કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલીએ આજે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં રૂ. 2.50 પ્રતિ લીટરનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય નાણાં મંત્રીની આ જાહેરાત બાદ રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીએ ટ્વિટ કરીને પેટ્રોલ-ડીઝલમાં 2.50 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.
આમ ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલમાં પાંચ રૂપિયા જેવો માતબર ઘટાડો થયો. રાજ્ય અને કેન્દ્ર સરકારે આગામી લોકસભા ચૂંટણીને પગલે જનતામાં વ્યાપેલા રોષને પગલે આ ભાવ ઘટાડો કરવાની ફરજ પડી છે.
Finance Minister Sh @arunjaitley Ji has announced Rs.2.5 cuts in petrol & diesel prices, reciprocating positively to FM’s announcement, the Govt Of Gujarat has also decided to reduce Rs.2.50 on both petrol & diesel. Thus petrol & diesel wd be Rs. 5 cheaper in the State of Gujarat
— Vijay Rupani (@vijayrupanibjp) October 4, 2018
અરુણ જેટલીની જાહેરાત પછી ગુજરાત સહિત મહારાષ્ટ્ર, ઓરિસ્સા અને છત્તીસગઢે પણ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં લિટર દીઠ રૂ. 2.50નો ઘટાડો કર્યો છે.