તમારૂ વાહન ‘રંગીન’ લાઇન સુધી પહોંચી ગયું તો ટોલ ગલી ખુલ્લી કરાશે ને વાહનોને ‘ટોલ’ વિના જ જવા દેવાશે

દેશભરના ટોલ નાકા પર થઇ રહેલા અને વધી રહેલા વાહનોની લાંબી લાઇન દૂર કરવા અને નાગરીકોનો અમૂલ્ય સમય અને કિંમતી ઇંધણ બચાવવા માટે હાઇવે તંત્ર તથા સરકારે પ્રયાસો હાથ ધર્યા છે. હાઇવેના ટોલ પર વાહનોની લાંબી લાઇનો ઓછી કરવા દૂર કરવા હાઇવે તંત્ર તથા સરકારે પ્રયાસો હાથ ધર્યા છે. હાઇવે પર અમુક અંતરથી વધુ લાંબલ લાઇન થાય તો ટોલબુથની ‘ગલી’ ખોલી નાખી વાહનોને ટોલ લીધા વિના જ જવા દેવા પડશે.દેશમાં રાષ્ટ્રીય ધોરી માર્ગ પરના તમામ ટોલ પ્લાઝા પર ચાર પૈંડા કે તેથી વધુ પૈડાવાળા વાહનો માટે ફાસ્ટેગ ફરજીયાત કરાયું છે અને ફાસ્ટેગ ન હોય તેવા વાહનો પાસેથી બમણો ટોલ વસુલવાનું નકકી કરાયું છે. અને તેના અમલ પણ શરુ થઇ ગયો છે. આથી હાઇવેના ટોલનાકા પર વાહનોની લાઇનો લાંબી થઇ રહી છે.  આ લાંબી લાઇનોને ટુંકી કરવા અને લાઇનો દૂૈર કરવા હાઇવે ઓથોરીટી અને સરકાર પ્રયાસો કરી રહ્યા છે.હાલ શરૂ કરાયેલી નવી ફાસ્ટેગની વ્યવસ્થાથી ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ સ્કેન કરનારા સેન્સર બરાબર કામ કરતા ન હોવાથી ટોલ પ્લાઝાના અધિકારીઓને મેન્યુઅલી વાહનમાં લાગેલા ફાસ્ટેગ સ્કેન કરવા પડે છે. એટલે વાહનોને ટોલ નાકા પરથી પસાર થવામાં સમય લાગે છે. અને વાહનોની લાઇન લાંબીને લાંબી થતી જાય છે જેથી લોકોનો કિંમત સમય અને મહામૂલું બળતણ વેડફાય છે. આના ઉકેલ માટે હાઇવેએ એક યોજના તૈયાર કરી છે. જેમાં એવું નકકી કરાયું છે કે ટોલ પ્લાઝાથી દૂર હાઇવે પર એક રંગીન લાઇન બનાવવામાં આવશે. ટોલ પ્લાઝાથી આ રંગીન લાઇટ સુધી વાહનની લાઇન પહોંચે એટલે આ લાઇનની ગલી ખોલી નાખી તમામ વાહનોને ટોલ વિના જ ટોલ પ્લાઝા ઓપરેટરે ફટાફટ ‘ટોલ વિના’ જ પસાર કરી દેવા પડશે. એટલે કે વાહનોએ ટોલ ભર્યા વિના જ નીકળવાની છૂટ મળશે.ફરજીયાત ફાસ્ટેગની નવી વ્યવસ્થા અમલી બન્યા બાદ હાઇવે પર વાહનોની લાંબી લાઇનો લાગતા માર્ગ પરિવહન મંત્રાલય ટોલ પ્લાઝા અને ત્યાં લાગતા લાંબી લાઇનોનું સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.ટોલ નાકા પરથી પસાર થતા વાહનો ફાસ્ટેગનો ઉપયોગ કરતા થાય અ માટે વિવિધ પગલા લેવાઇ રહ્યા છે. ઉચ્ચ કક્ષાએ હાઇવે ટોલ પ્લાઝાનું મોનીટરીંગ થઇ રહ્યું હોવાનું હાઇવે તંત્રના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.ફાસ્ટેગથી નાણા લેવડ દેવડ ૬૦-૭૦ ટકાથી વધીને ૯૦ ટકા સુધી વધી છે. છેવાડાના ટોલ પ્લાઝા પર પણ તેની અસર થઇ છે.

‘રંગીન’ રેખા કયાં બનાવાશે?

આ અધિકારીએ એમ પણ જણાવ્યું કે દરેક હાઇવે ટોલ પ્લાઝા પર બનાવવામાં આવનારી ‘કલર’ રેખા અલગ અલગ હશે. આવી રંગીન લાઇન કયા લગાવાશે? એ અનેક બાબતોને ઘ્યાને લઇ નકકી કરાશે. ટોલ પ્લાઝા પર કેટલી ‘ગલી’ છે. વાહનોનો કેટલો ટ્રાફીક છે એ નકકી કરી ટોલ નાકાથી દુર રંગીન રેખા બનાવાશે.જો કે આ નવી રંગીન રેખા યોજના કયારથી અમલી કરાશે તે અંગે રાહ જોવી રહી.

ટોલ પ્લાઝા સંચાલકોને ચેતવણી

સાથે સાથે ટોલ સંચાલકોને એવી પણ કડક ચેતવણી અપાઇ છે કે જો તમારા ઉપકરણો વ્યવસ્થિત ન ચાલે કે ફાસ્ટેગને સ્કેન કરવામાં નિષ્ફળ જાય તો વાહનને વિનામૂલ્યે જવા દેવા પડશે. આ નવા નિયમથી ટ્રાફીક સતત ચાલુ રાખવામાં સફળતા મળશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.