આરટીઓ, પોલીસ અને પ્રશાશન સુરક્ષાને લઈ કટિબદ્ધ: સ્કૂલ વાહનોના નિયમોનું પાલન થાય તે હેતુથી સરકાર સજાગ
સુરતની ઘટના બાદ વારંવાર તંત્રને મળતી ફરિયાદોને ધ્યાનમાં રાખી રાજ્યની રૂપાણી સરકાર દ્વારા કમર કસવામાં આવી છે. ત્યારે આરટીઓ દ્વારા સ્કૂલ વાહનોના નિયમોને કડક અમલીકરણ માટે કટિબદ્ધતા દાખવી રહ્યું છે. સાથે આ નિયમોમાં અવાર નવાર ફેરફારો કરી સ્કૂલના બાળકોની સલામતી અને સ્કૂલ વાન અને સ્કૂલ વાહનોને પરવડે તેવા નિયમો રજૂ કરવામાં આવી રહ્યાં છે ત્યારે આ વખત સરકાર આ નિયમોને વળગી રહી તેનું કડકપણે પાલન થાય તે માટે કટિબદ્ધ છે.
નિયમોની વાત કરવામાં આવે તો , સ્કૂલ બસનો કલર પીળા રંગનો હોવો જોઈએ સાથે આગડ અને પાછડના ભાગે મોટા અક્ષરમાં સ્કૂલનું નામ લખેલું હોવું જોઈએ.
સ્કૂલ બસના ડ્રાઈવરના નામ અને નંબર અંદરની બાજુ અને બહારની બાજુએ થી સ્પષ્ટ દેખાઈ તે રીતે લખેલું હોવું જોઈએ.
દરેક બસમાં સ્પીડ કંટ્રોલ યુનિટ લાગેલું હોવું જોઈએ બારીઓ પર ફિલ્મ લાગેલી હોવી જોઈએ, સાથે ૪૦ કિ.મી. પર કલાકની ઝડપથી જ વાહન ચલાવવું પડશે જે તમામ સ્કૂલ વાહનોને લાગુ પડશે.
સાથે જ દરેક બસમાં જીપીએસ અને સીસીટીવી લગાવેલા હેવા જોઈએ અને તે કાર્યરત હોવા જોઈએ.
સ્કૂલ વાહનોમાં પ્રાથમિક સારવાર માટેની સગવડ સાથે પીવાનું પાણી અને મુસીબતના સમયે મોટા અવાજે વાગી શકે તેવો અલાર્મ હોવો જોઈએ.
બસમાં થતી તમામ ગતિવિધિઓ બહારથી જોઈ શકે તેમ પ્રકાશિત હોવી જોઈએ.
વાહન વ્યવહાર ખાતા દ્વારા જે વાહનો ને મંજૂરી આપવામાં આવી હોય તેવાજ વાહનો ને સ્કૂલ વાહનો તરીકે અને સ્કૂલના બાળકોનું પરિવહન કરી સકાશે.
મારુતિવાન અને ઓટો રિક્ષામાં સ્કૂલના બાળકોને લઈ જતાં વાહન ચાલકો ૧૨ સુધીના બાળકોને એક સીટ પર બે બાળકો બેસાડી શકશે.
પ્રાઈવેટ પાર્સિંગવાળા વાહનો પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
સરકાર દ્વારા વાહન ચાલકો પર સકંજો જમાવવામાં આવ્યો છે આ વચ્ચે જ્યારે આ નિયમની નરી વાસ્તવિકતા વિશે ચર્ચા કરવા ‘અબતક’ મીડિયા દ્વારા ખાસ આરટીઓ અધિકારી, શિક્ષણ અધિકારી ઉપાધ્યાય અને પોલીસ તંત્ર સાથે વાતચીત કરવામાં આવી અને તંત્ર દ્વારા કેવી રીતે આ કાયદાને સફળ બનાવવો અને તેનું પાલન થાય તે વિષે વિશેષ અહેવાલ.
આ બાબત માટે જ્યારે વાહન ચાલકો દ્વારા પણ સહયોગ આપવામાં આવી રહ્યો છે પરંતુ ઘણા વાહન ચાલકો એવું સમજીને આ વાતને ધ્યાને લેતા નથી કે આવા ઘણા કાયદાઓ આવી ગયા થોડા દિવસો થસે એટ્લે બધુ શાંતથી જશે પરંતુ આવું વિચારવા વાળા વાહન ચાલકો સાવધાન હવે સરકાર આ કાયદાના પાલન માટે કટિબદ્ધ છે એ વિદ્યાર્થીઓની સાવચેતી માટે જરા પણ છુટછાટ આપવા માંગતી નથી ત્યારે આ કાયદાનું પાલન થાય તે જવાબદારી વિદ્યાર્થીઓના વાલીઓની પણ બને છે.
