દુષ્કાળમાં હજારો પશુઓને બચાવવા વર્ધમાન પરિવારે દાતાઓની મદદથી કચ્છ ખાતેના ઢોરવાડાઓ શરૂ કર્યા સમારોહમાં આચાર્ય ભગવંત યશોવિજયસુરીશ્વરજી મ.સા.એ આશિર્વચન પાઠવ્યા

વર્ધમાન પરિવાર મુંબઈ દ્વારા કચ્છમાંથી આવેલા પશુ ધારકોના નિભાવ માટે અમદાવાદ પાંજરાપોળ દ્વારા રૂબે કરોડનું દાન જીવોના અભયદાતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આપવામાં આવ્યું હતું. પૂજય યશોવિજયસુરીશ્ર્વરજીએ તેમના આર્શીવચન પાઠવ્યા હતા.

આ કાર્યક્રમમાં જીવદયા પ્રેમી સંસ્થાના ટ્રસ્ટીઓ તથા જીવદયાપ્રેમીઓ ઉપરાંત ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ તકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદ પાંજરાપોળના સૌ ટ્રસ્ટીઓને હું અભિનંદન પાઠવું છું. જીવદયા માટે કામ કરતી સંસ્થાને બે કરોડનો ચેક અર્પણ કર્યો. કચ્છમાં જે દુષ્કાળ પડયો છે ત્યાંના પશુઓની ચિંતા કરી અને જે અનુદાન આપેલ છે તે માટે અમદાવાદ પાંજરાપોળને ખુબ-ખુબ અભિનંદન પાઠવું છું. આપનારો ઉનાળો આપણા માટે પડકારરૂપ છે. કારણ કે આ વર્ષ કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પ્રમાણમાં વરસાદ ખુબ ઓછો પડયો છે. કચ્છના અમુક તાલુકાના ૧ ઈંચ પર વરસાદ નથી પડયો અને કચ્છમાં પશુઓની સંખ્યા ખુબ મોટા પ્રમાણમાં છે. આશરે ૧૭ થી ૧૮ લાખ પશુઓ ખાલી કચ્છમાં છે, ત્યારે તેને પહોંચી વળવા પાંજરાપોળો, ગૌશાળા, આ બધી સંસ્થાઓ કાર્યરત છે. સરકારે પણ આ માટે પ્લાનીંગ કરેલ છે. અછતની બેઠક પણ દર અઠવાડિયે મળે છે. જીવમાત્રની સુરક્ષા અને તેની ચિંતા સરકાર પણ કરી રહી છે. ઘાસના અભાવે આ દુષ્કાળમાં કોઈ પણ પશુ મૃત્યુ ના પામે તેની ગંભીરતા સરકાર જાણે છે અને તે માટે સરકાર આગળ વધી રહી છે.

અત્યાર સુધીમાં ૬ કરોડ કીલો ઘાસ સરકાર દ્વારા કચ્છ સુધી પહોંચાડવામાં આવી છે. સાથે-સાથે આવનારા દિવસોમાં ૨૫ રૂપિયા પશુ દિઠ સબસીડી ગૌશાળા, પાંજરાપોળ અને ઢોરવાળામાં મળી રહે તે માટે પણ સરકાર કાર્યરત છે. ૯૬ તાલુકા જેને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે તેને આ સબસીડી આપવાનું નકકી કર્યું છે.

ઉનાળામાં આ સબસીહી વધારવામાં પણ આવશે. આ વર્ષ સરકારે ૧૨૦૦ કરોડ રૂપિયા આ અછત માટે ફાળવવામાં આવ્યા છે અને આવતા જુલાઈ સુધી નવુ ઘાસ ઉગે ત્યાં સુધીના પ્લાનીંગ સાથે સરકાર આગળ વધી રહી છે. ઈશ્ર્વરે મને જે તક આપી છે તેનો ઉપયોગ ગરીબ, પીડિત, શોષીત, પ્રાણી માત્ર એના કલ્યાણ માટે થાય તે માટે પ્રયત્નશીલ છું, જીવદયા એ આપણી દેવી છે અને એનું કલ્યાણ આપણા સંસ્કાર છે. જીવતા પશુઓનો નિકાસ માટે હાલ જે પ્રશ્ર્ન ઉભો થયો છે તે માટે પણ ગુજરાત સરકાર તેને પ્રતિબંધીત કરવા માટે પ્રયત્નશીલ છે પરંતુ કોર્ટ, નિયમો અને ઘણા-બધા વિઘ્નો, પડકારો વચ્ચે સરકાર તે માટે સતત પ્રયત્નશીલ છે.

