૨ મહિનાથી પણ ઓછા સમયમાં પ્રધાનમંત્રીની સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૨૦ ડિસેમ્બરે બીજી મુલાકાત.
ગુજરાત સરકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્ન સાકાર કરી બતાવ્યું છે. દુનીયાની સૌથી ઉંચી પ્રતીમા સરદાર વલ્લભભાઈ પટેલની બનાવીને વાત કરીએ તો કેવડીયા કોલોનીને આદીવાસીને પછાત વિસ્તાર હતો, ત્યારે નરેન્દ્ર મોદીનાં સ્વપ્નને સાકાર કર્યું હતુ. સરદારની પ્રતિમા બનતા જ જમીનોનાં ભાવમાં ખૂબજ વધારો જોવા મળી રહ્યો છે. વૈશ્ર્વીક રોકાણકારો પણ કેવડીયા વિસ્તારમાં રોકાણ કરશે, તો તેમને ઘણા લાભો મળશે સરકાર ઈચ્છે છે કે દરરોજ ૨૫ હજારથી વધુ યાત્રીકો આવે, જેના માટે હોટલ, રીસોર્ટ જેવી તમામ જગ્યાઓનું નિર્માણ કરવામાં આવશે.
ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનીટીની આજુબાજુનાં વિસ્તારમાં વિકાસને સરળ બનાવવા સોઉડાની રચના કરવામાં આવી છે. સતાવાળાઓએ સ્થાનીક પ્રવાસીઓ માટે પ્રવાસન સુવિધાઓ પણ ઉભી કરવામાં આવશે. સરકાર આ વિસ્તારને અને વિસ્તારમાં આવતા નવી હોટલ માટે પ્રોત્સાહક નીતિ અને યોજના પણ બનાવશે. જેમાં નવી આદીવાસી યુનિવર્સિટી સાથે અન્ય સુવિધાઓ સતા દ્વારા સંચાલીત કરવામાં આવશે.
પ્રવાસીઓ તરફથી ભારે પ્રતિભાવને ધ્યાનમાં રાખીને રાજય સરકારે નવી પ્રવાસી સુવિધાઓ વિકસાવવા માટે એસો વિસ્તારના વિકાસ અધિકારીની રચના કરવાનો નિર્ણય લીધો હતો. સરકાર સ્ટેચ્યુ ઓફ યુનીટી આસપાસ ખાનગી પર્યાવરણ પ્રવાસન અને હોસ્પિટાલીટી સુવિધાઓને પ્રોત્સાહન આપવા માંગે છે. ડિસેમ્બર ૨૦નાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એસઓયુની બીજી મુલાકાત દરમિયાન ઔપચારીક ઘોષણા પણ કરી શકે છે.
સરકાર સ્થાનિક રહેવાસીઓ વચ્ચે અશાંતીને ઉકેલવાનો પણ પ્રયાસ હાથ ધરી રહી છે. કેવડીયા વિસ્તારને ઈન્ફ્રાસ્ટકચરની જરૂરીયાતનુ મૂલ્યાંકન કરવા માટે વિકાસ અભ્યાસ હાથ ધરવામાં આવી શકે છે. જંગલો અને પર્યાવરણ, પ્રવાસન, આદિજાતી વિકાસ, સરદાર સરોવર, નર્મદા નિગમ અને જીલ્લા વહીવટી જેવા વિભાગો દ્વારા રજૂઆત સાથે સંયુકત સમિતિની રચના કરવામાં આવશે.
દેશભરના ડીજીપીઓની સ્ટેચ્યુ ઓફ યુનિટીના આંગણે પી.એમ. મોદી સાથે બેઠક
આગામી ડિસેમ્બરમાં યોજવામા આવેલી ઓલ ઈન્ડીયા ડીજીપી કોન્ફરંસ સ્ટેચ્યુ ઓફ યુનીટી ખાતે યોજાશે, જે ગત ૨૦૧૫ના ડિસેમ્બરમાં કચ્છના ધોરડા ખાતે યોજાઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદી ૨૦મી ડીસેમ્બરે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે અને કોન્ફરન્સમાં હાજરી આપવા ૨ દિવસનું રોકાણ પણ કરશે.આ બેઠકમાં વડાપ્રધાન મોદીની સાથે ગૃહમંત્રી રાજનાથસિંહ પણ બેઠકમાં હાજર રહેશે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર આ બે મહિનાથી ઓછા સમયમાં વડાપ્રધાનની આ બીજી મુલાકાત હશે. વધુમાં નરેન્દ્ર મોદી નર્મદા અને આજુબાજુનાં જિલ્લાઓમાં કેટલીક જાહેર યોજનાઓ પ્રજા સમક્ષ મૂકશે. વધુમાં ભારતનાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ લોકોને સંબોધન કરી શકે છે. તેમના પ્રવાસ દરમિયાન જેમાં પ્રધાનમંત્રીએ તેમને કચ્છ જવાની પણ રજૂઆત કરી હતી.