ચોટીલા સ્‍થિત શ્રી ચામુંડા માતાજીનાં મંદિરમાં આવતા યાત્રાળુઓ તેમજ મંદિરનાં અન્‍ય સ્‍થાનિક રહેવાસીઓને પીવાનું પાણી પુરૂ પાડવાની પરવાનગી ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્‍યવસ્‍થા બોર્ડ, ગાંધીનગર દ્વારા આપવામાં આવેલ છે.

ધોળીધજા ડેમ આધારિત હયાત યોજનાનાં ઘટકોનો ઉપયોગ કરી ચાણાપા હેડવર્કસથી રોજનું ૧,૦૦,૦૦૦ (એક લાખ લીટર) ફિલ્‍ટર થયેલ પાણી પુરવઠો ફાળવવામાં આવેલ છે. શ્રી ચામુંડા માતાનું ડુંગર ટ્રસ્‍ટ ચોટીલા દ્વારા ચાણાપા હેડવર્કસથી સ્‍વ. ખર્ચે પાઇપ લાઇન, પંપીગ મશીનરી વિગેરે નાખી પાણી મેળવી લેવાનું રહેશે.

અત્રે ઉલ્‍લેખનીય છે કે,સદર યોજના મંજુર કરાવવામાં સુરેન્‍દ્રનગર જીલ્‍લા સમાહર્તાશ્રી, ઉદિત અગ્રવાલનાં વિશેષ પ્રયાસો સરાહનીય છે. ઉનાળા પહેલાં બધાજ કામો પુર્ણ કરી શ્રી ચામુંડા માતાજીને નર્મદાનુ ફિલ્‍ટર થયેલ નીર કાયમી ધોરણે અર્પિત કરવાનું આયોજન છે. તેમ કાર્યપાલક ઈજનેર જાહેર આરોગ્‍ય બાંધકામ વિભાગ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્‍યવસ્‍થા બોર્ડ લીંબડીની એક યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.