છેલ્લા સાતથી આઠ વર્ષમાં ભારતે પેટ્રોલમાં ઇથેનોલનું બ્લેન્ડીંગ કરતા 50 હજાર કરોડ રૂપિયાનું વિદેશી હુંડિયામણ બચાવ્યું

વૈશ્વિક સ્થિતિને ધ્યાનમાં લઇ જે રીતે ફુગાવાનો દર વધી રહ્યો છે ત્યારે તેને અંકુશમાં લાવવા માટે ભારત સરકાર હરકતમાં આવી છે અને ઇંધણ ઉપરની નિર્ભરતા ઘટાડી છે. જે સ્પષ્ટ સૂચવે છે કે આવનારા સમયમાં ભારતનું વિદેશી હૂંડિયામણ બચશે અને જે વિકાસની રથયાત્રા છે તે આગળ ધપાવવામાં કારગત નિવડશે. વડાપ્રધાન મોદીએ માહિતી આપતા જણાવ્યું હતું કે સરકારે પેટ્રોલમાં ઇથેનોલનું બ્લેન્ડીંગ કરતા છેલ્લા સાત થી આઠ વર્ષમાં 50,000 કરોડ રૂપિયાનું કીમતી વિદેશી હૂંડિયામણ બચાવ્યું છે. અત્યાર સુધી ભારત ઇંધણ ક્ષેત્રે વિશ્વના અન્ય દેશો ઉપર નિર્ભર રહેતું હતું પરિણામે જે આયાત બિલ જોવા મળતું તેમાં અનેક ઘણો વધારો થતો હતો.

સરકારના વિકાસલક્ષી નિર્ણયને ધ્યાને લઈ જ્યારે પેટ્રોલમાં ઇથેનોલ નું બ્લેન્ડીંગ કરવાનું નક્કી કર્યું ત્યારબાદ ભારતનું આયાત બીલ ઇંધણ ક્ષેત્રે ઘટ્યું છે અને વિદેશી હૂંડિયામણમાં પણ ઘણો ખરો બચાવ થયો છે. વાતને ધ્યાને લઈ સરકારે એપ્રિલ 2023 થી પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ ભેળવવા નો નિર્ધાર કરી તેનું વિતરણ શરૂ કરવા વિચાર કરી રહ્યું છે. એટલું જ નહીં વડાપ્રધાન મોદીએ એ વાતની પણ માહિતી આપતા જણાવ્યું હતું કે જે 50000 કરોડ બચ્યા છે તે ખેડૂતોના હિત માટે વાપરવામાં આવશે. સામે છેડા સાત થી આઠ વર્ષમાં ઇથેનોલ નું ઉત્પાદન પણ વધ્યું છે.

ભારત વિકાસની સાથોસાથ પ્રદૂષણને પણ નિવારવા માટે મહેનત કરી રહ્યું છે હાલ ઇથેનોલ નું ઉત્પાદન પાણીપતમાં થતું હોવાથી દિલ્હી અને હરિયાણામાં પણ જે પ્રદૂષણ જોવા મળે છે તેમાં પણ ઘટાડો થશે ત્યારે સરકારનો લક્ષ્યાંક એ છે કે ઇથેનોલનો મહત્તમ એટલે કે જરૂરી ઉપયોગ કરી વધતા ફુગાવાને કઈ રીતે નિયંત્રણમાં લાવી શકાય એ એટલું જ જરૂરી છે.

સરકારે ઇથેનોલના બ્લેન્ડિંગની સાતો સાત એ વાત ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે કે આગામી એપ્રિલ માસમાં જે પેટ્રોલ ઇથેનોલ સાથે બ્લેન્ડ કરીને  આપવાનું છે એ પેટ્રોલ નિર્ધારિત કરેલા પેટ્રોલ પંપ ઉપર જ વેચી શકાશે અને ત્યારબાદ 2025થી દરેક જગ્યાએ ઈથેનોલ યુકત પેટ્રોલ મળશે. હાલ ભારતમાં પેટ્રોલમાં 10 ટકા ઇથેનોલ ભેળવવાનો નિર્ધારિત લક્ષ્યાંક કર્યો હતો, અને વધારી હવે 20 ટકા કરવાનો સરકારે નિર્ધાર કર્યો છે અને જે આગામી વર્ષ 2025 થી અમલી પણ થઈ જશે.

ઇંધણનો પુરવઠો વધારી અમેરિકાએ ફુગાવાને  અંકુશમાં લીધો

અમેરિકામાં ફુગાવાનો દર ખૂબ ઝડપી વધી રહ્યો છે ત્યારે અમેરિકી સરકારે ફુગાવાને અંકુશમાં લાવવા માટે ઇંધણનો પુરવઠો વધારી દેતા જે ફુગાવાનો દર 9.1 ટકા હતો તે ઘટી 8.5 ટકા પર નિર્ધારિત જોવા મળે છે જે હજુ પણ 40 વર્ષની સર્વોચ્ચ ટોચ ઉપરનો છે. અમેરિકાએ તેના સ્ટ્રેટેજીક રિઝર્વ માંથી ગેસનો પુરવઠો એટલે કે ઇંધણનો પુરવઠો ખુલ્લો મુક્યો છે જેથી ફુગાવાનો દર નિયંત્રણમાં આવી શકે.

પરંતુ જરૂરી એ છે કે આજે દર નીચે જોવા મળે છે તે માત્ર ઇંધણમાં જ નહીં પરંતુ અન્ય ક્ષેત્રમાં પણ થાય. ફુગાવાનો દર વધતો હોવાનું બીજું કારણ એ પણ છે કે અન્ય ગુડ અને સર્વિસના ભાવો સતત વધી રહ્યા છે એટલું જ નહીં ખોરાક ,ભાડું, ઓટો અને મેડિકલ સર્વિસમાં પણ ઉતરોતર ભાવ વધતા હોવાના કારણે ફુગાવાનો દર ઊંચો આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.