એચ.પી.સી.એલ અને બી.પી.સી.એલ. કંપનીના અધિકારીઓની ભેદભાવભરી નીતી: અચુક પંપને માંગ્યાથી વધુ માલ આપે છે જ્યારે અનેક પં5ોને 50 ટકા પણ સપ્લાય કરાતી નથી
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં છેલ્લા 10 દિવસથી પેટ્રોલ અને ડીઝલની અછત વર્તાય રહી છે. ખાનગી કંપનીના પેટ્રોલ પં5 બંધ થઇ ગયા છે. એચપીસીએલ અને બીપીસીએલ કં5ની દ્વારા ડીલરોને માંગણી કરતા માત્ર 50 ટકા જ જથ્થો આપવામાં આવતો હોવાના કારણે કૃત્રિમ અછત વર્તાય રહી છે. કં5નીના અધિકારીઓની રેશનીંગમાં ભેદભાવ ભરેલી નીતીના કારણે રામાયણ સર્જાય હોવાનું ચર્ચાઇ રહ્યું છે. પેટ્રોલ અને ડીઝલની અછતને ખાળવા માટે સરકાર તાત્કાલીક અસરથી સક્રિયા બને અને એસોસિએશનને સાથે રાખી સમસ્યાનો ઉકેલ લાવે તેવી માંગ ઉઠી રહી છે.
એચપીએલ અને બીપીસીએલ કંપની દ્વારા છેલ્લા દસેક દિવસથી ડીલરોને માંગણી મુજબ પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરો પાડવામાં આવતો નથી. ડીમાન્ડ સામે માત્ર 50 ટકા જ સપ્લાય કરતી હોવાના કારણે ગઇકાલે રાત્રે શહેરમાં ત્રણ પેટ્રોલ પંપ બંધ કરી દેવાની ફરજ પડી હતી.
આઇઓસી દ્વારા પૂરતા પ્રમાણમાં જથ્થો પૂરો પાડવામાં આવી રહ્યો છે. ઓઇલ કંપનીના અધિકારીઓ દ્વારા ભેદભાવભરી નીતી અપનાવવામાં આવી રહી છે. અમૂક પેટ્રોલ પંપના સંચાલકો કે જેની સાથે અધિકારીઓ સારો એવો ધરોબો ધરાવે છે તેને માંગણી કરતા પણ વધુ પૂરવઠો પૂરો પાડવામાં આવે છે. જેના કારણે તાલુકા કક્ષાએ માલની ભયંકર અછત વર્તાય રહી છે.
ઓઇલ કંપનીઓ કરતા અધિકારીઓની અવળ ચંડાઇના પાપે પેટ્રોલ અને ડીઝલની કૃત્રિમ અછત ઉભી થાય અને અમૂક પેટ્રોલ પંપ માલના અભાવે બંધ થઇ રહ્યા છે. ગઇકાલે રાત્રે પણ ત્રણ પંપ બંધ થઇ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. અછતના કારણે વાહન ચાલકોમાં પણ ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. સરકાર તાત્કાલીક સક્રિય બને અને પેટ્રોલ કરતા ડીઝલની કૃત્રિમ અછતને ખાળવા માટે એસોસિએશનને સાથે રાખી વચગાળાનો રસ્તો કાઢે તે ખૂબ જ જરૂરી બની ગયું છે.