ગુજરાતમાં દુષ્કાળના ઓખા આવી ગયા છે. ઘણી જગ્યાએ અછતની સ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ તો કચ્છમાં ઘણો વિસ્તાર એવો છે જયાં વરસાદ થયો જ નથી ત્યારે સ્થિતિનો મુકાબલો કરવા સરકાર તો સજ્જ બની જ છે. સાથે સ્વૈચ્છીક સંસ્થાઓ વર્ધમાન પરિવારે છેલ્લા ૫ મહિનાથી કચ્છમાં કેટલ કેમ્પ ચાલુ કરેલ છે. ૫૦,૦૦૦ જીવને સાચવણનું કામ વર્ધમાન પરિવારે કરેલ છે. હજુ ૭ થી ૮ મહિના ચાલુ રાખશે ત્યારે અમદાવાદ પાંજરાપોળના સંવેગભાઈ લાલભાઈ દ્વારા રૂ.૨ કરોડનું અનુદાન જાહેર કર્યું હતું. તેના ચેક વિતરણ જીવદયાપ્રેમી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું તેમજ પૂ.આચાર્ય ભગવંત પયશોવિજયસુરીશ્ર્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં અર્પણવિધિનો કાર્યક્રમ યોજાયો.

સૌરાષ્ટ્ર તેમજ મુંબઈથી જીવદયા પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. આ તકે વિજયભાઈ રૂપાણીએ જાહેર કર્યું કે અખાતના કોઈ પણ દેશમાં ગુજરાતમાંથી જીવીત પશુ નિકાસ નહીં થાય અમે જીવદયા પ્રેમીઓ આ જ રીતે આ કાર્યમાં જોડાય તેવી આશા છે.

ખાસ તો કચ્છમાં જે દુષ્કાળ પડયો છે અને ખુબજ વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ૧૭ થી ૧૮ લાખ પશુઓ છે. ૪ કે ૫ વર્ષે દુશ્કાળ આવે તો જમીન ખમી જતી હોય છે. ઉપરાંત આ વર્ષે પણ વરસાદ ન થતા સરકાર પણ ખુબ કાર્ય કરે છે. પણ પશુઓની સબસીડી ઉનાળામાં વધારવાના છે તે અત્યારે શિયાળામાં આપવામાં આવે તો સારૂ છે કેમ કે શિયાળામાં જ પશુને વધારે ભુખ લાગતી હોય છે તો સરકારને નમ્ર વિનંતી છે કે ઝડપથી વધારી આપે. માત્ર દૂધ કે ઘીમાં નહીં પણ ગૌમૂત્રમાં પણ સોનું છે તેવું જૂનાગઢના સાયન્ટીસે પુરવાર કર્યું છે.

vlcsnap 2018 12 05 11h48m46s183ગૌવંશ બચશે તો દેશ બચશે એટલા માટે અમે કચ્છના પશુઓને બહુ સારી રીતે બચાવાની કોશીષ કરીએ છીએ. છેલ્લા ૪ વર્ષમાં વર્ધમાન પરિવારે ૧૪ કરોડ રૂપીયાનો ખર્ચ કરી પશુ બચાવાની કરી છે. તેમાં ૭ કરોડ ગુજરાત સરકારે આપેલ છે અને આવનારા સમયમાં પણ વર્ધમાન પરિવાર દ્વારા અબોલ પશુઓ માટે સતત કાર્ય કરવામાં આવશે.

તાલુકાઓમાં  પ્રત્યેક પશુ દીઠ રાજયસરકાર રૂ. ૨૫ (પચ્ચીસ)ની સબસિડી આપે છે, અને આ તમામ તાલુકાઓ માટે ૬ કરોડ કિલો ઘાસની ખરીદીના આદેશો અપાઇ ચુકયા છે, જેનું વિતરણ નજીકના દિવસોમાં જ કરવામાં આવશે. હેમચંદ્રાચાર્યના ગુજરાતમાં અહિંસાની વિભાવનાને બહોળા પરિપ્રેક્ષ્યમાં લાગુ કરવામાં આવશે.

અમદાવાદ પાંજરાપોળના મેનેજીંગ ટ્રસ્ટી સંવેગભાઇ લાલભાઇએ મુખ્યમંત્રી રૂપાણીને કચ્છના પશુઓ માટે રૂ.બે કરોડનો ચેક એનાયત કર્યો હતો. જીવદયાઘર, ગુજરાત એનિમલ વેલ્ફેર બોર્ડ, અમદાવાદ પાંજરાપોળ, વર્ધમાન પરિવાર તા એનિમલ હેલ્પલાઇન સંસઓએ મુખ્યમંત્રી વિજયભાનું શાલ, સ્મૃતિચિહન, પ્રમાણપત્ર વગેરેી સન્માન હર્યું હતું

જીવદયા ઘરના રાજેન્દ્રભાઇ શાહે જણાવ્યું કે મુખ્યમંત્રી વિજયભાઇએ અમને જીવદયાના કાર્યો માટે પ્રોત્સાહિત કર્યા છે. અમદાવાદ પાંજરાપોળના મુ સંવેગભાઇ લાલભાઇએ જણાવ્યું કે તમામની સુખાકારી ગુજરાતના લોહીમાં છે.  તેમણે જણાવ્યું કે હું  જીવદયાને દેવી માનુ છું અને તે પાંજરાપોળ છે. આજની અછતની પરિસ્તિીમાં રાજયસરકાર શકય એટલી રીતે પાંજરાપોળને મદદરૂપ બનશે. અને  જીવ દયાને આગળ ધપાવશે, તેવી અમને  આશા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.