હાલ કોરોના સંકટ વચ્ચે કોવિડ-19ની મહામારીના આ યુદ્ધમાં અસ્ત્ર ગણાતા રેમડેસીવીર ઇન્જેક્શન તેમજ ઓક્સિજનની ભારે અછત સર્જાઈ છે. પ્રાણવાયુ ન મળતાં કોરોનાગ્રસ્ત દર્દીઓના પ્રાણ જઈ રહ્યા છે. હાલની પરિસ્થિતિ મુજબ જે માંગ ઊભી થઇ છે તેને સંતોષવા સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે કોવિડના દર્દીઓને ઑક્સિજનનો પુરવઠો સરળતાથી મળી રહે  તે માટે ઉદ્યોગોને અપાતા ઑક્સિજન ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. આ નિર્ણય 22મી એપ્રિલથી લાગુ થશે અને હવે પછી જાહેરાત ન થાય ત્યાં સુધી લાગુ રહેશે.

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગે  સંબંધિત વિભાગો સાથે આ મુદ્દે ચર્ચા કરી છે.

ઉદ્યોગો ઉપર ઑક્સિજનના વપરાશ ઉપર મૂકાયેલા કામ ચલાઉ પ્રતિબંધથી તબીબી સારવાર માટે ઑક્સિજનનો પુરવઠો વધુ પ્રમાણમાં ઉપલબ્ધ થશે.

જો કે ઉદ્યોગો ઉપર ઑક્સિજનના ઉપયોગ માટે લાગુ કરાયેલા પ્રતિબંધ પરમાણુ ઉર્જા, દવા ઉદ્યોગ, પેટ્રોલિયમ રીફાઈનરી સહિત 9 ઉદ્યોગોને લાગુ થશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.