જામેર સાહસોની બેંકોનેનું ભંડોળ ભારત સરકાર દ્વારા બેંકીંગ ક્ષેત્રને વધુ સઘ્ધર અને પગભર અને નાણાકીય તંગીમાંથી બહાર કાઢવા વધારાના ‚પિયા ૪૮૨૩૯ કરોડ રૂપિયા જાહેર સાહસો ની બેંકો માટે છુટા કર્યા છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સરકાર દ્વારા હાથ ધરવામાં આવી રહેલા એક પછી એક આર્થિક સુધારાના પગલામાં ચાલુ નાણાકીય વર્ષમાં બજારમાં આર્થિક ખેંચ દુર થાય અને બેંકોને રોકડની ખેંચ ન પડે તે માટે ૪૮,૨૩૯ કરોડ ‚પિયા જાહેર ક્ષેત્રની બહાર બેંકો માટે છુટા કર્યા છે.
બેંકીંગ ક્ષેત્રના વિકાસ અને અટકી ગયેલી આર્થિક વ્યવસ્થાને બુસ્ટર ડોઝ આપવા માટે અર્થતંત્રને વેગવાન બનાવવા માટે ચાલુ નાણાકીય વર્ષમાં જાહેર સાહસોની ૧ર બેંકો માટે ૪૮૨૩૯ કરોડ રૂપિયા ઠાલવ્યા છે.આર્થિક સેવા વિભાગના સચિવ રાજીવ કુમારે જણાવ્યું હતું કે સરકાર અર્થતંત્ર ની નાણાભીડ દુર કરવા માટે ૧૦૦૯૫૮ રૂપિયા સહકારી બેંકોને ફાળવણી કરશે. જેનાથી કોપોટ બેંકોને ફાયદો થશે.સરકારની આ રોકડનો લાભ સૌથી વધુ અલ્હાબાદ બેંકને ૬૮૯૬ કરોડ રૂપિયા મળવાથી થશે?
સરકાર દ્વારા છુટ્ટા કરવામાં આવેલા ૪૮૨૩૯ કરોડ રૂપિયાના આ ભંડોળમાંથી ૧ર બેંકોને જે લાભ થવાનો છે. તેમાં કોર્પોરેશન બેંકને ૯૦૮૬ કરોડ અલ્હાબાદ બેંકને ૬૮૯૬ કરોડ પીએનબી ને ૮૯૦૮ કરોડ બેંક ઓફ ઇન્ડીયાને ૪૬૩૮ કરોડ, ઇન્ડીયન બેંક ૪૧૧૨ કરોડ
ઓવરસીસ બેંક ૩૮૦૬ કરોડ, યુકો બેંક ને ૩૩૩૦ કરોડ આંધ્ર બેંક ૩૨૫૬ કરોડ, યુનાઇટેડ બેંક ૨૮૩૯ કરોડ સેન્ટ્રલ બેંકેને ૨૫૬૦ કરોડ સિંડીકેટ બેંકને ૧૬૦૩ કરોડ અને મહારાષ્ટ્ર બેંકને ૨૦૬૪ કરોડનું ભંડોળ મળતા બેકીંગ ક્ષેત્રને ખાસ કરીને સરકારની નાણાભીડ દુર થશે.