પ્રાઈઝ મોનીટરીંગ અને રિસોર્સીસ યુનિટ દ્વારા દવાઓના ભાવને નિયંત્રણમાં રાખવા કવાયત હા ધરાઈ
દવાઓના ભાવમાં બાંધણું કરવાનો પ્રયાસ ઘણા સમયી સરકાર દ્વારા ઈ રહ્યો છે. ઘણી વખત મોંઘીદાટ દવાઓના કારણે દર્દીઓને મુશ્કેલીમાંી પસાર વું પડે છે. ગરીબ પરિવારો મોંઘી દવાઓ ખરીદી શકે તેવી શક્તિ રહેતી ની. જેી રાજ્ય સરકારે દવાના ભાવ પર નજર રાખતી મોનીટરીંગ સેલનો પ્રારંભ કર્યો છે. દવામાં કૃત્રિમ ભાવ ઉછાળા પર આ સેલ નજર રાખશે તેવું જાણવા મળી રહ્યું છે. આ સેલ ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમીનીસ્ટ્રેશન સો મળીને કામ કરશે.
ગુજરાતમાં આરોગ્ય સેવા પ્રજાલક્ષી અભિગમથી સરળ સસ્તી અને સવલત વાળી બની રહે તે માટે સરકારના સતત પ્રયત્ન ચાલી રહ્યા છે. ગુજરાતમાં પ્રાઇસમોનીટરીંગ એન્ડ રિસોસે યુનિટએ મંગળવારથી રાજયમાં દવાઓના એક સમાન ભાવના માહોલની કવાયત હાથ ધરી છે. આ એકમ દવા બનાવતી કંપનીઓને દવાઓના એક સમાન ભાવ ધોરણ જાળવીને જીવન આવશ્યક દવાઓ લોકોને પરવડે તેવા ભાવમાં મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરશે.
રાજયના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અને રાષ્ટ્રીય દવા ભાવ નિયમન તંત્ર દ્વારા યોજાયેલા તમામને વ્યાજબી ભાવે જીવન જરુરી દવાઓની ઉપલબ્ધ અંગેના સેમીનારમાં કેન્દ્રીય રસાયણ અને ખાતર અને વાહનમંત્રી મનસુખભાઇ માંડવીયા અને સુભ્રસિંગની ઉ૫સ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાયેલા આ સેમીનારમાં આ કવાયત જાહેરાત કરવામાં આવી હતી.
ગુજરાત સેલ ઓફ પ્રાઇસ મોનીટરીંગ એન્ડ રિસર્ડસ યુનિટ એફ.જી.સી.એ. ની થયેલી રચના બાદ તેનું મુખ્ય મથક ગાંધીનગર રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સેમીનારમાં ડ્રગ પ્રાઇસ ક્ધટ્રોલ ઓર્ડર સી.પી.સી.ઓ. નો ગુજરાત સહિત દેશના પાંચ રાજયોમાં અસરકાર અમલ કરીને લોકોને જીવન જરુરી દવાઓ વ્યાજબી ભાવે મળી રહે તેવી વ્યવસ્થાની ચર્ચા કરવામાં આવી હતી.
આ સેમીનારમાં દવા ઉત્પાદકો, વિક્રેતાઓ અને રાજયભરના ફાર્માસ્યુટીકલ ક્ષેત્રના મંધાતાઓ ની વિશેષ ઉ૫સ્થિતિ રહેશે અને તેમાં મહત્વની ચર્ચા થશે. સરકાર વતી મુખ્ય સચિવ આરોગ્ય પરિવાર કલ્યાણ સચિવ જયંતિ રોય, આરોગ્ય કમીશનરે પ્રકાશ શિવ હરે સહીતના ખાસ ઉ૫સ્થિત રહેશે.