિયાની સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થાનું લેબલ મળેલું હતું, પરંતુ ૨૦૧૯-૨૦ના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વિકાસ દર ૪.૫ ટકા રહ્યો, જે ૬ વર્ષમાં ન્યૂનતમ છે. તેના માટે રોકાણ અને ઉપભોગમાં ઘટાડાને જવાબદાર જણાવાયો છે.