રાજકોટના શિક્ષણ અધિકારી ઉપાધ્યાયના કેહવા પ્રમાણે આ નિયમને યોગ્ય ગણાવી આ કાયદાને સફળ બનાવાવ સ્કૂલ સંચાલકો અને શિક્ષણ તંત્ર પણ હાથમાં હાથ મિલાવીને કામ કરી રહ્યું છે . ત્યારે તંત્રના પરિપત્રને વારંવાર સ્કૂલ સંચાલકોને આપવામાં આવી રહ્યા છે અને યાદ અપાવવામાં આવી રખાયું છે સાથેજ સ્કૂલ સંચાલકોને રૂબરૂ બોલાવી આ નિયમના પાલન માટે માર્ગદર્શન અપાઈ રહ્યું છે.
રાજકોટના વાહન ચાલકોમાં મોટાભાગનાઓ દ્વારા પણ આ કાયદાને આવકારી સ્કૂલના સમય સિવાય પોતાની ગાડીઓને નિયમ અનુસાર ઈન્સ્ટોલેસન અને ટ્રાન્સફર કરાવવામાં આવી રહી છે. સ્કૂલવાન ચાલકો દ્વારા વિદ્યાર્થીઓની સેફ્ટીને સમજી આ કાયદાને અવકાર્યો છે.
જ્યારે, રાજકોટ આરટીઓ વિભાગના એ આરટીઓ દ્વારા પણ માહિતગાર કરવામાં આવ્યા હતા કે , સ્કૂલ વાહન ચળકોના એસોસીએસનના પ્રમુખોને રૂબરૂ બોલાવી તથા ફોન પર ચર્ચા વિચારણા કરવામાં આવી અને આ નિયમનું પૂર્ણત: પાલન થાય તે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે સાથે જ આરટીઓ વિભાગ રાજકોટ દ્વારા ત્યાં સુધી કહવામાં આવ્યું છે કે સ્કૂલ વાહન ચાલકોનો સમય મહત્વનો હોય તેની ગાડીઓને આરટીઓ ખાતે વધુ વાર રોકવામાં પણ નહીં આવે નિયમાનુસાર ગાડીઓ હશે તો આ ગાડીઓને તરત જ પાસિર્ંગ અથવા તો જે કાર્યવાહી કરવાની છે તે કરી અહીથી રવાના કરી દેવામાં આવશે. આરટીઓ દ્વારા સ્કૂલ વાહન ચાલકોને સ્કૂલના રજાના દિવસોમાં પણ આ ગાડીઓનું કામકાજ કરી આપવા માટે તૈયારી બતાવવામાં આવી રહી છે.
વિદ્યાર્થીઓની સુરક્ષા સફરમાં સરકારની જીત થાય તેવા એંધાણ હાલ તો નજર આવી રહ્યા છે ને ‘અબતક’ મીડિયા દ્વારા પણ આ નિયમોને પાલન કરવા એક આહવાન કરવામાં આવે છે.
ફીના પ્રશ્ર્નને લઈ ટ્રાન્સફર સર્ટિફિકેટ રોકી નહીં શકાય
દિલ્હી હાઇકોર્ટમાં થયેલ એક જાહેરહિતની અરજી પર કોર્ટ દ્વારા હુકમ આપવામાં આવ્યો છે કે, સ્કૂલ ફી ના પ્રશ્નને લીધે વિદ્યાર્થીઓના સ્કૂલ ટ્રાન્સફર સર્ટિ રોકી શકશ.ે ગુરુવારે થયેલ આ ચૂકાદાના દિલ્હી હાઈકોર્ટની પેનલના વકીલ અશોક અગ્રવાલ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, અપીલ માટે સંવાદમાં તેમણે દિલ્હી સ્કૂલ એજ્યુકેશન એક્ટ ૧૯૭૩ના નિયમ ૧૬૭ પ્રમાણે સ્કૂલ દ્વારા ફીના પ્રશ્નને લઈ વિદ્યાર્થીનું નામ સ્કૂલમાંથી કાઢી શકાય પણ તેનું ટ્રાન્સફર સર્ટિ રોકી સકાતું નથી. આ નિયમને લીધે કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો.