નાણાભીડ એટલે એવી સ્થિતિ કે જયારે જરૂરીયાત મુજબની રોકડ રકમ બજારમાં ઉપલબ્ધ ન હોય

સમગ્ર દેશભરમાં નાણાભીડની નોંધપાત્ર અસર જોવા મળી રહી છે. જેના કારણે મંદી નોધાઈ રહી છે. હાલ નાણાભીડની અસરોના કારણે વિવિધ ક્ષેત્રોમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.તેમાનુ એક ક્ષેત્ર એટલે કે એગ્રો કોમોડીટી બજાર.

આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એગ્રો કોમોડીટી બજારમાં નાણાભીડની અસર અને નાણાભીડની અસરને પહોચી વળવા કેન્દ્ર સરકારનાં પગલાની

સૌ પ્રથમ વાત કરીએ એગ્રો કોમોડીટી બજારમાં નાણાભીડની અસરની પરંતુ તે પહેલા એ સ્પષ્ટ કરવું જ‚રી છે કે નાણાભીડ એટલે એવી સ્થિતિ કે જયારે જરૂરીયાત મુજબની રોકડ રકમ બજારમાં ઉપલબ્ધ ન હોય. નાણાભીડની અસરને કારણે એગ્રો કોમોડીટી બજારમાં ઘણી બધી સમસ્યાઓ સર્જાઈ છે. જેમાંથી મુખ્ય અસર છે. પોષણક્ષમ ભાવ ન મળવા અને આ સમસ્યાના કારણે બીજી ઘણી બધી સમસ્યાઓ સર્જાતી હોય છે.

આપણે ઘણા સમયથી સાંભળતા અને જોતા આવીએ છીએ કે હાલ પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા. નાણાભીડની અસરે કૃષિ ઉત્પાદનના ભાવો ટેકાના ભાવ કરતા ઘણા નીચા જઈ રહ્યા છે. જેના કારણે હાલ કૃષિ અને કૃષિ ઉત્પાદનના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓ ત્રાહીમામ પોકારી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે જો આવી જ પરિસ્થિતિ રહી તો ભારતને મળેલું બિ‚દ ‘કૃષિપ્રધાન દેશ’ને ભુતકાળ બનતા કોઈ અટકાવી શકશે નહિ જેના ભાગ‚પે હવે કેન્દ્ર સરકાર દ્વારા મહત્વની પહેલ કરાઈ છે.

કેન્દ્ર સરકારની પહેલ મુજબ અત્યાર સુધી કૃષિ ઉત્પાદનની વસ્તુઓની આયાત ઉપર જે આયાત શુલ્ક લગાડવામાં આવે છે.તેને અમુક અંશે જો વધારવામાં આવે તો બહારના દેશોમાંથી થતી આયાત ઓછી થશે જેની સિધી અસર ભારતની કૃષિ ઉત્પાદન ઉપર થશે અને હાલ જે ભાવ ચાલી રહ્યા છે. તેની સપાટી ઉંચી આવશે. જે અનુસંધાને કેન્દ્ર સરકારે ઘઉંની આયાત શુલ્ક (આયાત ડયૂટી) કે જે અગાઉ ૧૦ ટકા રાખવામાં આવી હતી તે વધારીને ૨૦% કરી દેવાઈ છે. તથા વટાણામાં કોઈ પણ પ્રકારની આયાત ડયૂટી અગાઉ ન હતી જે હાલ સિધી ૫૦ ટકા કરી દેવાઈ છે. જેની અસર બજારોમાં જોવાઈ રહી છે.

આવી પહેલ કરતાની સાથે જ ભાવોમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો.

આંકડાકીય માહિતીની વાત કરીએ તો આયાત ડયુંટી વધારતાં ચણાના ભાવમાં પ્રતિ કિવન્ટલે રૂ.૨૦૦નો સુધારો થયો હતો. અને કિંમત રૂ.૫૦૦૦થી ૫૧૦૦એ પહોચી હતી. સાથે સાથે ચણાદાળમાં પણ રૂ.૨૦૦નો સુધારો થયો હતો અને કિંમત રૂ. ૬૪૦૦થી ૬૬૦૦ એ પહોચ્યો હતો. આ સિવાય બેશનમાં રૂ.૧૦૦ વધીને કિ. રૂ. ૪૭૦૦થી ૪૮૦૦ (પ્રતિ ૬૫ કિલો) થયો હતો.

આયાતી ઘઉંમાં આયાત ડયુટી વધતાં સ્થાનિક માલોમાં જાણે કરંટ આવ્યો હોય તે રીતે રાજકોટ ખાતે મિલબરમાં ભાવ રૂ.૧૭૦૦એ (પ્રતિ ૫ મણ) થઈ ગયા હતા.

અગાઉ મગફળીના પોષણક્ષમ ભાવ ન મળવા તથા ટેકાના ભાવ કરતા નીચા ભાવે વેચાણ કરવાની ફરજ પડી હોય તેવી વાતો સામે આવી હતી પરંતુ આયાત ડયુટી વધતાની સાથે જ પ્રતિ ટન રૂ.૨ હજારનો વધારો આવ્યો હતો. અને કિ. રૂ. ૫૭ થી ૫૮ હજારએ પહોચી હતી.

આ અગાઉ સૌરાષ્ટ્રમાં મગફળીની આવક સામે માંગ ખુબજ ઓછી હોવાના કારણે મગફળીની પિલાણબર ખાંડીમાં કિ. રૂ.૧૦૦ ઘટયા હતા અને ૧૩૬૦૦ નોંધાયા હતા. સાથે સાથે દાણાબરમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.

નાણાભીડની અસરે સીંગતેલ લુઝ કપાસીયા વોશ, પામ લુઝ, સોયાલુઝ જેવા ઉત્પાદનોમાં ઘટાડો નોંધાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.