૯૫ ટકા રકમની ચુકવણી કરી દેવાય: બાકીના નાણા ટુંકમાં ખેડુતોને મળી જશે: જયેશ રાદડીયા
ખેતીપ્રધાન દેશના સૌથી વધુ મગફળી પકવતા રાજય ગુજરાતમાં સરકાર દ્વારા ખેડુતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે હેતુથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનું નવતર આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ દ્વારા તા.૧૫/૧૧/૨૦૧૮ થી તા.૧૨/૦૨/૨૦૧૯ સુધી રાજયના કુલ ૧૨૨ એ.પી.એમ.સી. સેન્ટરો ખાતેથી કુલ ૨૧૧૮૫૪ ખેડુતો પાસેથી રૂ.૨૧૪૪ કરોડની કુલ ૪.૨૯ લાખ મે.ટન જેટલો માતબર મગફળીનો જથ્થો ટેકાના ભાવે ખરીદ કરેલ છે તેમ રાજય સરકારના કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાએ જણાવ્યું હતું. તેઓએ ઉમેર્યું હતું કે , આજની તારીખે ૯૫ ટકા રકમની ચુકવણી સીધી ખેડૂતોના ખાતામાં જમા થઈ ચુકી છે. બાકીના ખેડુતોને ટૂંક સમયમાં નાણા મળી જશે.