રાજકારણમાં ધર્મ સારો પણ ધર્મમાં રાજકારણ અનર્થ સર્જે છે
ધર્મ વિનાનું રાજકારણ અનીતિ નોતરે છે: સી.આર.પાટીલ
અબતક-રાજકોટ
સ્વામિનારાયણ સંપ્રદાય વ્યસનમુક્તિ અને સેવાકાર્યોમાં સદા અગ્રેસર હોય છે. આ સંપ્રદાય સાથે જોડાયેલા લોકો નિર્વ્યસની હોય છે. રાજ્ય સરકારની ઉન્નતિમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો સિંહફાળો છે. નવી સરકાર આ સંપ્રદાયના કોઇપણ પ્રશ્નને વિલંબ વિના ઉકેલવા માટે સતત પ્રયાસ કરતી રહેશે તેમ સરધારમાં સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું ઉદ્ઘાટન કરતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું.
આ ધર્મોત્સવમાં ખાસ ઉપસ્થિત રહેવા ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે ધર્મ સામે જોડાયેલા લોકોના મનમાં એક પ્રકારનો ઇશ્ર્વરનો ડર રહેલો હોય છે. જેના કારણે તેઓ ક્યારેય ખોટું કરતા હોતા નથી. લોકઉપયોગી કાર્ય કરવાના કારણે સંતો પ્રજાના દિલમાં સ્થાન પ્રાપ્ત કરે છે. લોકો કહે છે કે ધર્મ અને રાજકારણ બંનેને અલગ રાખવા જોઇએ પરંતુ ધર્મ વિનાનું રાજકારણ અનિતી અને વિનાશને નોતરે છે.
રાજકોટ જિલ્લાના સરધાર ગામે તીર્થધામ શ્રી સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ તથા સંતો-મહંતો દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ ઉ5સ્થિત રહેશે. તેઓના હસ્તે 2000 કોલેજીયન વિદ્યાર્થીઓ માટેની છાત્રાલયનું ભૂમિ પૂજન કરવામાં આવશે. મૂતિ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી 18મી ડિસેમ્બર સુધી ચાલશે. નવ દિવસીય આ ધાર્મિક મહોત્સવમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોની રંગેચંગે ઉજવણી કરવામાં આવશે.
સરધાર ગામે આજથી 200 વર્ષ પૂર્વ સ્વામિનારાયણ ભગવાને એવા આશિર્વાદ આપ્યા હતા કે, ભવિષ્યમાં અહીંયા મોટું મંદિર બનશે. તેવી પ્રાસાહિક જગ્યાએ સ્વામી નિત્યસ્વરૂપદાસજીના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્રના જરાણારૂપ કલાત્મક નકશીમુક્ત 7000 ઘનફૂટ ગુલાબી પથ્થરની મદદથી 155 ફૂટ લંબાઇ અને 105 ફૂટ પહોળાઇ તેમજ 81 ફૂટની ઉંચાઇ ધરાવતા વિશાળ પાંચ શિખરમુક્ત શ્રી સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
વડતાલ દેશના શ્રી લક્ષ્મીનારાયણ દેવગાદી પીઠીધિપતિ પૂ.1008 આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ તથા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો-મહંતોની વિશેષ ઉપસ્થિતિમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.
સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં 200 વર્ષમાં સૌથી મોટો અને દિવસ મહોત્સવ બની રહેશે. મહોત્સવનો મુખ્ય દિવસ 13મી ડિસેમ્બર રહેશે. આ પાવન દિવસે વડતાલના ગાદી આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજના હસ્તે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આજે સવારે સરધારમાં સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો આરંભ થતાની સાથે જ વાતાવરણ ભક્તિમય બની ગયું છે. આગામી 18મી ડિસેમ્બર સુધી આ દિવ્ય મહોત્સવ ચાલશે. જેમાં આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ હાજરી આપશે અને છાત્રાલયનું ભૂમિપૂજન કરશે.
