સ્ટેડિયમ આવેલા પ્રેક્ષકોએ મેચ દરમિયાન દારૂનું સેવન નહીંકરી શકે : સરકારે યોગ્ય અને પુરતા કપડાં પહેરવા અનુરોધ કર્યો
ક્રિકેટના વિશ્વ કપની જેમ સમગ્ર વિશ્વમાં ફૂટબોલ માટે પણ પ્રેક્ષકોનું માન સૌથી વધુ છે. ત્યારે આ વર્ષે કતારમાં ફીફા વિશ્વ કપનું આયોજન થયું છે ત્યારે તારે પ્રેક્ષકો માટે ખૂબ જ આકરા નિયમો બનાવ્યા છે જેને ધ્યાને લેતા ક્યાંક ને ક્યાંક પ્રેક્ષકોની સાથે વિવિધ કંપનીઓ કે જે આ ટુર્નામેન્ટને સ્પોન્સર કરી રહી છે તેઓએ પણ રોષ વ્યક્ત કર્યો હતો.
કતારમાં આયોજિત થઈ રહેલા ફિફા વર્લ્ડ કપ 2022 માટે ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. જોકે, ઇસ્લામિક દેશ કતારમાં વર્લ્ડ કપ જોવા માટે આવનારા લોકો માટે નિયમોની યાદી તૈયાર કરી છે. કતારના પર્યટન મંત્રાલય દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે તમામ દર્શકોના કપડાં એવા હોવા જોઈએ જેનાથી ખભા અને ઘૂંટણ ઢંકાયેલા હોય. વધારે નાના કપડાં પહેરવાની મંજૂરી નહીં રહે. આ નિયમ મહિલા અને પુરુષ બંનેને લાગુ પડશે. ડ્રગ્સ, સેક્સ્યુઅલ એક્ટિવિટી, ડ્રેસ કોડ અને દારૂ મુદ્દે પણ આકરા આદેશ જારી કરાયા છે. મહિલાઓ ટાઇટ ફિટિંગવાળા કપડાં નહીં પહેરી શકે. મહિલાઓના પૂરા પગ ઢંકાય તેવા કપડાં તેમણે પહેરવા પડશે. જો કોઈ નિયમ ભંગ કરતું પકડાશે તો તેણે જેલમાં જવું પડશે. ફૂટબોલ વર્લ્ડકપ જોવા માટે આવનારા માટે હૈય્યા કાર્ડ જરૂરી છે.
કતારમાં દારૂ પીવા સામે પ્રતિબંધ છે. જોકે, વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને કતારમાં નિયમોમાં છૂટ અપાઈ છે. ફેન્સને દારૂ પીવાની મંજૂરી તો મળશે પરંતું મેચ દરમિયાન તેઓ દારૂ નહીં પી શકે. તેઓ મેચના ત્રણ કલાક પહેલાં અને એક કલાક બાદ સુધી દારૂ નહીં ખરીદી શકે. કતારમાં ગર્લફ્રેન્ડ સાથે જો તમે જઈ રહ્યા હો તો તમને હોટેલના રૂમમાં એન્ટ્રી નહીં મળે. ત્યાંની હોટેલોમાં પરિણીત યુગલોને જ જગ્યા અપાય છે. કતારમાં લગ્ન પહેલાં જાતીય સંબંધ બાંધવો ગુનો ગણાય છે.