નીટ-પીજી, નેક્સ્ટ સહિતની પરીક્ષા વિશ્વ સ્તરીય ધારાધોરણની પરીક્ષા બનાવવાના ઉપાયોની પણ ચર્ચા કેન્દ્રીય મંત્રી માંડવીયાએ કરી
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ, દેશભરની 150 ખાનગી મેડિકલ કોલેજોના પ્રતિનિધિઓ સાથે વાતચીત દરમિયાન જણાવ્યુ હતું કે, આપણે ભારતને તબીબી શિક્ષણનું મોડેલ બનાવવું પડશે જે સરળ, સસ્તું, વિશ્વસનીય અને ગુણવત્તાયુક્ત શિક્ષણને વ્યાખ્યાયિત કરી શકે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ લગભગ ત્રણ કલાક સુધી આ મેડિકલ કોલેજોના પ્રતિનિધિઓના પ્રતિસાદ, સૂચનો, આંતરદૃષ્ટિ અને પ્રશ્નો સાંભળ્યા અને પ્રશ્નોના જવાબ આપ્યા અને તબીબી શિક્ષણ પોષાય તેવું, ભરોષપાત્ર અને સહેલાઈથી મળી શકે તે માટે કમર કસી રહી છે.
વધુમાં માંડવિયાએ જણાવ્યું હતું કે, નેક્સ્ટ વિશ્વ સ્તરીય ધારાધોરણની પરીક્ષા બનાવવાના ઉપાયોની પણ ચર્ચા અને મસલતો કરવામાં આવી હતી. નેક્સ્ટ પરીક્ષાનું મહત્વ એ હકીકત પરથી ફલિત થાય છે કે ભારતમાં તાલીમ લીધી હોય કે વિશ્વના કોઇ પણ ભાગમાં, એ દરેક માટે સરખી રહેશે અને એટલે તે ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ્સ પરસ્પર માન્યતાની સમસ્યા ઉકેલશે. મીટિંગને સંબોધન કરતા શ્રી મનસુખ માંડવિયાએ ભાર મૂક્યો હતો.
માત્ર સંવાદ દ્વારા જ આપણે એક ઇકો-સિસ્ટમ બનાવી શકીએ છીએ જ્યાં સરકાર અને તબીબી શિક્ષણમાં અન્ય હિતધારકો સર્વસંમતિ અને પરામર્શના વાતાવરણમાં આગળ વધે. એક મજબૂત તબીબી શિક્ષણ ક્ષેત્ર આમાં એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. પ્રતિનિધિઓએ નીટ પીજી, નેક્સ્ટ, એડમિશન, ફેકલ્ટીની નિવૃત્તિ વય, જર્નલ પ્રકાશ, ગ્રામીણ પોસ્ટિંગ માટે બોન્ડ, ડિસ્ટ્રિક્ટ રેસિડેન્સી પ્રોગ્રામ, સુપર સ્પેશિયાલિટી કોર્સ, કોમ્યુનિટી મેડિસિન, ફોરેન્સિક અને અન્ય સ્ટ્રીમ્સમાં ઓછી ફેકલ્ટીની માંગણી કરી.
વાતચીત દરમિયાન મંત્રીએ તે મેડિકલ કોલેજો પર નારાજગી વ્યક્ત કરી જે મેડિકલ એજ્યુકેશનને સેવાને બદલે માત્ર બિઝનેસ મોડલ બનાવી રહી છે.દેશમાં સ્વાસ્થ્યને હંમેશા સેવા તરીકે જોવામાં આવે છે. તેમણે ખાનગી મેડિકલ કોલેજોને વાઇબ્રન્ટ મેડિકલ એજ્યુકેશન સેક્ટર બનાવવા માટે ભાગીદારીની ભાવના સાથે આગળ આવવા વિનંતી કરી હતી. તેમણે હીલ ઈન ઈન્ડિયા અને હીલ બાય ઈન્ડિયાની નવી પહેલોનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ચાલો આપણે મેડિકલ એજ્યુકેશનનું ઈન્ડિયા મોડલ બનાવીએ જે સુલભ, સસ્તું, વિશ્વસનીય અને ગુણવત્તાયુક્ત શિક્ષણને વ્યાખ્યાયિત કરે.