મહોત્સવમાં આવનાર ભાવિકો માટે ત્રણેય સમય જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. એક લાખ શ્રોતાઓ બેસી શકે તેવો વિશાળ કથા મંડપ બનાવવામાં આવ્યો છે. 1009 કુંડી શ્રી હરિ મહાવરીમાં યજમાનો તથા વિદ્વાનો દ્વારા આહુતી આપવામાં આવશે. પ્રાસાદિક તળાવમાં સુંદર ઘાટનું ઉદ્ઘાટન અને નૌકા વિહારનું પણ લોકાર્પણ કરવામાં આવશે.
મહોત્સવના નવ દિવસ દરમિયાન શ્રીમદ્ સત્સંગિજીવન કથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભક્તોને સાનૂકૂળતા રહે તે માટે 100 ફૂટ પહોળાઇનો પાંચ કિલો મીટરનો મહોત્સવ બાયપાસ રોડનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.
બટેટા સહિતના ફ્રોઝન ફુડમાં ડચ કંપનીને રસ જાગ્યો
ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્ર અને વધુ વિકસિત કરવા માટે ડચની કંપની રસ જાગ્યો છે અને કિરએમકો નામની કંપની ગુજરાતમાં 213 કરોડના ખર્ચે ફૂડ પ્રોસેસિંગ યુનિટ સ્થાપિત કરશે અને તે ફ્રોઝન બટેટા નું ઉત્પાદન પણ કરશે. કંપનીના સંપર્ક સૂત્રો દ્વારા એ વાતની પણ પુષ્ટી થઇ રહી છે કે તેઓ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ ફેસીલીટી ભારતમાં ઉભી કરવા જઈ રહ્યું છે જેમાં ભારતને વધુ ને વધુ લાભ મળતો રહેશે. નેધરલેન્ડની જે કંપની આમાં રસ દાખવી રહી છે તે કંપની મેકેન અને હાઈફન ફૂડનું પણ નિર્માણ કરે છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે ગુજરાત રોશન બટેટા ની તમામ ચીજવસ્તુઓ માટે સૌથી મોટું ઉત્પાદન કરતું રાજ્ય છે અને તે પૂરતી માત્રામાં તેનો નિકાસ પણ કરે છે જે ખરા અર્થમાં ગુજરાત માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
વાઇબ્રન્ટ ગુજરાતના ‘વાઇબ્રન્ટ’ મુખ્યમંત્રી
મુખ્યમંત્રીએ દુબઈ એક્સ્પોમાં 19 એમઓયુ સાઇન કર્યા
દુબઈ ખાતે દુબઈ એક્સપો ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાત પણ આ એક કામમાં સહભાગી થયું છે અને ગુજરાત રાજ્યના નવા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ ટેકો માં સહભાગી થયા હતા એટલું જ નહીં તેમની અધ્યક્ષતામાં 19 જેટલા એમઓયુ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ શરાફ ગ્રુપ દ્વારા ગુજરાતમાં અનેકવિધ પ્રોજેક્ટને અમલી બનાવવામાં આવશે. એટલુંજ નહીં આલ્ફાનાર દ્વારા 300 મેગાવોટ નો વિન્ડ પાવર પ્લાન્ટ અને ટ્રાન્સમીશન પ્રોજેક્ટ પણ હાથ ધરવામાં આવશે. એટલું જ નહીં હજીરા ખાતે ગ્રીન સિમેન્ટ પ્લાન્ટ અને ભાવનગર પોર્ટ ને પણ વિકસિત કરવામાં આવશે તથા ગુજરાતમાં મોટાપાયે સ્ટીલ પ્લાન્ટ પણ છપાશે ત્યારે આ થયેલા એમઓયુથી એ વાત સ્પષ્ટ થાય છે કે ખરા અર્થમાં ગુજરાત વાઇબ્રન્ટ તરીકે પ્રસ્થાપિત થશે.